________________
જૈનદર્શન
૨૯૬
વિષય પરમાર્થ વસ્તુ જ મનાવો જોઈએ. રહી સકેતની વાત, તો સામાન્યવિશેષાત્મક પદાર્થમાં સક્ત કરી શકાય છે. આવો અર્થ વાસ્તવિક છે અને સતકાલ તથા વ્યવહારકાલ સુધી દ્રવ્યદૃષ્ટિએ રહે પણ છે. સમસ્ત વ્યક્તિઓ સમાનપર્યાયરૂપ સામાન્યની અપેક્ષાએ તર્કપ્રમાણ દ્વારા તેવી રીતે સંતનો વિષય પણ બની જશે જેવી રીતે અગ્નિ અને ધૂમની વ્યાપ્તિને ગ્રહણ કરતી વખતે અગ્નિત્વેન સમસ્ત અગ્નિઓ અને ધૂમત્વન સમસ્ત ધૂમો વ્યાપ્તિના વિષય બની જાય છે.
આ આશંકા ઉચિત નથી કે ‘શબ્દ દ્વારા જો અર્થનો બોધ થઈ જતો હોય તો પછી ચક્ષુ આદિ ઇન્દ્રિયોની કલ્પના વ્યર્થ થઈ પડે' કેમ કે શબ્દથી અર્થની અસ્પષ્ટ પ્રતીતિ થાય છે. તેથી અર્થની સ્પષ્ટ પ્રતીતિ માટે ચક્ષુ આદિ ઇન્દ્રિયોની સાર્થકતા છે. આ દૂષણ પણ યોગ્ય નથી કે ‘જેમ અગ્નિને સ્પર્શવાથી ફોલ્લો પડે છે અને બળતરા થાય છે તેવી જ રીતે ‘દાહ’ શબ્દ સાંભળવાથી પણ થવું જોઈએ' કેમ કે ફોલ્લો પડવો યા બળતરા થવી અગ્નિજ્ઞાનનું કાર્ય નથી પરંતુ અગ્નિ અને દેહના સંયોગનું કાર્ય છે. સુષુપ્ત યા મૂર્છિત અવસ્થામાં જ્ઞાન ન હોવા છતાં પણ અગ્નિ પર હાથ પડી જવાથી ફોલ્લો પડી જાય છે અને દૂરથી ચક્ષુ ઇન્દ્રિય દ્વારા અગ્નિને જોવા છતાં પણ ફોલ્લો પડતો નથી. તેથી સામગ્રીભેદથી એક જ પદાર્થમાં સ્પષ્ટ, અસ્પષ્ટ આદિ અનેક પ્રતિભાસ થાય છે.
જો વસ્તુ શબ્દની વાચ્ય ન હોય તો શબ્દોમાં સત્યત્વ અને અસત્યત્વની વ્યવસ્થા કરી શકાય નહિ. એવી પરિસ્થિતિમાં ‘સર્વ ક્ષળિ સત્ત્વાત્' ઇત્યાદિ આપનાં વાક્યો પણ તેવી જ રીતે મિથ્યા બની જશે જેવી રીતે ‘સર્વ નિત્યમ્' ઇત્યાદિ વિરોધી વાક્યો. બધા શબ્દોને વિવક્ષાના સૂચક માનવામાં પણ આ જ દૂષણ અનિવાર્ય છે. જો શબ્દથી માત્ર વિવક્ષાનું જ જ્ઞાન થતું હોય તો શબ્દથી બાહ્ય અર્થની પ્રતિપત્તિ, પ્રવૃત્તિ અને પ્રાપ્તિ ન થવી જોઈએ. તેથી વ્યવહારસિદ્ધિ માટે શબ્દનો વાચ્ય વસ્તુભૂત સામાન્યવિશેષાત્મક પદાર્થ જ મનાવો જોઈએ. શબ્દોમાં સત્યઅસત્યની વ્યવસ્થા પણ અર્થની પ્રાપ્તિ અને અપ્રાપ્તિના નિમિત્તથી જ સ્વીકારવામાં આવે છે. જે શબ્દો અર્થવ્યભિચારી છે તેઓ ખુશીથી શબ્દાભાસ સિદ્ધ થાય, પરંતુ એટલા માત્રથી બધા શબ્દોનો અર્થ સાથે સંબંધ તોડી શકાય નહિ કે ન તો તેમને અપ્રમાણ કહી શકાય. એ સાચું કે શબ્દની પ્રવૃત્તિ બુદ્ધિગત સંકેત અનુસાર થાય છે. જે અર્થમાં જે શબ્દનો જે રૂપે સંકેત કરવામાં આવે છે તે શબ્દ તે અર્થનો તે રૂપે વાચક બને છે અને તે અર્થ વાચ્ય બને છે. જો વસ્તુ સર્વથા અવાચ્ય હોય તો તે વસ્તુ ‘અવાચ્ય’ આદિ શબ્દો દ્વારા પણ નહિ કહી શકાય અને આ રીતે તો જગતમાંથી