________________
૨૯૨
જૈનદર્શન અસ્તિત્વ વસ્તુનો ધર્મ છે તેવી જ રીતે અભાવ અર્થાત્ પરનાસ્તિત્વ પણ વસ્તુનો જ ધર્મ છે. તેને તુચ્છ યા નિઃસ્વભાવ કહીને ઉડાવી દઈ શકાય નહિ. સાશ્યનો બોધ અને વ્યવહાર આપણે ભલે અગોનિવૃત્તિ આદિ નિષેધમુખથી કરીએ યા સાસ્નાદિમત્ત્વ આદિ સમાનધર્મરૂપ ગોત્વ આદિને જોઈને કરીએ, પરંતુ એનાથી તેની પરમાર્થસત વસ્તતામાં કોઈ બાધા આવતી નથી. જેમ પ્રત્યક્ષ આદિ પ્રમાણોનો વિષય સામાન્ય વિશેષાત્મક પદાર્થ હોય છે તેમ શબ્દસક્ત પણ સામાન્યવિશેષાત્મક પદાર્થમાં જ કરવામાં આવે છે. કેવલ સામાન્યમાં જો સંકેતનું ગ્રહણ કરવામાં આવે તો એનાથી વિશેષ વ્યક્તિઓમાં પ્રવૃત્તિ નહિ થઈ શકે. અનન્ત વિશેષ વ્યક્તિઓ તત્ તત્વરૂપે આપણા જ્ઞાનનો જ્યારે વિષય જ નથી બની શકતી ત્યારે તેમનામાં સંકેતગ્રહણની વાત તો અત્યન્ત અસંભવ છે. સદશ ધર્મોની અપેક્ષાએ શબ્દનો અર્થમાં સકેત ગ્રહણ કરવામાં આવે છે. જે શબ્દવ્યક્તિ અને અર્થવ્યક્તિમાં સંકેત ગ્રહણ કરવામાં આવે છે તેઓ ભલે વ્યવહારકાલ સુધી ના પહોચે પરંતુ તત્સદશ બીજા શબ્દથી તત્સદશ બીજા અર્થની પ્રતીતિ થવામાં શી બાધા છે? એક ઘટશબ્દનો એક ઘટપદાર્થમાં સકેત ગ્રહણ કર્યો હોવા છતાં પણ તત્સદશ યાવત્ ઘટોમાં તત્સદશ યાવત્ ઘટશબ્દોની પ્રવૃત્તિ થાય છે જ. સંકેત ગ્રહણ કર્યા પછી શબ્દાર્થનું સ્મરણ કરીને વ્યવહાર કરવામાં આવે છે. જેવી રીતે પ્રત્યક્ષબુદ્ધિ અતીત અર્થને જાણવા છતાં પણ પ્રમાણ છે તેવી જ રીતે સ્મૃતિ પણ પ્રમાણ જ છે, કેવળ પ્રમાણ જ નહિ પરંતુ સવિષયક પણ છે. જ્યારે અવિસંવાદપ્રયુક્ત પ્રમાણતા સ્મૃતિમાં છે ત્યારે શબ્દ સાંભળી તદ્વાચ્ય અર્થનું સ્મરણ કરીને તથા અર્થને જોઈ તદ્દાચક શબ્દનું સ્મરણ કરીને વ્યવહાર સારી ચલાવી શકાય છે.
એક સામાન્ય વિશેષાત્મક અર્થને વિષય કરવા છતાં પણ ઇન્દ્રિયજ્ઞાન સ્પષ્ટ અને શબ્દજ્ઞાન અસ્પષ્ટ હોય છે, જેમ એક જ વૃક્ષને વિષય કરનારા દૂરવર્તી અને સમીપવર્તી પુરુષોના જ્ઞાનો અસ્પષ્ટ અને સ્પષ્ટ હોય છે. સ્પષ્ટતા અને અસ્પષ્ટતા વિષયભેદના કારણે નથી આવતી પણ આવરણના ક્ષયોપશમથી આવે છે. વળી, શબ્દથી થનારો અર્થનો બોધ માનસ છે અને ઇન્દ્રિયથી થનારું પદાર્થનું જ્ઞાન ઐન્દ્રિયક છે. જેવી રીતે અવિનાભાવ સંબંધથી અર્થનો બોધ કરાવનાર અનુમાન અસ્પષ્ટ હોવા છતાં પણ અવિસંવાદી હોવાના કારણે પ્રમાણ છે તેવી જ રીતે વાવાચકસંબંધના બળે અર્થબોધ કરાવનાર શબ્દજ્ઞાન પણ અવિસંવાદી હોવાના
૧. એજન, પૃ. ૫૬૫.