________________
૨૬૪
જૈનદર્શન વધારીને બધી વિધિ અને નિષેધ સાધક ઉપલબ્ધિ અને અનુપલબ્ધિઓને તેમનામાં જ સમાવિષ્ટ કરી દીધી છે. અકલકદેવે પ્રમાણસંગ્રહમાં (પૃ. ૧૦૪-૧૦૫) સદ્ભાવસાધક છે અને પ્રતિષેધસાધક ત્રણ એમ નવ ઉપલબ્ધિઓ અને પ્રતિષેધસાધક છ અનુપલબ્ધિઓનું કંઠોક્ત વર્ણન કરીને શેષનો તેમનામાં જ અન્તર્ભાવ કરી દેવાનું સૂચન કર્યું છે.
પરંપરાથી સંભાવિત હેતુઓ - કાર્યનાં કાર્ય, કારણનાં કારણ, કારણના વિરોધી આદિ હેતુઓનો એમનામાં જ અન્તર્ભાવ થઈ જાય છે. અદેશ્યાનુપલબ્ધિ પણ અભાવસાધક
બૌદ્ધ દશ્યાનુપલબ્ધિથી જ અભાવની સિદ્ધિ માને છે. દશ્યથી એમનું તાત્પર્ય એવી વસ્તુ છે કે જે વસ્તુ સૂક્ષ્મ, અન્તરિત યા દૂરવર્તી ન હોય અને જે પ્રત્યક્ષનો વિષય બની શકતી હોય. એવી વસ્તુ ઉપલબ્ધિના સમસ્ત કારણો હાજર હોવા છતાં પણ જો ઉપલબ્ધ ન થાય તો તેનો અભાવ સમજવો જોઈએ. સૂક્ષ્મ આદિ વિપ્રકૃષ્ટ પદાર્થોમાં આપણા જેવા લોકોના પ્રત્યક્ષ આદિ પ્રમાણોની નિવૃત્તિ હોવા છતાં પણ તે પદાર્થોનો અભાવ નથી હોતો. પ્રમાણની પ્રવૃત્તિથી પ્રમેયનો સદ્ભાવ તો જણાય છે પરંતુ પ્રમાણની નિવૃત્તિથી પ્રમેયનો અભાવ છે એમ ન કહી શકાય. તેથી વિપ્રકૃષ્ટ વિષયોની અનુપલબ્ધિ સંશયનું કારણ હોવાથી અભાવસાધક નથી બની શકતી. વસ્તુના દશ્યત્વનો આટલો જ અર્થ છે કે વસ્તુનો ઉપલંભ કરનારાં બધા કારણોની સમગ્રતા હોવી અને વસ્તુમાં એક વિશેષ સ્વભાવ હોવો. ઘટ અને ભૂતલ એકજ્ઞાનસંસર્ગ છે, જેટલાં કારણોથી ભૂતલ દેખાય છે તેટલાં જ કારણોથી ઘડો પણ દેખાય છે. તેથી જ્યારે શુદ્ધ ભૂતલ દેખાતું હોય ત્યારે એ તો માનવું જ પડે કે ત્યાં ભૂતલની ઉપલબ્ધિની તે બધી સામગ્રી વિદ્યમાન છે જેનાથી ઘડો જો હોત તો તે પણ અવશ્ય દેખાત. તાત્પર્ય એ કે એકજ્ઞાનસંસર્ગી પદાર્થાન્તરની ઉપલબ્ધિ એ વાતનું પાકું પ્રમાણ છે કે ત્યાં ઉપલબ્ધિની સમસ્ત સામગ્રી છે. ઘડામાં તે સામગ્રી દ્વારા પ્રત્યક્ષ થવાનો સ્વભાવ પણ છે, કેમ કે જો ત્યાં ઘડાને લાવવામાં આવે તો તે જ સામગ્રી દ્વારા તે અવશ્ય દેખાય. પિશાચ આદિ યા પરમાણુ આદિ પદાર્થોમાં તે સ્વભાવવિશેષ નથી, તેથી સામગ્રીની પૂર્ણતા હોવા છતાં પણ તેમનું પ્રત્યક્ષ થઈ શકતું નથી. અહીં સામગ્રીની પૂર્ણતા હોવાનું પ્રમાણ એટલા માટે નથી આપી શકાતું
૧. ન્યાયબિન્દુ, ૨.૨૮-૩૦, ૪૬. ૨. ન્યાયબિન્દુ, ૨.૪૮-૪૯.