________________
પ્રમાણમીમાસા
૨૭૭
પક્ષમાં યથાર્થ દોષ દેવાનું અને પોતાના પક્ષની સિદ્ધિ કરવાનું પણ છે. આ રીતે સ્વપક્ષસિદ્ધિ અને પ૨પક્ષનું નિરાકરણ જ, કોઈ જાતના દાવપેચ વિના, જયપરાજયનો આધાર હોવો જોઈએ. આમાં સત્ય, અહિંસા અને ન્યાયની સુરક્ષા છે. સ્વપક્ષની સિદ્ધિ કરનારો કંઈક અધિક બોલી જાય તો પણ કોઈ હાનિ નથી. ‘સ્વપક્ષ પ્રસાધ્ય નૃત્યતોઽપિ રોષામાવાત્ નોવત્' અર્થાત્ પોતાના પક્ષને સિદ્ધ કરીને જો કોઈ નાચે તો પણ કોઈ દોષ નથી.
પ્રતિવાદી જો સીધું વિરુદ્ધ હેત્વાભાસનું ઉદ્ભાવન કરે તો તેણે સ્વતન્ત્રપણે પક્ષની સિદ્ધિ કરવી આવશ્યક નથી, કેમ કે વાદીના હેતુને વિરુદ્ધ કહેવાથી પ્રતિવાદીનો પક્ષ સ્વતઃ સિદ્ધ થઈ જાય છે. પરંતુ પ્રતિવાદી જો અસિદ્ધ આદિ હેત્વાભાસોનું ઉદ્ભાવન કરે તો તેણે પોતાના પક્ષની સિદ્ધિ કરવી પણ અનિવાર્ય છે.' સ્વપક્ષની સિદ્ધિ ન કરનારો શાસ્રાર્થના નિયમ મુજબ ચાલે તો પણ કોઈ પણ પરિસ્થિતિમાં જયનો ભાગી બની શકતો નથી.
આનો નિષ્કર્ષ એ કે નૈયાયિકના મતે છલ આદિનો પ્રયોગ કરીને પોતાના પક્ષની સિદ્ધિ કર્યા વિના જ પ્રતિવાદી સત્ય સાધન બોલનાર વાદીને પણ જીતી શકે છે. બૌદ્ધ પરંપરામાં છલ આદિનો પ્રયોગ વર્જ્ય છે, તો પણ જો વાદી અસાધનાંગવચન બોલે અને પ્રતિવાદી અદોષોદ્ભાવન કરે તો તેમનો પરાજય થાય છે. વાદીનો અસાધનાંગવચનથી પરાજય ત્યારે થાય જ્યારે પ્રતિવાદી બતાવી દે કે વાદીએ અસાધનાંગવચનનો પ્રયોગ કર્યો છે. આ અસાધનાગવચનમાં, જે વિષયને લઈને શાસ્ત્રાર્થ ચાલતો હોય તેની સાથે અસમ્બદ્ધ વાતોના કથનનો અને નાટક આદિની ઘોષણા વગેરેનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. એક સ્થળ એવું પણ આવી શકે છે જ્યાં દુષ્ટ સાધન બોલીને પણ વાદી પરાજિત નહિ થાય. ઉદાહરણાર્થ, વાદીએ દુષ્ટ સાધનનો પ્રયોગ કર્યો. પ્રતિવાદીએ યથાર્થ દોષનું ઉદ્ભાવન ન કરીને અન્ય દોષાભાસોનું ઉદ્ભાવન કર્યું, પછી વાદીએ પ્રતિવાદી દ્વારા દેવામાં આવેલા દોષાભાસોનો પરિહાર કર્યો. આવી પરિસ્થિતિમાં પ્રતિવાદી દોષાભાસોનું ઉદ્દ્ભાવન કરવાના કારણે પરાજિત થઈ જશે. જો કે દુષ્ટ સાધન બોલવાથી વાદીને જય નહિ મળે પરંતુ તે પરાજિત પણ નહિ મનાય. આવી જ રીતે એક સ્થળ એવું છે જ્યાં વાદી નિર્દોષ સાધન બોલે છે, પ્રતિવાદી
१. अकलङ्कोऽप्यभ्यधात् विरुद्धं हेतुमुद्भाव्य वादिनं जयतीतरः ।
આમાલાન્તરમુમાવ્ય ક્ષસિદ્ધિમપેક્ષતે ॥ તત્ત્વાર્થશ્લોકવાર્તિક, પૃ.૨૮૦.
રત્નાકરાવતારિકા, પૃ. ૧૧૪૧.