________________
પ્રમાણમીમાંસા
૩૦૭ આધુનિક વિજ્ઞાન મગજમાં પ્રત્યેક વિચારની પ્રતિનિધિભૂત જે સીધી-આડી રેખાઓનું અસ્તિત્વ સ્વીકારે છે તે રેખાઓ પદાર્થોકારતાનું પ્રતિનિધિત્વ કરતી નથી પરંતુ તેઓ તો પરિપક્વ અનુભવના સંસ્કારોની પ્રતિનિધિ છે. આ કારણે જ યથાકાળ તે સંસ્કારોનો ઉદ્ધોધ થતાં સ્મૃતિ આદિ ઉત્પન્ન થાય છે. તેથી અંતરંગ અને સાધકામની દષ્ટિએ ઇન્દ્રિય અને મન જ જ્ઞાનનાં કારણોમાં ગણાવવા યોગ્ય છે, અર્થ આદિ નથી. આલોક પણ જ્ઞાનનું કારણ નથી
આ જ રીતે આલોક જ્ઞાનનો વિષય તો બને છે, કારણ બનતો નથી. જે જે જ્ઞાનનો વિષય બને છે તે તે જ જ્ઞાનનું કારણ બનતો નથી, જેમકે અન્ધકાર. આલોકનો જ્ઞાન સાથે અન્વય અને વ્યતિરેક પણ નથી. આલોકના અભાવમાં અન્ધકારનું જ્ઞાન થાય છે. નિશાચર ઘુવડ આદિને આલોકના અભાવમાં જ જ્ઞાન થાય છે, સદ્ભાવમાં થતું નથી. રાત્રિમાં અન્ધકાર તો દેખાય છે પરંતુ અન્ધકારથી આવૃત અન્ય પદાર્થો દેખાતા નથી. અન્ધકારને જ્ઞાનનું આવરણ પણ ન માની શકાય કેમ કે તે જ્ઞાનનો વિષય હોય છે. જ્ઞાનનું આવરણ તો જ્ઞાનાવરણકર્મ જ હોઈ શકે છે. તેના ક્ષયોપશમની તરતમતાથી જ્ઞાનના વિકાસમાં તારતમ્ય થાય છે. આ એક સાધારણ નિયમ છે કે જે જે જ્ઞાનનો વિષય બને છે તે તે જ્ઞાનનું કારણ હોતો નથી, જેમ કે અન્ધકાર. તેથી આલોકની સાથે જ્ઞાનનો અન્વય અને વ્યતિરેક ન હોવાથી આલોક પણ જ્ઞાનનું કારણ હોઈ શકે નહિ.'
વિષયની દૃષ્ટિએ જ્ઞાનોનું વિભાજન અને નામકરણ પણ કરવામાં આવતું નથી. જ્ઞાનનું વિભાજન અને નામકરણ તો ઇન્દ્રિય અને મનરૂપ કારણોથી ઉત્પન્ન થવાના કારણે ચાક્ષુષ, રાસન, સ્પાર્શન, થ્રાણજ, શ્રોત્રજ અને મનોજન્ય (માનસ)રૂપે માનવું જ ઉચિત અને યુક્તિસંગત છે. પદાર્થોની દૃષ્ટિએ જ્ઞાનનું વિભાજન અને નામકરણ ન તો સંભવ છે કે ન તો શક્ય છે. તેથી પણ અર્થ આદિને જ્ઞાનોત્પત્તિનું કારણ માનવું ઉચિત લાગતું નથી. પ્રમાણનું ફળ
જૈન દર્શનમાં જ્યારે પ્રમાના સાધકતમ કારણ તરીકે જ્ઞાનને જ પ્રમાણ માન્યું છે ત્યારે એ સ્વાભાવિકપણે ફલિત થાય છે કે તે જ્ઞાનથી થનારું પરિણમન જ ફળનું સ્થાન પામે. જ્ઞાન બે કાર્ય કરે છે - અજ્ઞાનની નિવૃત્તિ અને સ્વ-પરનો વ્યવસાય. ૧. જુઓ લવીયસ્રય, શ્લોક ૫૬.