________________
૨૮૨
જૈનદર્શન આગમવાદ અને હેતુવાદ
જૈન પરંપરાએ વેદનાં અપૌરુષેયત્વ અને સ્વતઃ પ્રામાણ્યને માન્યાં નથી. તેનું કારણ એ છે કે જે કોઈ પણ શબ્દ ધર્મ અને તેના નિયમ-ઉપનિયમોનું વિધાન કરતો હોય તે વીતરાગ અને તત્ત્વજ્ઞ પુરુષનો આધાર પામ્યા વિના અર્થબોધ કરાવી શકતો નથી. જેમની શબ્દરચનામાં એક સુનિશ્ચિત ક્રમ, ભાવપ્રવણતા અને વિશેષ ઉદેશ્યની સિદ્ધિ કરવાનું પ્રયોજન હોય તે વેદો પુરુષપ્રયત્ન વિના જ ચાલ્યા આવે અર્થાત્ અપૌરુષેય હોય એ શક્ય નથી. મેઘગર્જન આદિ ઘણા શબ્દો એવા હોય છે જેમનો કોઈ વિશેષ અર્થ યા ઉદ્દેશ્ય નથી હોતો, તે શબ્દો ભલે અપૌરુષેય હો, આવા શબ્દોથી કોઈ વિશેષ પ્રયોજનની સિદ્ધિ થઈ શકતી નથી.
વેદને અપૌરુષેય માનવાનું મુખ્ય પ્રયોજન હતું - પુરુષની શક્તિ અને તત્ત્વજ્ઞતા પર અવિશ્વાસ કરવો. જો પુરુષોની બુદ્ધિને સ્વતંત્ર વિચાર કરવાની છૂટ આપવામાં આવે તો કોઈ અતીન્દ્રિય પદાર્થને વિષયમાં કોઈ એક નિશ્ચિત મત સ્થિર થઈ શકવો અસંભવ બની જાય. ધર્મ (યજ્ઞ આદિ) એ અર્થમાં અતીન્દ્રિય છે કે તેનું અનુષ્ઠાન કરવાથી જે સંસ્કાર યા અપૂર્વ પેદા થાય છે તે ક્યારેય પણ ઇન્દ્રિયો દ્વારા ગ્રાહ્ય થતું નથી, અને ન તો તેનું ફળ સ્વર્ગાદિ પણ ઇન્દ્રિયગ્રાહ્ય બને છે. તેથી પરલોક છે કે નહિ' આ વાત આજ પણ વિવાદગ્રસ્ત અને સદેહગ્રસ્ત છે. મીમાંસકે મુખ્યપણે પુરુષની ધર્મજ્ઞતાનો જ નિષેધ કર્યો છે. તેનું કહેવું છે કે ધર્મ અને તેના નિયમ-ઉપનિયમોને વેદ દ્વારા જાણીને જગતના બાકીના બધા પદાર્થોનો જો કોઈ સાક્ષાત્કાર કરતો હોય તો અમને કોઈ આપત્તિ નથી. સિર્ફ ધર્મમાં અન્તિમ પ્રમાણ વેદ જ હોઈ શકે છે, પુરુષનો અનુભવ નહિ. કોઈ પણ પુરુષનું જ્ઞાન એટલું વિશુદ્ધ અને વ્યાપક નથી હોઈ શકતું કે તે ધર્મ આદિ અતીન્દ્રિય પદાર્થોનું પણ પરિજ્ઞાન કરી શકે, અને ન તો પુરુષમાં એટલી વીતરાગતા આવી શકે છે કે જેથી તે પૂર્ણ નિષ્પક્ષ રહીને ધર્મનું પ્રતિપાદન કરી શકે. પુરુષો પ્રાયઃ અમૃતવાદી હોય છે. તેમનાં વચનો પર પૂરો ભરોસો રાખી શકાય નહિ.
વૈદિક પરંપરામાં જ નૈયાયિક આદિએ નિત્ય ઈશ્વરને વેદનો કર્તા કહ્યો છે, તેને અંગે પણ મીમાંસકનું કહેવું છે કે કોઈ એવા સમયની કલ્પના જ કરી શકાતી નથી કે જ્યારે વેદનું અસ્તિત્વ ન હોય. ઈશ્વરની સર્વજ્ઞતા પણ તેના વેદમય હોવાના કારણે જ સિદ્ધ થાય છે. તેની સિદ્ધિ સ્વતઃ નથી.
તાત્પર્ય એ કે જ્યાં વૈદિક પરંપરામાં ધર્મનું અન્તિમ અને નિબંધ અધિકારસૂત્ર વેદના હાથમાં છે ત્યાં જૈન પરંપરામાં ધર્મતીર્થનું પ્રવર્તન તીર્થકર (પુરુષવિશેષ) કરે