________________
૨૯૮
જૈનદર્શન અને શૂદ્ર પાત્રોના મુખથી પ્રાકૃતનું જ ઉચ્ચારણ કરાવવામાં આવ્યું છે. “બ્રાહ્મણે સાધુ શબ્દો જ બોલવા જોઈએ, અપભ્રંશ યા પ્લેચ્છ શબ્દોનો વ્યવહાર ન કરવો જોઈએ,' આદિ વિધિવાક્યોની સૃષ્ટિનો એક જ આશય છે કે ધર્મમાં વેદ અને વેદોપજીવી વર્ગનો અબાધ અધિકાર કાયમ રહે. અધિકાર જમાવી રાખવાની આ ભાવનાએ વસ્તુના સ્વરૂપમાં જ વિપર્યાસ ઉત્પન્ન કરી દેવાનું ચક્કર ચલાવ્યું અને એક માત્ર સતના બળે અર્થબોધ કરાવનાર શબ્દોમાં પણ જાતિભેદ ઉત્પન્ન કરી દીધો. એટલું જ નહિ “અસાધુ દુષ્ટ શબ્દોનું ઉચ્ચારણ તો વજ બનીને ઇન્દ્રની જેમ જીભને જ કાપી નાખશે એવો ભય પણ દેખાડવામાં આવ્યો. તાત્પર્ય એ કે વર્ગભેદના વિશેષાધિકારોનું કુચક્ર ભાષાના ક્ષેત્રમાં પણ અબાધ ગતિએ ચાલ્યું.
વાક્યપદયમાં (૧-૨૭) શિષ્ટ પુરુષો દ્વારા જે શબ્દોનું ઉચ્ચારણ થયું છે એવા આગમસિદ્ધ શબ્દોને સાધુ અને ધર્મનું સાધન માનવામાં આવેલ છે. જો કે અપભ્રંશ આદિ શબ્દો દ્વારા અર્થપ્રતીતિ થાય છે પરંતુ તેમનો પ્રયોગ શિષ્ટ જનો આગમોમાં કરતા ન હોવાથી તેઓ અસાધુ છે.
તન્નવાર્તિક (પૃ. ૨૭૮) આદિમાં પણ વ્યાકરણસિદ્ધ શબ્દોને સાધુ અને વાચકશક્તિયુક્ત ક્યા છે અને સાધુત્વનો આધાર વૃત્તિમત્વને (સકેત દ્વારા અર્થબોધ કરવો એને) ન માનીને વ્યાકરણનિષ્પન્નત્વને જ અર્થબોધ અને સાધુત્વનો આધાર માનવામાં આવેલ છે. આ રીતે જ્યારે અર્થબોધક શક્તિ સંસ્કૃત શબ્દોમાં જ માનવામાં આવી ત્યારે એ પ્રશ્ન સ્વાભાવિક જ ઊઠ્યો કે “પ્રાકૃત અને અપભ્રંશ આદિ શબ્દોથી જે અર્થબોધ થાય છે તે કેવી રીતે થાય છે?' એનું સમાધાન દ્રાવિડી પ્રાણાયામની રીતે કરવામાં આવ્યું. મીમાંસકોનું કહેવું છે કે “પ્રાકૃત આદિ શબ્દોને સાંભળીને સૌપ્રથમ સસ્કૃત શબ્દોનું સ્મરણ થાય છે અને પછી તેમનાથી અર્થબોધ થાય છે. જે લોકોને સંસ્કૃત શબ્દો જ્ઞાત નથી તેમને પ્રકરણ, અર્થાધ્યાહાર આદિ દ્વારા લક્ષણાથી અર્થબોધ થાય છે. જેમ બાળક “અમ્મા', “અમ્મા' આદિ રૂપે અસ્પષ્ટ ઉચ્ચારણ કરે છે પણ સાંભળનારાઓને તદ્વાચક મૂળ “અમ્બ” શબ્દનું સ્મરણ થયા પછી જ અર્થપ્રતીતિ થાય છે તેમ પ્રાકૃત આદિ શબ્દોથી પણ સંસ્કૃત શબ્દોનું સ્મરણ કર્યા પછી જ અર્થબોધ થાય છે. તાત્પર્ય એ કે ક્યાંક સાધુ શબ્દના સ્મરણ દ્વારા, ક્યાંક વાચકશક્તિના ભ્રમથી, ક્યાંક પ્રકરણ અને અવિનાભાવી १. तस्माद् ब्राह्मणेन न म्लेच्छित वै नापभाषित वै, म्लेच्छो ह वा एष अपशब्दः ।
પાતંજલ મહાભાષ્ય, પસ્પશાલિક. ૨. સો વાવટો યજમાન દિનતિ વયેન્દ્ર શત્રુ: સ્વરતોડ થાત્ ા એજન.