________________
૨૬૮
જૈનદર્શન માનતાં પ્રત્યક્ષ જ માને છે. તે વિચારે છે કે જ્યારે અગ્નિ અને ધૂમની વ્યાપ્તિ પહેલાં ગ્રહણ કરી નથી ત્યારે અગૃહીતવ્યાપ્તિક પુરુષને થનારું અગ્નિજ્ઞાન અનુમાનની કોટિમાં ન આવવું જોઈએ. પરંતુ પ્રજ્ઞાકરનો આ મત યોગ્ય નથી. જ્યારે ઇન્દ્રિય અને પદાર્થના સંબંધથી પ્રત્યક્ષનું ઉત્પન્ન થવું નિશ્ચિત છે ત્યારે જે અગ્નિ પરોક્ષ છે અને જેની સાથે આપણી ઇન્દ્રિયોનો કોઈ સંબંધ નથી તે અગ્નિનું જ્ઞાન પ્રત્યક્ષની કોટિમાં કેવી રીતે આવી શકે? એ સાચું કે વ્યક્તિએ “જ્યાં જ્યાં ધૂમ હોય છે ત્યાં ત્યાં અગ્નિ હોય છે, અવિના અભાવમાં ધૂમ ક્યારેય હોતો નથી” આ પ્રકારે સ્પષ્ટપણે વ્યાપ્તિનો નિશ્ચય નથી કર્યો, પરંતુ અનેક વાર અગ્નિ અને ધૂમને જોયા પછી તેના મનમાં અગ્નિ અને ધૂમના સંબંધના સૂક્ષ્મ સંસ્કાર અવશ્ય હતા અને તે જ સૂક્ષ્મ સંસ્કાર અચાનક ધુમાડાને જોઈને જાગે છે અને અગ્નિનું જ્ઞાન કરાવી દે છે. અહીં તો ધૂમનું જ પ્રત્યક્ષ છે, અગ્નિ તો સામે છે જ નહિ. તેથી આ પરોક્ષ અગ્નિજ્ઞાનને સામાન્ય રીતે શ્રતમાં સ્થાન આપી શકાય કેમ કે તેમાં એક અર્થથી અર્થાન્તરનું જ્ઞાન કરવામાં આવ્યું છે. તેને અનુમાન કહેવામાં પણ કોઈ વિશેષ બાધા નથી કેમ કે વ્યાપ્તિના સૂક્ષ્મ સંસ્કાર તેના મન પર અંકિત હતા જ. વળી, આ જ્ઞાન અવિશદ છે, તેથી પ્રત્યક્ષ ન કહી શકાય. અર્થપત્તિ અનુમાનમાં અત્તભૂત છે
મીમાંસક અર્થપત્તિને પૃથક પ્રમાણ માને છે. કોઈ દષ્ટ કે શ્રુત પદાર્થ ઉપરથી તે પદાર્થ જેના વિના હોતો નથી તે અવિનાભાવી અદષ્ટ અર્થની કલ્પના કરવી એ અર્થપત્તિ છે. તેનાથી અતીન્દ્રિય શક્તિ આદિ પદાર્થોનું જ્ઞાન થાય છે. તેના છ પ્રકાર છે - . (૧)પ્રત્યક્ષપૂર્વિકા અર્થપત્તિ - પ્રત્યક્ષથી જ્ઞાત દાહ દ્વારા અગ્નિમાં દહનશક્તિની કલ્પના કરવી. શક્તિ પ્રત્યક્ષથી જાણી શકાતી નથી, કેમ કે તે અતીન્દ્રિય છે.
(૨) અનુમાનપૂર્વિકા અર્થપત્તિ - દેશાન્તરપ્રાપ્તિરૂપ હેતુથી સૂર્યની ગતિનું અનુમાન કરીને પછી ગતિથી સૂર્યમાં ગમનશક્તિની કલ્પના કરવી. १. अत्यन्ताभ्यासतस्तस्य झटित्येव तदर्थदृक् । | મમ્મત ઘૂમતો ક્ષિપ્રતીતિવિ ટેહિનામ્ | પ્રમાણવાર્તિકાલંકાર, ૨.૧૩૯. ૨. મીમાંસાશ્લોકવાર્તિક, અર્થપત્તિ, શ્લોક ૧. ૩. એજન, શ્લોક ૩. ૪. એજન, શ્લોક ૩.