________________
પ્રમાણમીમાંસા
૨૮૭ કોઈ પણ અનિશ્ચિતકક વસ્તુને અનાદિ-અનન્ત સિદ્ધ કરી શકાય. આપણે કહી શકીએ કે મહાભારતનો રચનારો અતીતકાલમાં ન હતો કેમ કે અતીતકાલ કાલ છે વર્તમાનકાલની જેમ.
જયારે વૈદિક શબ્દ લૌકિક શબ્દની જેમ જ સંકેતગ્રહણ અનુસાર અર્થનો બોધ કરાવે છે અને ઉચ્ચારણ કર્યા વિના પુરુષને સંભળાતો નથી ત્યારે એવી તે કઈ વિશેષતા છે જેનાથી વૈદિક શબ્દોને અપૌરુષેય અને લૌકિક શબ્દોને પૌરુષેય કહેવાય ? જો કોઈ એક પણ વ્યક્તિ અતીન્દ્રિયાર્થદ્ર ન બની શકતી હોય તો વેદોની અતીન્દ્રિયાર્થપ્રતિપાદકતામાં વિશ્વાસ કેવી રીતે કરી શકાય?
વૈદિક શબ્દોની અમુક છંદોમાં રચના છે. તે રચના કોઈ પુરુષપ્રયત્ન વિના આપોઆપ કેવી રીતે થઈ ગઈ? જો કે મેઘગર્જન આદિ અનેક શબ્દો પુરુષપ્રયત્ન વિના પ્રાકૃતિક સંયોગ-વિયોગોથી થાય છે પરંતુ તેઓ નિશ્ચિત અર્થના પ્રતિપાદક હોતા નથી અને ન તો તેમનામાં સુસંગત છદોરચના અને વ્યવસ્થિતતા જોવામાં આવે છે. તેથી જે વૈદિક શબ્દો મનુષ્યની રચના સમાન જ એક વિશિષ્ટ રચનામાં આબદ્ધ છે તેઓ અપૌરુષેય ન હોઈ શકે.
અનાદિ પરંપરારૂપ હેતુથી વેદની અતીન્દ્રિયાર્થપ્રતિપાદકતાની સિદ્ધિ કરવી તેવી જ રીતે કઠિન છે જેવી રીતે ગાળ અપશબ્દ આદિની પ્રામાણિકતા સિદ્ધ કરવી કઠિન છે. છેવટે વેદનું વ્યાખ્યાન કરવા માટે પણ અતીન્દ્રિયાર્થદર્શી જ અન્તિમ પ્રમાણ બની શકે છે. વિવાદની પરિસ્થિતિમાં “મારો આ અર્થ છે, આ અર્થ મારો નથી' એમ શબ્દો પોતે તો બોલવાના નથી. જો શબ્દ પોતાના અર્થના મામલામાં પોતે જ રોકનાર હોત તો વેદની વ્યાખ્યાઓમાં મતભેદ હોત જ નહિ.
શબ્દ માત્રને નિત્ય માનીને વેદના નિત્યત્વનું સમર્થન કરવું એ પણ પ્રતીતિ વિરુદ્ધ છે કેમ કે તાલ આદિના વ્યાપારથી પુદ્ગલપર્યાયરૂપ શબ્દની ઉત્પત્તિ જ પ્રમાણસિદ્ધ છે, અભિવ્યક્તિ નહિ. સકેત માટે શબ્દને નિત્ય માનવો પણ ઉચિત નથી કેમ કે જેમ અનિત્ય ઘટ આદિ પદાર્થોમાં અમુક ઘટનો નાશ થવા છતાં પણ અન્ય સદશ ઘટો દ્વારા સારશ્યમૂલક વ્યવહાર ચાલે છે તેવી જ રીતે જે શબ્દમાં સતગ્રહણ કર્યું હોય તે શબ્દ ભલે નાશ પામી જાય પરંતુ તેના સદશ અન્ય શબ્દોમાં વાચકવ્યવહારનું હોવું અનુભવસિદ્ધ છે. “આ તે જ શબ્દ છે જેમાં મેં સંકેતનું ગ્રહણ કર્યું હતું આ જાતનું એકત્વપ્રત્યભિજ્ઞાન પણ બ્રાન્તિના કારણે જ થાય છે કેમ કે જ્યારે આપણે તેના સમાન બીજા શબ્દને સાંભળીએ છીએ ત્યારે દીપશિખાની જેમ ભ્રમવશ તેમાં એકત્વનું ભાન થઈ જાય છે.