________________
૨૬૯
પ્રમાણમીમાંસા
(૩) શ્રુતાર્થપત્તિ - “દેવદત્ત દિવસે ખાતો નથી તેમ છતાં જાડો છે' આ વાક્યને સાંભળી તેના રાત્રિભોજનની લ્પના કરવી.
(૪) ઉપમાનાથપત્તિ - ગવયથી ઉપમિત ગાયમાં તે જ્ઞાનનો વિષય બનવાની શક્તિની કલ્પના કરવી.
(૫) અર્થપત્તિપૂર્વિકાર અર્થપત્તિ - “શબ્દ વાચકશક્તિયુક્ત છે, અન્યથા તેનાથી અર્થપ્રતીતિ થાય નહિ' આ અર્થપત્તિથી સિદ્ધ વાચકશક્તિ દ્વારા શબ્દમાં નિત્યત્વની કલ્પના કરવી અર્થાત્ “શબ્દ નિત્ય છે, અન્યથા વાચકશક્તિ ઘટે નહિ આવી પ્રતીતિ કરવી. . (૬) અભાવપૂર્વિકા' અર્થપત્તિ – અભાવપ્રમાણ દ્વારા જીવિત ચૈત્રનો ઘરમાં અભાવ જાણીને ચૈત્રના બહાર હોવાની કલ્પના કરવી.
આ અર્થપત્તિઓમાં અવિનાભાવ તે જ સમયે ગૃહીત થાય છે. અનુમાનમાં લિંગનો અવિનાભાવ દષ્ટાન્તમાં પહેલેથી જ નિશ્ચિત કરી લેવામાં આવે છે, જ્યારે અર્થપત્તિમાં પક્ષમાં જ ઝટ અવિનાભાવનો નિશ્ચય કરવામાં આવે છે. અનુમાનમાં હેતુનું પક્ષધર્મત્વ આવશ્યક છે જ્યારે અર્થપત્તિમાં પક્ષધર્મત્વને આવશ્યક માનવામાં નથી આવેલ, જેમ કે “ઉપરની તરફ વરસાદ થયો છે, નીચેના ભાગમાં નદીમાં પૂર અન્યથા આવે નહિ”. અહીં નીચેના ભાગમાં નદીપૂરને જોઈ તરત જ ઉપરના ભાગે થયેલા વરસાદની જે કલ્પના થાય છે તેમાં ન તો પક્ષધર્મ છે કે ન તો પહેલેથી કોઈ સપક્ષમાં વ્યાપ્તિને ગ્રહણ કરવામાં આવી છે.
પરંતુ આટલામાત્રથી અર્થપત્તિને અનુમાનથી ભિન્ન માની ન શકાય. અવિનાભાવી એક અર્થ ઉપરથી બીજા પદાર્થનું જ્ઞાન કરવું જેમ અનુમાનમાં છે તેમ અર્થપત્તિમાં પણ છે. અમે પહેલાં દર્શાવી ગયા છીએ કે પક્ષધર્મત્વ અનુમાનનું કોઈ આવશ્યક અંગ નથી. કૃત્તિકોદય આદિ હેતુ પક્ષધર્મરહિત હોવા છતાં પણ સહેતું છે જ્યારે મિત્રાતનયત્વ આદિ હેત્વાભાસ પક્ષધર્મત્વ ધરાવતા હોવા છતાં પણ ગમક નથી. તેવી જ રીતે સપક્ષમાં પહેલેથી વ્યાપ્તિને ગ્રહણ ન કરવી એ કંઈ એટલી મોટી વિશેષતા નથી કે તેના આધાર પર અર્થપત્તિને અનુમાનથી પૃથક પ્રમાણ મનાય. વળી, બધાં અનુમાનોમાં સપક્ષમાં વ્યાપ્તિને ગ્રહણ કરવી આવશ્યક પણ નથી.
૧. એજન, શ્લોક પ૧ ૩. એજન, શ્લોક ૫-૮. ૫. એજન, શ્લોક ૩૦.
૨. એજન, શ્લોક ૪. ૪. એજન, શ્લોક ૯.