________________
સાત તત્ત્વોનું નિરૂપણ
૧૮૭ બુદ્ધના શિષ્યોએ નિર્વાણના સંબંધમાં અનેક પ્રકારની કલ્પનાઓ કરી. એક કલ્પના એ કે નિર્વાણ તે છે જેમાં ચિત્તસન્તતિ નિરાગ્નવ બની જાય છે અર્થાત્ ચિત્તનો મેલ ધોવાઈ જાય છે અને ચિત્ત શુદ્ધ બની જાય છે. આને સોપધિશેષ નિર્વાણ કહે છે. બીજી કલ્પના એ કે નિર્વાણ તે છે જેમાં દીપકની જેમ ચિત્તસંતતિ પણ બુઝાઈ જાય છે અર્થાત્ તેનું અસ્તિત્વ જ સમાપ્ત થઈ જાય છે. આ નિરુપધિશેષ નિર્વાણ કહેવાય છે. રૂપ, વેદના, વિજ્ઞાન, સંજ્ઞા અને સંસ્કાર આ પચસ્કલ્પરૂપ આત્મા માનવાનું આ સહજ પરિણામ હતું કે નિર્વાણ દિશામાં તેનું અસ્તિત્વ ન રહે. આશ્ચર્ય તો એ વાતનું છે કે બુદ્ધ નિર્વાણ અને આત્માના પરલોકગામિત્વનો નિર્ણય દર્શાવ્યા વિના જ માત્ર દુઃખનિવૃત્તિના સર્વાગીણ ઔચિત્યનું સમર્થન કરતા રહ્યા. -
જો નિર્વાણમાં ચિત્તસંતતિનો નિરોધ થઈ જતો હોય, તે દીપકની જ્યોતિની જેમ બુઝાઈ જતી હોય, તો બુદ્ધ ઉચ્છેદવાદના દોષથી કેવી રીતે બચી શકે ? આત્માના નાસ્તિત્વનો ઇનકાર તો તે એ ભયે કરતા હતા કે જો આત્માને નાસ્તિ માનવામાં આવે તો ચાર્વાકની જેમ ઉચ્છેદવાદની આપત્તિ આવે. નિર્વાણ અવસ્થામાં ઉચ્છેદ માનવામાં અને મરણ પછી ઉચ્છેદ માનવામાં તાત્વિક દષ્ટિએ કોઈ અત્તર નથી. ઊલટું ચાર્વાકનો સહજ ઉચ્છેદ બધાને સુકર તો શું, અનાયાસસાધ્ય હોવાથી સુગ્રાહ્ય પણ છે જ્યારે બુદ્ધનો નિર્વાણોત્તર ઉચ્છેદ અનેક પ્રકારના બ્રહ્મચર્યવાસ અને ધ્યાન આદિનાં કષ્ટોથી સાધ્ય હોવાના કારણે દુર્વાહ્ય છે.
જ્યારે ચિત્તસત્તતિ ભૌતિક નથી અને તેની સંસારકાલમાં પ્રતિસન્ધિ (પરલોકગમન) થાય છે ત્યારે નિર્વાણ અવસ્થામાં તેનો સમૂલોચ્છેદ માનવામાં કોઈ ઔચિત્ય જણાતું નથી. તેથી મોક્ષ અવસ્થામાં તે ચિત્તસન્તતિનું અસ્તિત્વ માનવું જ જોઈએ જે અનાદિ કાળથી આગ્નવમલોથી મલિન થતી રહી હતી અને જેને સાધના દ્વારા નિરાસ્રવ (શુદ્ધ) અવસ્થામાં પહોંચાડી દેવામાં આવી છે. તત્ત્વસંગ્રહપરિકામાં (પૃ.૧૦૪) આચાર્ય કમલશીલે સંસાર અને નિર્વાણના સ્વરૂપનું પ્રતિપાદન કરતો આ પ્રાચીન શ્લોક ઉધૃત કર્યો છે –
चित्तमेव हि संसारो रागादिक्लेशवासितम् ।
तदेव तैर्विनिर्मुक्तं भवान्त इति कथ्यते ॥ અર્થાત્, રાગ આદિ કલેશો અને વાસનાઓથી મલિન ચિત્તને જ સંસાર કહેવામાં આવે છે અને જ્યારે તે જ ચિત્ત રાગ આદિ ક્લેશો અને વાસનાઓથી મુક્ત થઈ વિશુદ્ધ બની જાય છે ત્યારે તેને ભવાન્ત અર્થાત્ નિર્વાણ કહેવામાં