________________
પ્રમાણમીમાંસા
૨૭૫ થઈ. તેમણે પ્રતિજ્ઞાાનિ આદિ બાવીસ નિગ્રહસ્થાનો માન્યાં છે. સામાન્ય રીતે વિપ્રતિપત્તિ અને અપ્રતિપત્તિ આ બે જ નિગ્રહસ્થાનો અર્થાત્ પરાજયસ્થાનો છે.' વિપ્રતિપત્તિ એટલે વિરુદ્ધ યા અસમ્બદ્ધ બોલવું અને અપ્રતિપત્તિ એટલે પક્ષની સ્થાપના ન કરવી, પ્રતિવાદી દ્વારા સ્થાપિતનો પ્રતિષેધ ન કરવો તથા પ્રતિષિદ્ધ સ્વપક્ષનો ઉદ્ધાર ન કરવો. વિપ્રતિપત્તિ અને અપ્રતિપત્તિ આ બેના જ વિશેષ ભેદો પ્રતિજ્ઞાહાનિ આદિ બાવીસ છે. તે બાવીસ નિગ્રહસ્થાનોમાં દર્શાવવામાં આવ્યું છે કે જો કોઈ વાદી પોતાની પ્રતિજ્ઞાની હાનિ કરે, બીજો હેતુ બોલી જાય, અસમ્બદ્ધ પદ, વાક્ય કે વર્ણ બોલે, એવી રીતે બોલે કે જેથી ત્રણ વાર બોલવા છતાં પણ પ્રતિવાદી અને પરિષદ સમજી ન શકે, હેતુ દષ્ટાન્ત આદિના ક્રમનો ભંગ કરે, અવયવો ન્યૂન યા અધિક કહે, પુનરુક્તિ કરે, પ્રતિવાદી વાદી દ્વારા કહેવામાં આવેલા પક્ષનો અનુવાદ ન કરી શકે, ઉત્તર ન દઈ શકે, દુષણનો અડધો સ્વીકાર કરીને ખંડન કરે, નિગ્રહયોગ્ય હોય તેના માટે નિગ્રહસ્થાનનું ઉદ્ભાવન ન કરી શકે, જે નિગ્રહયોગ્ય ન હોય તેને નિગ્રહસ્થાન બતાવે, સિદ્ધાન્તવિરુદ્ધ બોલે, હેત્વાભાસોનો પ્રયોગ કરે તો તે નિગ્રહસ્થાનમાં આવી પડે અર્થાત્ પરાજય પામે. આ શાસ્ત્રાર્થના કાનૂન છે, જેમનો થોડો પણ ભંગ થતાં સત્યસાધનવાદીના માથે પણ પરાજય આવી શકે છે અને દુષ્ટસાધનવાદી આ અનુશાસનના નિયમોનું પાલન કરી જયલાભ પણ કરી શકે છે. તાત્પર્ય એ કે અહીં શાસ્ત્રાર્થના નિયમોનું બારીકીથી પાલન કરવા અને ન કરવાના પ્રદર્શન ઉપર જ જય અને પરાજયનો આધાર છે, સ્વપક્ષસિદ્ધિ યા પરપક્ષદૂષણ જેવા મૌલિક કર્તવ્ય ઉપર નથી. આમા એ વાતનું ધ્યાન રાખવામાં આવ્યું છે કે પચાવવવાળા અનુમાનપ્રયોગમાં કંઈ પણ કમી અને ક્રમભંગ જો થાય તો તેણે પરાજયનું કારણ બનવું જ જોઈએ.
આચાર્ય ધર્મકીર્તિએ આ છલ, જાતિ અને નિગ્રહસ્થાનોના આધારે થતી જયપરાજયવ્યવસ્થાનું ખંડન કરતાં લખ્યું છે કે જય-પરાજયની વ્યવસ્થાને આ રીતે ગોટાળામાં ન રાખી શકાય. કોઈ પણ સાચા સાધનવાદીનો માત્ર એટલા માટે નિગ્રહ (પરાજય) થવો કારણ કે તે કંઈક વધુ બોલી ગયો યા કમ બોલી ગયો યા તેણે અમુક કાયદાનું પાલન ન કર્યું એ સત્ય, અહિંસા અને ન્યાયની દષ્ટિએ ઉચિત નથી. તેથી વાદી અને પ્રતિવાદી માટે ક્રમશઃ અસાધનાંગવચન અને
૧. વિપ્રતિપત્તિ પ્રતિપત્તિશ નિપ્રદર્શનમ્ | ન્યાયસૂત્ર, ૧.૨.૧૯. ૨. ન્યાયસૂત્ર, ૫.૨.૧.