________________
પ્રમાણમીમાંસા
૩૦૩ મનોવ્યાપાર જ કાર્ય કરે છે. ઇન્દ્રિય અને મનનો વ્યાપાર હોતાં જે કોઈ પણ પદાર્થ સામે હશે તેનું જ્ઞાન થઈ જ જશે. ઇન્દ્રિય અને મનનો વ્યાપાર નિયમથી જ્ઞાનની શક્તિને ઉપયોગમાં લાવી જ દે છે, જ્યારે અર્થ અને આલોક આદિ કારણોમાં આ સામર્થ્ય નથી કે તેઓ જ્ઞાનની શક્તિને ઉપયોગમાં લાવી જ દે. પદાર્થ અને પ્રકાશ આદિના હોવા છતાં પણ સુષુપ્ત અને મૂછિત આદિ અવસ્થાઓમાં જ્ઞાનની શક્તિનો બાહ્ય વ્યાપાર થતો નથી. જો ઇન્દ્રિય અને મનની જેમ અર્થ અને આલોક આદિને પણ જ્ઞાનનાં કારણ તરીકે સ્વીકારવામાં આવે તો સુષુપ્ત અવસ્થા અને ધ્યાનનું હોવું અસંભવ બની જાય કેમ કે પદાર્થ અને પ્રકાશનું સાન્નિધ્ય જગતમાં રહેલું જ છે. વિગ્રહગતિમાં (એક શરીરને છોડીને બીજા શરીરને ધારણ કરવા માટે જતા જીવની મરણોત્તર ગતિમાં) ઇન્દ્રિય અને મનની પૂર્ણતા ન હોવાથી પદાર્થ અને પ્રકાશ આદિનું સન્નિધાન હોવા છતાં પણ જ્ઞાનની ઉપયોગ અવસ્થા થતી નથી. તેથી જ્ઞાનના અન્વય અને વ્યતિરેક જો મળે છે તો તે ઇન્દ્રિય અને મનની સાથે જ મળે છે, અર્થ અને આલોકની સાથે મળતા નથી. જેવી રીતે તેલ, વાટ, અગ્નિ આદિ પોતાનાં કારણોથી ઉત્પન્ન થતો પ્રકાશ માટી, કુંભાર આદિ પોતાનાં કારણોથી ઉત્પન્ન થયેલા ઘડાને પ્રકાશિત કરે છે, તેવી જ રીતે કર્મક્ષયોપશમ અને ઇન્દ્રિયાદિ કારણોથી ઉપયોગ અવસ્થામાં આવેલું જ્ઞાન પોતપોતાનાં કારણોથી ઉત્પન્ન થતા જગતના પદાર્થોને જાણે છે. જેમ દીપક ન તો ઘટથી ઉત્પન્ન થયો છે કે ન તો ઘટના આકારવાળો છે તેમ છતાં તે ઘટના પ્રકાશક છે તેમ જ્ઞાન ઘટ આદિ પદાર્થોથી ઉત્પન્ન ન થયું હોવા છતાં અને તેમના આકારવાળું ન હોવા છતાં પણ તે પદાર્થોને જાણે છે. બૌદ્ધોના ચાર પ્રત્યય અને તદુત્પત્તિ આદિ
બૌદ્ધો ચિત્ત અને ચત્તોની ઉત્પત્તિના ચાર પ્રત્યયો (કારણો) માને છે – (૧) સમનત્તર પ્રત્યય, (૨) અધિપતિ પ્રત્યય, (૩) આલમ્બન પ્રત્યય અને (૪) સહકારી પ્રત્યય.' પ્રત્યેક જ્ઞાનની ઉત્પત્તિમાં અનન્તર પૂર્વજ્ઞાન સમનત્તર પ્રત્યય હોય છે, અર્થાત્ પૂર્વ જ્ઞાનક્ષણ ઉત્તર જ્ઞાનક્ષણને ઉત્પન્ન કરે છે. ચક્ષુ આદિ ઇન્દ્રિયો અધિપતિ પ્રત્યય છે કેમ કે અનેક કારણોથી ઉત્પન્ન થનારા જ્ઞાનની માલિકી ઇન્દ્રિયો જ ધરાવે છે અર્થાત્ ચાક્ષુષ જ્ઞાન, શ્રાવણ જ્ઞાન આદિ વ્યવહાર ઇન્દ્રિયોના સ્વામિત્વના કારણે જ ઇન્દ્રિયોથી થાય છે. જે પદાર્થનું જ્ઞાન થાય છે તે પદાર્થ આલમ્બન પ્રત્યય છે. અને પ્રકાશ આદિ કારણ સહકારી પ્રત્યય કહેવાય છે. ૧. વત્વ: પ્રત્યયા દેતુશાત-qનમનન્તા |
તર્થવધિપત્તેયં ૨ પ્રત્યયો મતિ પમ: || માધ્યમિકકારિક, ૧.૨.