________________
૧૨૦
જૈનદર્શન ઇચ્છા આદિ સ્વતંત્ર આત્માના ધર્મો છે
ઇચ્છા, સંકલ્પશક્તિ અને ભાવનાઓ કેવળ ભૌતિક મસ્તિષ્કની ઉપજ છે એમ નહિ કહી શકાય કેમ કે કોઈ પણ ભૌતિક યત્રમાં સ્વયં ચાલવાની, તૂટ્યા પછી પોતે જાતે જ પોતાને સાંધી દેવાની અને પોતાના સજાતીયને પેદા કરવાની ક્ષમતા નથી દેખાતી. અવસ્થા અનુસાર વધવું, ઘાનું આપોઆપ પુરાવું, જીર્ણ થઈ જવું, ઇત્યાદિ ધર્મ એવા છે જેમનું સમાધાન કેવળ ભૌતિકતાથી નથી થઈ શકતું. હજારો પ્રકારનાં નાનામોટાં યંત્રોનો આવિષ્કાર, જગતના વિભિન્ન કાર્યકારણભાવોને સ્થિર કરવા, ગણિતના આધારે જ્યોતિષવિદ્યાનો વિકાસ, મનોરમ કલ્પનાઓથી સાહિત્યાકાશને રંગબેરંગી બનાવવું, આદિ વાતો એક સ્વયં સમર્થ, સ્વયં ચૈતન્યશાલી દ્રવ્યનું જ કાર્ય હોઈ શકે છે. તેના વ્યાપક, અણુપરિમાણ યા મધ્યમપરિમાણનો પ્રશ્ન આપણી સામે છે. અનુભવસિદ્ધ કાર્યકારણભાવ આપણને આત્માને સંકોચ-વિસ્તારસ્વભાવવાળુ સ્વભાવતઃ અમૂર્તિક દ્રવ્ય માનવા પ્રેરિત કરે છે. કોઈ અસયુક્ત અખંડ દ્રવ્યના ગુણોનો વિકાસ નિયત પ્રદેશોમાં ન થઈ શકે.
એ પ્રશ્ન ઉઠાવી શકાય કે જેવી રીતે આત્માને શરીરપરિમાણ માનવા છતાં પણ જોવાની શક્તિ આંખમાં રહેલા આત્મપ્રદેશોમાં જ માનવામાં આવી છે અને સુંઘવાની શક્તિ નાકમાં રહેલા આત્મપ્રદેશોમાં જ માનવામાં આવી છે, તેવી જ રીતે આત્માને વ્યાપક માનીને શરીરાન્તર્ગત આત્મપ્રદેશોમાં જ્ઞાન આદિ ગુણોનો વિકાસ કેમ ન માની શકાય ? આનો ઉત્તર એ છે કે શરીરપ્રમાણ આત્મામાં જોવાની અને સુંઘવાની શક્તિ કેવળ તે તે આત્મપ્રદેશોમાં જ નથી માનવામાં આવી પરંતુ સંપૂર્ણ આત્મામાં માનવામાં આવી છે. તે આત્મા પોતાના પૂર્ણ શરીરમાં સક્રિય રહે છે, તેથી આત્મા તે તે ચક્ષુ, નાક આદિ ઉપકરણોના ઝરૂખાઓમાંથી રૂપ, ગંધ આદિનું પરિજ્ઞાન કરે છે. પોતાની વાસનાઓ અને કર્મસંસ્કારોના કારણે આત્માની અનન્ત શક્તિ આ રીતે છિન્નવિચ્છિન્ન રૂપે પ્રકટ થાય છે. જ્યારે કર્મવાસનાઓ અને સૂક્ષ્મ કર્મશરીરનો સંપર્ક છૂટી જાય છે ત્યારે આત્મા પોતાના અનન્ત ચૈતન્ય સ્વરૂપમાં લીન થઈ જાય છે. તે સમયે તેના આત્મપ્રદેશો અન્તિમ શરીરના આકારમાં જ રહી જાય છે કેમ કે તેમના ફેલાવાનું અને સંકોચાવાનું કારણ જે કર્મ હતું તે તો નાશ પામી ગયું છે, તેથી તેના અન્તિમ શરીરનો જ આકાર રહી જાય એ સ્વાભાવિક છે.
સંસારાવસ્થામાં આત્માની એટલી તો પરત– દશા થઈ ગઈ છે કે તે પોતાની કોઈ પણ શક્તિનો વિકાસ શરીર અને ઇન્દ્રિયોની સહાયતા વિના કરી શકતો