________________
પ્રમાણમીમાંસા
૨૨૩ હોવાથી તેમ જ તે નીચેની તરફ અધિક વિષયને જાણતું હોવાથી તે અવધિજ્ઞાન કહેવાય છે. તેના ત્રણ ભેદો છે - દેશાવધિ, પરમાવધિ અને સર્વાવધિ. મનુષ્ય અને તિર્યંચોને ગુણપ્રત્યય દેશાવધિ હોય છે અને દેવો તથા નારકીઓને ભવપ્રત્યય દેશાવધિ હોય છે. ભવપ્રત્યય દેશાવધિમાં કર્મનો ક્ષયોપશમ તે પર્યાયના (વિપર્યાયના કે નારકીપર્યાયના) નિમિત્તથી જ થઈ જાય છે, જ્યારે મનુષ્યો અને તિર્યંચોને થનારા ગુણપ્રત્યય દેશાવધિમાં કર્મનો ક્ષયોપશમ ગુણનિમિત્તક હોય છે. પરમાવધિ અને સર્વાવધિ ચરમશરીરીમુનિને જ હોય છે. દેશાવધિ પ્રતિપાતી હોય છે, પરંતુ પરમાવધિ અને સર્વાવધિ પ્રતિપાતી હોતાં નથી. સંયમથી ટ્યુત થઈ અવિરત અને મિથ્યાત્વ ભૂમિકા પર આવી જવું એ પ્રતિપાત કહેવાય છે. અથવા, મોક્ષપ્રાપ્તિ પહેલાં જે અવધિજ્ઞાન જતું રહે છે તે પ્રતિપાતી છે. અવધિજ્ઞાન સૂક્ષ્મતાની દષ્ટિએ એક પરમાણુને જાણી શકે છે. મન:પર્યયજ્ઞાન
મન:પર્યયજ્ઞાન એટલે બીજાના મનની વાતને જાણનારું જ્ઞાન. તેના બે ભેદ છે – એક ઋજુમતિ અને બીજું વિપુલમતિ. ઋજુમતિ સરલ મન, વચન અને કાયાથી વિચારવામાં આવેલા પદાર્થને જાણે છે જ્યારે વિપુલમતિ સરલ અને કુટિલ બન્ને રીતે વિચારવામાં આવેલા પદાર્થને જાણે છે. મન:પર્યયજ્ઞાન પણ ઈન્દ્રિય અને મનની સહાયતા વિના જ ઉત્પન્ન થાય છે. બીજાનું મન તો મન પર્યયજ્ઞાનમાં કેવળ આલંબન છે. “મન:પર્યયજ્ઞાની બીજાના મનમાં આવતા વિચારોને અર્થાત્ વિચાર કરતા મનના પર્યાયોને સાક્ષાત્ જાણે છે અને તે અનુસાર બાહ્ય પદાર્થોને અનુમાનથી જાણે છે' આ મત એક આચાર્યનો છે.' બીજા આચાર્યો મન:પર્યયજ્ઞાન દ્વારા બાહ્ય પદાર્થનું સાક્ષાત્ જ્ઞાન પણ માને છે. મન:પર્યયજ્ઞાન પ્રકૃષ્ટ ચારિત્રવાળા સાધુને જ થાય છે. તેનો વિષય અવધિજ્ઞાનના વિષયથી અનન્તમો ભાગ સૂક્ષ્મ હોય છે. તેનું ક્ષેત્ર મનુષ્યલોક જેટલું જ બરાબર છે, અર્થાત્ મનુષ્યલોક છે.
કેવલજ્ઞાન
સમસ્ત જ્ઞાનાવરણનો સમૂલ નાશ થતાં પ્રકટતું નિરાવરણ જ્ઞાન કેવલજ્ઞાન છે. આ જ્ઞાન આત્મમાત્રસાપેક્ષ ઉત્પન્ન થાય છે અને કેવલ અર્થાત એકલું હોય છે. ૧. તસ્વાર્થવાર્તિક, ૧.૨૬. ૨. નાળ જોડકુમાળનું વિશેષાવશ્યકભાષ્ય, ગાથા ૮૧૪.