________________
પ્રમાણમીમાંસા
. ૨૬૫ કેમ કે તે પદાર્થોનો એકજ્ઞાનસંસર્ગી કોઈ પદાર્થ ઉપલબ્ધ નથી થતો. આ દશ્યતાને “ઉપલબ્ધિલક્ષણપ્રાપ્ત' શબ્દ વડે પણ વર્ણવવામાં યા કહેવામાં આવે છે. આ રીતે બૌદ્ધો દશ્યાનુપલબ્ધિને ગમક અને અદશ્યાનુપલબ્ધિને સંશય હેતુ માને છે.
પરંતુ જૈન તાર્કિક અકલંકદેવ કહે છે કે દેશ્યત્વનો અર્થ કેવળ પ્રત્યક્ષવિષયત્વ જ નથી પરંતુ તેનો અર્થ છે પ્રમાણવિષયત્વ. જે વસ્તુ જે પ્રમાણનો વિષય હોય તે વસ્તુ જો તે જ પ્રમાણથી ઉપલબ્ધ ન થાય તો તેનો અભાવ સિદ્ધ થઈ જવો જોઈએ. ઉપલભનો અર્થ પ્રમાણસામાન્ય છે. ઉદાહરણાર્થ, મૃત શરીરમાં સ્વભાવથી અતીન્દ્રિય પરચૈતન્યનો અભાવ પણ આપણે સિદ્ધ કરીએ છીએ. અહીં પરચૈતન્યમાં પ્રત્યક્ષવિષયવરૂપ દશ્યત્વ તો છે નહિ, કેમ કે પરચૈતન્ય ક્યારેય પણ આપણા પ્રત્યક્ષનો વિષય બનતું નથી. આપણે તો વચન, ઉષ્ણતા, શ્વાસોચ્છવાસ યા આકારવિશેષ આદિ દ્વારા શરીરમાં માત્ર તેનું અનુમાન કરીએ છીએ. તેથી તે જ વચન આદિના અભાવ ઉપરથી ચૈતન્યનો અભાવ સિદ્ધ થવો જોઈએ. જો અદેશ્યાનુપલબ્ધિને સંશય હેતુ માનીએ તો આત્માની સત્તા પણ કેવી રીતે સિદ્ધ થઈ શકશે? આત્મા આદિ અદશ્ય પદાર્થ અનુમાનના વિષય હોય છે. તેથી આપણે જો તેમના સાધક ચિહ્નોના અભાવમાં તેમની અનુમાનથી પણ ઉપલબ્ધિ ન કરી શકીએ તો જ તેમનો અભાવ માનવો જોઈએ. એ વાત સાચી કે જે પદાર્થોને આપણે કોઈ પણ પ્રમાણથી ન જાણી શકતા હોઈએ તે પદાર્થોનો અભાવ આપણે અનુપલબ્ધિથી સિદ્ધ ન કરી શકીએ. જો પરશરીરમાં ચૈતન્યનો અભાવ આપણે અનુપલબ્ધિથી ન જાણી શકતા હોઈએ અને સંશય જ રહેતો હોય તો મૃત શરીરને દાહ દેવો કઠિન બની જાય અને દાહ દેનારાઓને સદેહના કારણે પાતકી બનવું પડે.' જગતનો સમસ્ત ગુરુશિષ્યભાવ, જગતના લેવડ-દેવડ આદિ વ્યવહારો અતીન્દ્રિય ચૈતન્યનો આકૃતિવિશેષ આદિ દ્વારા સદ્ભાવ માનીને જ ચાલે છે અને આકૃતિવિશેષ આદિના અભાવમાં ચૈતન્યનો અભાવ જાણીને મૃતક સાથે તે વ્યવહારો નથી કરવામાં આવતા. તાત્પર્ય એ કે જે પદાર્થોને આપણે જે જે પ્રમાણોથી જાણીએ તે પદાર્થોનો તે તે પ્રમાણોની નિવૃત્તિ થતાં અભાવ અવશ્ય માનવો જોઈએ. તેથી દશ્યત્વનો માત્ર પ્રત્યક્ષત્વ એવો સંકુચિત અર્થ ન કરતાં “પ્રમાણવિષયત્વ' અર્થ કરવો જ ઉચિત પણ છે અને વ્યવહાર્ય પણ છે.
१. अदृश्यानुपलम्भादभावासिद्धिरित्ययुक्तं परचैतन्यनिवृत्तावारेकापत्तेः, संस्कर्तृणां પવિત્વપ્રસન્ન, વઘુતમપ્રત્યક્ષા સોવિનિવૃત્તિનિયાહૂ | અષ્ટશતી, અષ્ટસહસ્ત્રી, પૃ.૫૨.