________________
પ્રમાણમીમાંસા
૨૪૯
અબાધિત હોવાના કારણે જે સિદ્ધ કરવા યોગ્ય છે તે શક્ય છે. વાદીને ઇષ્ટ હોવાના કારણે જે અભિપ્રેત છે અને સંદેહ આદિથી યુક્ત હોવાના કારણે જે અસિદ્ધ છે તે જ વસ્તુ સાધ્ય હોય છે. બૌદ્ધ પરંપરામાં પણ ઈપ્સિત અને ઇષ્ટ, પ્રત્યક્ષ આદિથી અવિરુદ્ધ અને પ્રત્યક્ષ આદિથી અનિરાકૃત આ વિશેષણો અભિપ્રેત અને શક્યના સ્થાને પ્રયુક્ત થયા છે.` અપ્રસિદ્ધ યા અસિદ્ધ વિશેષણ તો ‘સાધ્ય’ શબ્દના અર્થથી જ ફલિત થાય છે. સાધ્યનો અર્થ છે - સિદ્ધ કરવા યોગ્ય અર્થાત્ અસિદ્ધ. સિદ્ધ પદાર્થનું અનુમાન વ્યર્થ છે. અનિષ્ટ તથા પ્રત્યક્ષ આદિથી બાધિત પદાર્થ સાધ્ય હોઈ શકે નહિ. કેવળ સિસાયિષિત (જેને સિદ્ધ કરવાની ઇચ્છા છે તે) અર્થને પણ સાધ્ય ન કહી શકાય કેમ કે ભ્રમવશે અનિષ્ટ અને બાધિત પદાર્થોને પણ સિસાયિષાના (સિદ્ધ કરવાની ઇચ્છાના) વિષય બનાવી શકાય છે, આવા પદાર્થો સાધ્યાભાસ છે, સાધ્ય નથી. અસિદ્ધ વિશેષણ પ્રતિવાદીની અપેક્ષાએ છે અને ઇષ્ટ વિશેષણ વાદીની દૃષ્ટિએ છે.
અનુમાનપ્રયોગકાળે ક્યાંક ધર્મ અને ક્યાંક ધર્મવિશિષ્ટ ધર્મી સાધ્ય હોય છે. પરંતુ વ્યાપ્તિનિશ્ચયકાળે તો કેવળ ધર્મ જ સાધ્ય હોય છે.
અનુમાનના ભેદો
અનુમાનના બે ભેદ છે - એક સ્વાર્થાનુમાન અને બીજો પરાર્થાનુમાન. સ્વયં પોતાને જ નિશ્ચિત સાધન દ્વારા થનારા સાધ્યના જ્ઞાનને સ્વાર્થાનુમાન કહે છે અને અવિનાભાવી સાધ્યસાધનનાં વચનો દ્વારા શ્રોતાને ઉત્પન્ન થનારું સાધ્યજ્ઞાન પરાર્થનુમાન કહેવાય છે. આ પરાર્થાનુમાન તે જ શ્રોતાને થાય છે જેણે પહેલાં વ્યાપ્તિને ગ્રહણ કરી લીધી છે. વચનોને પરાર્થાનુમાન તો એટલા માટે કહેવામાં આવે છે કેમ કે તે વચનો પરબોધન માટે તૈયાર થયેલા વક્તાના જ્ઞાનનું કાર્ય છે અને શ્રોતાના જ્ઞાનનું કારણ છે, તેથી કારણમાં કાર્યનો અને કાર્યમાં કારણનો ઉપચાર કરી લેવામાં આવે છે. આ ઉપચારથી વચન પણ પરાર્થાનુમાનના રૂપે વ્યવહારમાં આવે છે. વસ્તુતઃ પરાર્થાનુમાન જ્ઞાનરૂપ જ છે. વક્તાનું જ્ઞાન પણ જ્યારે શ્રોતાને સમજાવવા માટે ઉન્મુખ બને છે ત્યારે તે કાળે તે પરાર્થાનુમાન બની જાય છે.
૧. સ્વરૂપેૌવ સ્વયમિષ્ટોઽનિરાત: પક્ષ કૃતિ । ન્યાયબિન્દુ, પૃ. ૭૯.
न्यायमुखप्रकरणे तु स्वयं साध्यत्वेनेप्सितः पक्षोऽविरुद्धार्थोऽनिराकृत इति पाठात् । પ્રમાણવાર્તિકાલંકાર, પૃ. ૫૧૦.
૨. જુઓ પરીક્ષામુખ ૩.૨૦-૨૭.
૩. તkવનમપિ તદ્વેતુત્વાત્ । પરીક્ષામુખ, ૩.૫૧.