________________
પ્રમાણમીમાંસા એ છે ત્યારે તે કાર્ય માટે ઇન્દ્રિય, ઇન્દ્રિયવ્યાપાર અને સત્રિકર્ષ, જે અચેતન છે તેઓ, કેવી રીતે ઉપયુક્ત હોઈ શકે? ચેતન પ્રમાનું સાધકતમ કારણ તો જ્ઞાન જ હોઈ શકે, અજ્ઞાન ન હોઈ શકે. તેથી નિર્વિકલ્પક જ્ઞાનથી જ પ્રમાણવ્યવહાર શરૂ થવો જોઈએ અને નહિ કે ઇન્દ્રિયથી. અન્ધકારનિવૃત્તિ માટે અન્ધકારવિરોધી પ્રકાશને જ શોધી લાવવામાં આવે છે અને નહિ કે અન્ધકારાવિરોધી ઘટ, પટ આદિ પદાર્થોને. આ નૈયાયિકાદિ પરંપરાઓના ઉપનિષદોમાં જો કે તત્ત્વજ્ઞાનનું ચરમ ફળ નિશ્રેયસ બતાવવામાં આવ્યું છે, પરંતુ તર્કયુગમાં તેનું પ્રાધાન્ય રહ્યું નહિ.
બૌદ્ધ પરંપરાની સૌત્રાન્તિક શાખામાં બાહ્ય અર્થના અસ્તિત્વનો સ્વીકાર કરવામાં આવ્યો છે. તેથી સૌત્રાન્તિક બૌદ્ધો જ્ઞાનગત અર્થકારતા યા સારૂપ્યને પ્રમાણ માને છે અને વિષયના અધિગમને પ્રમાણનું ફળ માને છે. આ સારૂપ્ય અને અધિગમ બન્ને જ્ઞાનના જ ધર્મો છે. એક જ જ્ઞાન જે ક્ષણે વ્યવસ્થાપનહેતુ હોવાથી પ્રમાણ કહેવાય તે જ જ્ઞાન તે જ ક્ષણે વ્યવસ્થાપ્ય હોવાથી ફળ નામ પણ પામે છે. જો કે જ્ઞાન નિરંશ છે એટલે તેમાં બે અંશો પૃથક નથી હોતા તેમ છતાં પણ અન્ય વ્યાવૃત્તિની અપેક્ષાએ અસારૂપ્યવ્યાવૃત્તિથી સારૂપ્ય અને અનધિગમવ્યાવૃત્તિથી અધિગમ) બે વ્યવહાર થાય છે. વિજ્ઞાનવાદી બૌદ્ધોના મતમાં બાહ્ય અર્થનું અસ્તિત્વ ન હોવાથી જ્ઞાનગત યોગ્યતા જ પ્રમાણ મનાઈ છે અને સ્વસવેદન ફળ મનાયું છે. એક જ જ્ઞાનની સવ્યાપાર પ્રતીતિ થતી હોવાથી તેમાં પ્રમાણ અને ફલ એ બે પૃથફ વ્યવહાર વ્યવસ્થાપ્ય-વ્યવસ્થાપકનો ભેદ માનીને કરવામાં આવે છે. વસ્તુતઃ જ્ઞાન તો નિરંશ છે, તેમાં ઉક્ત ભેદ છે જ નહિ.' પ્રમાણ અને ફળનો ભેદભેદ
જૈન પરંપરામાં એક જ આત્મા પ્રમાણ અને ફળ બન્ને રૂપે પરિણમે છે, તેથી પ્રમાણ અને ફળ અભિન્ન મનાયાં છે, તથા કાર્ય અને કારણ રૂપે ક્ષણભેદ અને પર્યાયભેદ હોવાના કારણે તેઓ ભિન્ન પણ છે. બૌદ્ધ પરંપરામાં આત્માનું અસ્તિત્વ ન હોવાથી એક જ જ્ઞાનક્ષણમાં વ્યાવૃત્તિભેદથી ભેદવ્યવહાર હોવા છતાં પણ વસ્તુતઃ પ્રમાણ અને ફળમાં અભેદ જ માની શકાય છે. નૈયાયિક આદિ ઇન્દ્રિય અને સકિર્ણને પ્રમાણ માનતા હોવાથી ફળભૂત જ્ઞાનને પ્રમાણથી ભિન્ન જ માને છે. આ ભેદભેદવિષયક ચર્ચામાં જૈન પરંપરાએ અનેકાન્ત દષ્ટિનો જ ઉપયોગ કર્યો છે અને
१. विषयाधिगतिश्चात्र प्रमाणफलमिष्यते । .
વિત્તિ પ્રમાળ તુ સારૂપ્ય યોગ્યતા િવ | તત્ત્વસંગ્રહ, કારિકા ૧૩૪૪.