________________
૨૭૨
-
જૈનદર્શન હેત્વાભાસ આ આઠ નિગ્રહસ્થાનોનો પ્રયોગ ઉચિત માનવામાં આવ્યો છે. અન્ય છલ, જાતિ આદિનો પ્રયોગ આ વાદકથામાં વર્જિત છે. વાદકથાનો ઉદ્દેશ્ય તત્ત્વનિર્ણય કરવાનો છે. જલ્પ અને વિતંડાનો ઉદ્દેશ્ય તત્ત્વસંરક્ષણ કરવાનો છે અને તત્ત્વની સુરક્ષા કોઈ પણ ઉપાયથી કરવામાં તૈયાયિકોને આપત્તિ નથી." ન્યાયસૂત્રમાં (૪.૨.૫૦) સ્પષ્ટ લખ્યું છે કે જે રીતે અંકુરની રક્ષા માટે કાંટાની વાડ કરવામાં આવે છે તેવી જ રીતે તત્ત્વના સંરક્ષણ માટે જલ્પ અને વિતડામાં કાંટા સમાન છલ, જાતિ, આદિ અસત્ ઉપાયોનું અવલંબન લેવું પણ અનુચિત નથી. જનતા મૂઢ અને ગતાનુગતિક હોય છે. તે દુષ્ટ વાદી દ્વારા ઠગાઈને કુમાર્ગ તરફ વળી ન જાય એ ખાતર સન્માર્ગના સંરક્ષણના ઉદ્દેશ્યથી કારુણિક મુનિએ છલ આદિ જેવા અસત્ ઉપાયોનો પણ ઉપદેશ આપ્યો છે.'
વિતંડા નામની કથામાં વાદી પોતાના પક્ષની સ્થાપના કરવાની ચિત્તા છોડી દઈને કેવળ પ્રતિવાદીના પક્ષમાં દૂષણ જ દૂષણ આપીને તેનું મોઢું બંધ કરી દે છે,
જ્યારે જલ્પ નામની કથામાં પરપક્ષના ખંડનની સાથે સાથે જ સ્વપક્ષનું સ્થાપન આવશ્યક છે.
આ રીતે વમતસંરક્ષણના ઉદ્દેશ્યથી એક વાર છલ, જાતિ જેવા અસત ઉપાયોના અવલંબનની છૂટ મળી જતાં તત્ત્વનિર્ણય ગૌણ બની ગયો અને શાસ્ત્રાર્થ માટે એવી નવીન ભાષાની સૃષ્ટિ ઊભી કરવામાં આવી કે તેની શબ્દજાળમાં પ્રતિવાદી એવો તો ગૂંચવાઈ-મૂઝાઈ જાય કે તે પોતાનો પક્ષ જ સિદ્ધ ન કરી શકે. આ ભૂમિકા પર કેવલ વ્યાપ્તિ, હેત્વાભાસ આદિ અનુમાનના અવયવો પર સમગ્ર નબન્યાયની સૃષ્ટિ થઈ છે જેનો આંતરિક ઉદ્દેશ્ય તત્ત્વનિર્ણયની અપેક્ષાએ તત્ત્વસંરક્ષણ જ વિશેષ જણાય છે. ચરકના વિમાનસ્થાનમાં સંધાયસંભાષા અને વિગૃહ્યસંભાષા એ બે ભેદ ઉક્ત વાદ અને જલ્પ-વિતંડાના અર્થમાં જ આવ્યા છે. જો કે નૈયાયિકે છલ આદિને અસત ઉત્તરો માન્યા છે અને સામાન્ય પરિસ્થિતિમાં તેમનો નિષેધ પણ કર્યો છે, પરંતુ કોઈ પણ પ્રયોજનથી જ્યારે એક વાર છલ આદિ ઘૂસી ગયા ત્યારે પછી તો જય-પરાજયના ક્ષેત્રમાં તેમનું જ રાજ થઈ ગયું.
૧. ન્યાયસૂત્ર, ૧.૨.૧. ૨. ન્યાયસૂત્ર, ૧.૨.૨-૩ * ૩. તાતુતિવો તો ૩મા તત્કારિત: |
માહિતિ છતાલીનિ પ્રદ ળિો મુનિ / ન્યાયમંજરી, પૃ.૧૧.