________________
જૈનદર્શન
અદોષોદ્ભાવન આ બે જ નિગ્રહસ્થાનો માનવા જોઈએ.' વાદીનું કર્તવ્ય છે કે તે નિર્દોષ અને પૂર્ણ સાધન બોલે અને પ્રતિવાદીનું કર્તવ્ય છે કે તે યથાર્થ દોષોનું ઉદ્ભાવન કરે. જો વાદી નિર્દોષ સાચું સાધન ન બોલે યા જે સાધનનું અંગ નથી એવું વચન કહે અર્થાત્ સાધનાંગનું અવચન અને અસાધનાંગનું વચન કહે તો તેનો અસાધનાંગવચનના કારણે પરાજય થાય. તેવી જ રીતે પ્રતિવાદી જો યથાર્થ દોષોનું ઉદ્ભાવન ન કરી શકે યા જે વસ્તુતઃ દોષ નથી તેને દોષ કહે તો દોષાનુદ્ભાવન અને અદોષોદ્ભાવનના કારણે તેનો પરાજય અવશ્યભાવી છે.
૨૭૬
આવી રીતે સામાન્ય લક્ષણ કરવા છતાં પણ ધર્મકીર્તિ પાછા તે જ ભુલાવામાં પડી ગયા. તેમણે અસાધનાંગવચન અને અદોષોદ્ભાવનનાં વિવિધ વ્યાખ્યાન કરીને કહ્યું છે કે ‘અન્વય યા વ્યતિરેક કોઈ એક દૃષ્ટાન્તથી જ સાધ્યની સિદ્ધિ જ્યારે સંભવતી હોય ત્યારે બન્ને દૃષ્ટાન્તોનો પ્રયોગ કરવો એ અસાધનાંગવચન બનશે. ત્રિરૂપ હેતુનું વચન સાધનાગ છે અને તેનું કથન ન કરવું એ અસાધનાંગ છે. પ્રતિજ્ઞા, નિગમન આદિ સાધનનાં અંગ નથી, તેમનું કથન અસાધનાંગવચન છે.’ તેવી જ રીતે તેમણે અદોષોદ્ભાવનના પણ વિવિધ વ્યાખ્યાન કર્યાં છે અર્થાત્ કંઈક કમ બોલવું યા અધિક બોલવું એ તેમની દૃષ્ટિએ પણ અપરાધ છે. આ બધું લખ્યા પછી પણ છેવટે તો તેમણે સૂચવ્યું છે કે સ્વપક્ષસિદ્ધિ અને પરપક્ષનિરાકરણ જ જયપરાજયની વ્યવસ્થાનો આધાર હોવો જોઈએ.
આચાર્ય અકલંકદેવ અસાધનાંગવચન તથા અદોષોદ્ભાવનના ઝઘડાને પણ પસંદ કરતા નથી. ‘ત્રિરૂપને સાધનાંગ માનવામાં આવે, પંચરૂપને નહિ, કોને દોષ માનવો કોને નહિ' આ નિર્ણય એક શાસ્રાર્થનો વિષય છે. શાસ્ત્રાર્થ જ્યારે બૌદ્ધો, નૈયાયિકો અને જૈનો વચ્ચે ચાલે છે જેઓ ક્રમશઃ ત્રિરૂપવાદી, પંચરૂપવાદી અને એકરૂપવાદી છે ત્યારે પ્રત્યેક બીજાની અપેક્ષાએ અસાધનાંગવાદી બની જાય છે. આવી પરિસ્થિતિમાં શાસ્રાર્થના નિયમ ખુદ જ શાસ્રાર્થના વિષય બની જાય છે. તેથી તેમણે દર્શાવ્યું છે કે વાદીનું કામ અવિનાભાવી સાધનથી સ્વપક્ષની સિદ્ધિ કરવાનું અને પરપક્ષનું નિરાકરણ કરવાનું છે, પ્રતિવાદીનું કામ વાદીએ સ્થાપેલા ૧. અસાધના વવનમોોદ્ધાવન ટૂયો:
નિગ્રહસ્થાનમન્યત્તુ ન યુદ્ધમિતિ વૈષ્યતે || વાદન્યાય, પૃ.૧.
૨. વાદન્યાય, પ્રથમ પ્રકરણ.
૩.તલુમ્ - સ્વપક્ષસિદ્ધિરેક્ષ્ય નિગ્રહોઽન્યસ્ય વાલિન:
નાસાધના વનનું નાોષોમાનનું ઢો: ।। અષ્ટસહસ્રી, પૃ. ૮૭.