________________
૨૪૫
પ્રમાણમીમાંસા હોવાના કારણે તેમ જ પ્રત્યક્ષ દ્વારા ગૃહીત અર્થને વિષય કરનાર એક વિકલ્પ હોવાના કારણે પ્રમાણ નથી.' આમ બૌદ્ધ તર્કને સ્પષ્ટપણે અપ્રમાણ કહે છે.
અકલંકદેવે પોતાના વિષયમાં અવિસંવાદી હોવાના કારણે તેને સ્વયં પ્રમાણ માનેલ છે. જે સ્વયં પ્રમાણ ન હોય તે પ્રમાણોનો અનુગ્રહ કેવી રીતે કરી શકે ? અપ્રમાણ પ્રમાણના વિષયનું ન તો વિવેચન કરી શકે છે કે ન તો પરિશોધન કરી શકે છે. જે તર્કમાં વિસંવાદ જોવામાં આવે તે તર્વાભાસને આપણે અપ્રમાણ કહી શકીએ છીએ, પરંતુ એટલા માત્રથી અવિસંવાદી તર્કને પણ પ્રમાણથી બહાર ન રાખી શકાય. જગતમાં જેટલા પણ ધુમાડાઓ છે તે બધા જ અરિજન્ય છે, અનચિજન્ય કદી નથી હોઈ શકતા' આટલો લાંબો વ્યાપાર ન તો અવિચારક ઈન્દ્રિયપ્રત્યક્ષ કરી શકે છે કે ન તો સુખાદિસંવેદક માનસપ્રત્યક્ષ. ઇન્દ્રિયપ્રત્યક્ષનું ક્ષેત્ર નિયત અને વર્તમાન છે. માનસ પ્રત્યક્ષ વિશદ છે અને ઉપયુક્ત સર્વોપસંહારી વ્યાતિજ્ઞાન અવિશદ છે એટલે વ્યાતિજ્ઞાન અર્થાત્ તર્કનો માનસ પ્રત્યક્ષમાં અન્તર્ભાવ થઈ શકતો નથી. અનુમાનથી વ્યાપ્તિનું ગ્રહણ એટલા માટે થઈ શકતું નથી કેમ કે અનુમાનની ખુદની ઉત્પત્તિ જ વ્યાપ્તિને અધીન છે. વ્યાતિજ્ઞાનને સંબંધગ્રાહી પ્રત્યક્ષનું ફળ કહીને પણ અપ્રમાણ ન કહી શકાય કેમ કે એક તો પ્રત્યક્ષ કાર્યભૂત વસ્તુ અને કારણભૂત વસ્તુને જ જાણે છે, તેમના કાર્યકારણસંબંધને જાણતું નથી. વળી, બીજા જ્ઞાનનું ફળ હોવું એ પ્રમાણતામાં બાધક પણ નથી. જેવી રીતે વિશેષણજ્ઞાન સન્નિકર્ષનું ફળ હોવા છતાં પણ વિશેષ્યજ્ઞાનરૂપી અન્ય ફળનું જનક હોવાથી પ્રમાણ છે, તેવી જ રીતે તર્ક પણ અનુમાનજ્ઞાનનું કારણ હોવાથી ત્યાં હાન, ઉપાદાન અને ઉપેક્ષાબુદ્ધિરૂપી ફળનો જનક હોવાથી પ્રમાણ મનાવો જોઈએ. પ્રત્યેક જ્ઞાન પોતાના પૂર્વવર્તી જ્ઞાનનું ફળ હોવા છતાં પણ ઉત્તરજ્ઞાનની અપેક્ષાએ પ્રમાણ હોઈ શકે છે. તર્કની પ્રમાણતામાં સદેહ કરવામાં આવતા તો નિસ્યદેહ અનુમાન કેવી રીતે ઉત્પન્ન થઈ શકશે ? જેવી રીતે અનુમાન એક વિકલ્પ હોવા છતાં પણ પ્રમાણ છે તેવી જ રીતે વિકલ્પાત્મક હોવાના કારણે તર્કના પણ પ્રમાણ હોવામાં બાધા આવવી જોઈએ નહિ. જે વ્યાપ્તિજ્ઞાનના બળ ઉપર સુદઢ અનુમાનની ઇમારત ખડી કરવામાં આવે છે તે વ્યાપ્તિજ્ઞાનને અપ્રમાણ કહેવું યા પ્રમાણની બહાર રાખવું એ બુદ્ધિમત્તાની વાત નથી.
१. देशकालव्यक्तिव्याप्स्या च व्याप्तिरुच्यते यत्र यत्र धूमस्तत्र तत्राग्निरिति । प्रत्यक्षपृष्ठश्च વિન્ધો ન પ્રમાનું પ્રમાવ્યાનુજારી ત્વવિધ્યતે | પ્રમાણવાર્તિકમનોરથનદિની
ટીકા, પૃ.૭. ૨. લઘયઢયસ્વવૃત્તિ, શ્લોક ૧૧-૧૨.