________________
પ્રમાણમીમાંસા
૨૭૧ મીમાંસકોનો અભાવને સ્વતંત્ર પ્રમાણ માનવાનો મત યોગ્ય નથી. વસ્તુ સત્ અને અસત ઉભયાત્મક છે એમાં કોઈ વિવાદ નથી. પરંતુ અસદંશ અર્થાત અભાવાંશ પણ વસ્તુનો ધર્મ હોવાથી યથાસંભવ પ્રત્યક્ષ, પ્રત્યભિજ્ઞાન અને અનુમાન આદિ પ્રમાણોથી જ ગૃહીત થઈ જાય છે. ભૂતલ અને ઘટને “સપર્ટ મૂતલમ્' આ એક પ્રત્યક્ષે જાણ્યા હતાં. પછી શુદ્ધ ભૂતલને જાણનારું પ્રત્યક્ષ જ ઘટાભાવનું ગ્રહણ કરી લે છે, કેમ કે ઘટાભાવ શુદ્ધ ભૂતલરૂપ જ તો છે અથવા “આ તે જ ભૂતલ છે જે પહેલાં ઘટ સહિત હતું આ પ્રકારનું પ્રત્યભિજ્ઞાન પણ અભાવને ગ્રહણ કરી શકે છે. અનુમાનના પ્રકરણમાં ઉપલબ્ધિ અને અનુપલબ્ધિરૂપ અનેક હેતુઓનાં ઉદાહરણો આપ્યાં છે જે અભાવના ગ્રાહક છે. એ કોઈ નિયમ નથી કે ભાવાત્મક પ્રમેય માટે ભાવરૂપ પ્રમાણ અને અભાવાત્મક પ્રમેય માટે અભાવરૂપ પ્રમાણ જ હોવું જોઈએ કેમ કે ઊંચે ઊડતાં પાંદડાના નીચે ન પડવારૂપ અભાવ દ્વારા આકાશમાં વાયુનો સદ્ભાવ જ્ઞાત થાય છે અને શુદ્ધભૂતલગ્રાહી પ્રત્યક્ષથી ઘટાભાવનો બોધ તો પ્રસિદ્ધ જ છે. પ્રાગભાવ આદિનો સ્વરૂપથી તો ઇનકાર થઈ શકતો નથી પરંતુ તેઓ વસ્તુરૂપ જ છે. ઘટનો પ્રાગભાવ મૃર્લિંડને છોડી અન્ય કશું જ નથી. અભાવ ભાવાત્તરરૂપ હોય છે એ અનુભવસિદ્ધ સિદ્ધાન્ત છે. તેથી જ્યારે પ્રત્યક્ષ, પ્રત્યભિજ્ઞા અને અનુમાન આદિ પ્રમાણો દ્વારા જ તેનું ગ્રહણ થઈ જાય છે ત્યારે સ્વતંત્ર અભાવ પ્રમાણ માનવાની કોઈ આવશ્યકતા રહેતી નથી.
કથાવિચાર
સ્વરૂપ - પરાથનુમાનના પ્રસંગમાં કથાનું પોતાનું વિશેષ સ્થાન છે. પક્ષ અને પ્રતિપક્ષને ગ્રહણ કરીને વાદી અને પ્રતિવાદી વચ્ચે જે વચનવ્યવહાર સ્વમતની સ્થાપના સુધી ચાલે છે તેને કથા કહે છે. ન્યાયપરંપરામાં કથાના ત્રણ ભેદ માનવામાં આવ્યા છે - (૧) વાદ, (૨) જલ્પ અને (૩) વિતંડા. તત્ત્વના જિજ્ઞાસુઓની કથાને યા વીતરાગકથાને વાદ કહેવામાં આવે છે. જય-પરાજયના ઈચ્છુક વિજિગીષઓની કથા જલ્પ અને વિતંડા છે. બન્ને કથાઓમાં પક્ષ અને પ્રતિપક્ષનો પરિગ્રહ આવશ્યક છે. વાદમાં પ્રમાણ અને તર્ક દ્વારા સ્વપક્ષસાધન અને પરપક્ષદૂષણ કરવામાં આવે છે. તેમાં સિદ્ધાન્તથી અવિરુદ્ધ પચાવયવ વાક્યનો પ્રયોગ અનિવાર્ય હોવાથી ન્યૂન, અધિક, અપસિદ્ધાન્ત અને પાંચ
૧. માવાસ્તવિનિર્ણો માવોનુ તન્મવેત્ |
સમાવ: સમ્મતત હેતો વિત્ત સમુમવ?li ઉધૃત, પ્રમેયકમલમાર્તડ, પૃ. ૧૬૦.