________________
૨૯૦
જૈનદર્શન છે જેથી અર્થ પ્રતિભાસિત થતાં શબ્દનો બોધ થાય યા શબ્દ પ્રતિભાસિત થતાં અર્થનો બોધ અવશ્ય થાય જ. વાસના અને સંકેતની ઇચ્છા અનુસાર શબ્દ અન્યથા પણ સકેતિત કરાય છે, તેથી શબ્દોનો અર્થની સાથે કોઈ અવિનાભાવ નથી. શબ્દો તો કેવળ બુદ્ધિપ્રતિબિંબિત અન્યાપોહના વાચક હોય છે. જો શબ્દોનો અર્થ સાથે વાસ્તવિક સંબંધ હોત તો એક જ વસ્તુમાં પરસ્પર વિરોધી વિભિન્ન શબ્દોની અને તે શબ્દોના આધારે રચાયેલાં વિભિન્ન દર્શનોની સુષ્ટિ થઈ ન હોત.' “અગ્નિ ઠંડો છે કે ગરમ એનો નિર્ણય જેમ અગ્નિ પોતે જ પોતાના સ્વરૂપથી કરી દે છે, તેમ “ક્યો શબ્દ સત્ય અને કયો અસત્ય” એનો નિર્ણય પણ શબ્દ પોતાના સ્વરૂપથી જ કરી દેવો જોઈતો હતો, પરંતુ વિવાદ આજ સુધી મોજૂદ છે. તેથી ગૌ આદિ શબ્દોને સાંભળીને આપણને એક સામાન્યનો બોધ થાય છે.
આ સામાન્ય વાસ્તવિક નથી પરંતુ વિભિન્ન ગૌ વ્યક્તિઓમાં મળતી અગોવ્યાવૃત્તિરૂપ છે. આ અગોઅપોહ દ્વારા “ગૌ” “ગૌ' એ સામાન્ય વ્યવહારની સૃષ્ટિ થાય છે. અને આ સામાન્ય તે જ વ્યક્તિઓમાં પ્રતિભાસિત થાય છે જે વ્યક્તિઓએ પોતાની બુદ્ધિમાં આ પ્રકારના અભેદનું ભાન કરી લીધું છે. અનેક ગાયોમાં અનુસ્મૃત એક નિત્ય અને નિરંશ ગોત્વ અસત્ છે, કેમ કે વિભિન્ન દેશવર્તી વ્યક્તિઓમાં એક સાથે એક ગોત્વનું મળવું અનુભવથી વિરુદ્ધ તો છે જ સાથે સાથે જ વ્યક્તિના અન્તરાલમાં તેની ઉપલબ્ધિ ન હોવાથી બાધિત પણ છે. જેમ છાત્રમંડળ છાત્રવ્યક્તિઓને છોડી પોતાનું પૃથક અસ્તિત્વ ધરાવતું નથી, તે એક પ્રકારની કલ્પના છે જે સંબંધિત વ્યક્તિઓની બુદ્ધિ સુધી જ સીમિત છે, તેમ ગોત્ર અને મનુષ્યત્વ આદિ સામાન્યો પણ કાલ્પનિક છે, બાહ્ય સત્ વસ્તુ નથી. બધી ગાયો ગૌનાં કારણોથી ઉત્પન્ન થઈ છે અને ઉત્પન્ન થયા પછી ગૌનાં કાર્યોને કરે છે, તેથી તેમનામાં અગોકારણવ્યાવૃત્તિ અને અગોકાર્યવ્યાવૃત્તિ અર્થાત અતત્કાર્યકારણવ્યાવૃત્તિ દ્વારા સામાન્યવ્યવહાર થવા લાગે છે. પરમાર્થસત્ ગૌ વસ્તુ ક્ષણિક છે, તેથી તેમાં સકેતનું પણ ગ્રહણ થઈ શકતું નથી. જે ગૌવ્યક્તિમાં સકેતનું ગ્રહણ કરવામાં આવશે તે ગૌ વ્યક્તિ બીજી જ ક્ષણે નાશ પામી જશે એટલે તે સકેત વ્યર્થ બની જાય છે કેમ કે આગલા ક્ષણમાં જે ગૌ વ્યક્તિઓમાં શબ્દોથી વ્યવહાર કરવો છે તે વ્યક્તિઓમાં તો સંકેત જ ગ્રહણ કરવામાં આવ્યો નથી. તે વ્યક્તિઓ તો અસકેતિત જ છે. તેથી શબ્દ વક્તાની વિવલાને સૂચિત કરતો
१. परमार्थकतानत्वे शब्दानामनिबन्धना ।
ન ચાત્ પ્રવૃત્તિપર્યેષુ સમયાન્તરવિકુ | પ્રમાણવાર્તિક, ૩.૨૦૬.