________________
૨૮૦
- જૈનદર્શન જો કે વાક્ય શ્રોત્ર ઈન્દ્રિય દ્વારા સંભળાતાં પદોના સમુદાયરૂપ હોય છે અને પત્ર હોય છે એક કાગળનો લિખિત ટુડો, તેમ છતાં તેને ઉપચરિતોપચરિતા વિધિથી વાક્ય કહી શકાય. અર્થાત કાનથી સંભળાતા પદોનો સાંકેતિક લિપિના આકારોમાં ઉપચાર થાય છે અને લિપિના આકારોમાં ઉપચરિત વાક્યનો કાગળ આદિ પર લિખિત પત્રમાં ઉપચાર કરવામાં આવે છે અથવા “પદોનું ત્રાણ અર્થાત્ જે વાક્ય દ્વારા પ્રતિવાદીથી રક્ષણ થાય તેને પત્રવાક્ય કહે છે આવી પત્રવાક્યની વ્યુત્પત્તિ અનુસાર મુખ્યપણે કાનથી સાંભળવામાં આવતા વાક્યને પત્રવાક્ય કહી શકીએ. (૫) આગમ શ્રત
સ્વરૂપ - મતિજ્ઞાન પછી જે બીજા જ્ઞાનનું પરોક્ષ જ્ઞાનરૂપે વર્ણન મળે છે તે શ્રુતજ્ઞાન છે. પરોક્ષ પ્રમાણમાં સ્મૃતિ, પ્રત્યભિજ્ઞાન, તર્ક અને અનુમાન મતિજ્ઞાનના પર્યાયો છે. તે પર્યાયો મતિજ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમથી પ્રકટ થાય છે. શ્રુતજ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમથી જે શ્રુતજ્ઞાન પ્રકટ થાય છે તેનું વર્ણન સિદ્ધાન્તગ્રન્થોમાં યા આગમગ્રન્થોમાં ભગવાન મહાવીરની પવિત્ર વાણીના રૂપમાં મળે છે. તીર્થકર જે અર્થને પોતાના દિવ્ય ધ્વનિથી પ્રકટ કરે છે તેનું દ્વાદશાંગરૂપમાં ગ્રથન ગણધરો કરે છે. આ શ્રત અંગપ્રવિષ્ટ કહેવાય છે અને જે શ્રુત અન્ય આરાતીય શિષ્ય-પ્રશિષ્યો દ્વારા રચવામાં આવે છે તે અંગબાહ્ય શ્રુત છે. અંગપ્રવિષ્ટ શ્રુતના બાર ભેદો છે - આચારાંગ, સૂત્રકૃતાંગ, સ્થાનાંગ, સમવાયાંગ, વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ, જ્ઞાતૃધર્મકથા, ઉપાસકાધ્યયન, અંતકૂદશ, અનુત્તરૌપપાતિકદશ, પ્રશ્નવ્યાકરણ, વિપાકસૂત્ર અને દષ્ટિવાદ. અંગબાહ્ય શ્રુત કાલિક, ઉત્કાલિક આદિ ભેદોથી અનેક પ્રકારનું છે. આ વર્ણન આગમિક દૃષ્ટિએ છે. જૈન પરંપરામાં શ્રુતપ્રમાણના નામથી આ જ દ્વાદશાંગ અને દ્વાદશાંગાનુસારી અન્ય શાસ્ત્રોને આગમ યા શ્રુતની મર્યાદામાં લેવામાં આવે છે. એના મૂળ કર્તા તીર્થકર છે અને ઉત્તરકર્તા તેમના સાક્ષાત શિષ્ય ગણધર તથા ઉત્તરોત્તર કર્તા પ્રશિષ્ય આદિ આચાર્યપરંપરા છે. આ વ્યાખ્યાથી આગમપ્રમાણ યા શ્રત વૈદિક પરંપરાના “શ્રુતિ શબ્દની જેમ અમુક ગ્રન્થો સુધી જ સીમિત રહી જાય છે.
પરંતુ પરોક્ષ આગમપ્રમાણનો આટલો જ અર્થ ઈષ્ટ નથી, પરંતુ વ્યવહારમાં પણ અવિસંવાદી અને અવંચક આતનાં વચનોને સાંભળીને જે અર્થબોધ થાય છે તે પણ આગમની મર્યાદામાં આવે છે. તેથી અકલંકદેવે આતનો વ્યાપક અર્થ કર્યો છે