________________
પ્રમાણમીમાંસા
૨૫૩ અને ઉપનય આ ત્રણ અવયવોને પ્રકારાન્તરે સ્વીકારી લે છે. જ્યાં તેઓ કેવળ હેતુના પ્રયોગની વાત કરે છે ત્યાં હેતુપ્રયોગના પેટમાં દષ્ટાન્ત અને ઉપનય પડેલા જ છે. પક્ષપ્રયોગ અને નિગમનને તેઓ કોઈ પણ રીતે માનતા નથી કેમ કે પક્ષપ્રયોગ નિરર્થક છે અને નિગમન પિષ્ટપેષણ છે.
જૈન તાર્કિકોનું કહેવું છે કે શિષ્યોને સમજાવવા માટે શાસ્ત્રપદ્ધતિમાં આપ યોગ્યતાભેદે બે, ત્રણ, ચાર કે પાંચ યા તો તેનાથી પણ અધિક અવયવો માની શકો છો, પરંતુ વાદકથામાં જ્યાં વિદ્વાનોનો જ અધિકાર છે ત્યાં, પ્રતિજ્ઞા અને હેતુ એ બે જ અવયવો કાર્યકારી છે. પ્રતિજ્ઞાનો પ્રયોગ કર્યા વિના સાધ્યધર્મના આધાર અંગે સંદેહ રહી શકે છે. પ્રતિજ્ઞા વિના કોની સિદ્ધિ માટે હેત આપવામાં આવી રહ્યો છે એ શંકા થઈ શકે છે. વળી, પક્ષધર્મત્વના પ્રદર્શન દ્વારા પ્રતિજ્ઞાને માનીને પણ બૌદ્ધ પ્રતિજ્ઞાનો ઈનકાર કરવો એ તો એમની વધુ પડતી બુદ્ધિમત્તાનું પ્રદર્શન છે. - જ્યારે બૌદ્ધ કહે છે કે “સમર્થન વિના હેતુ નિરર્થક છે ત્યારે વધુ સારું તો એ જ છે કે સમર્થનને જ અનુમાનનો અવયવ માનવામાં આવે, હેતુ તો સમર્થનને કહેવાથી આપોઆપ ગમ્ય બની જશે. “હેતુને જણાવ્યા વિના કોનું સમર્થન ?' આ બૌદ્ધોનું કથન પક્ષપ્રયોગમાં પણ લાગુ પડે છે, “પક્ષ વિના કોની સિદ્ધિ માટે હેતુ?' યા “પક્ષ વિના હેતુ રહેશે ક્યાં?” તેથી પ્રસ્તાવ આદિ દ્વારા પક્ષ ભલે ગમ્યમાન હોય પરંતુ વાદીએ વાદકથામાં પોતાના પક્ષનું સ્થાપન કરવું જ જોઈશે, અન્યથા પક્ષ-પ્રતિપક્ષનો વિભાગ કેવી રીતે કરાશે? જો હેતુને કહી આપ બૌદ્ધો સમર્થનની સાર્થકતા માનો છો તો તેવી જ રીતે આપ બૌદ્ધોએ પક્ષને કહીને જ હેતુપયોગને ન્યાપ્ય માનવો જોઈએ. તેથી જ્યારે સાધનવચનરૂપ હતુ અને પક્ષવચનરૂપ પ્રતિજ્ઞા આ બે અવયવોથી જ પરિપૂર્ણ અર્થનો બોધ થઈ જાય છે ત્યારે અન્ય અવયવો દષ્ટાન્ત, ઉપનય અને નિગમન વાદકથામાં વ્યર્થ છે.' ઉદાહરણની વ્યર્થતા
ઉદાહરણ સાધ્યપ્રતિપત્તિમાં કારણ તો એટલા માટે નથી કેમ કે અવિનાભાવી સાધનથી જ સાધ્યની સિદ્ધિ થઈ જાય છે. વિપક્ષમાં બાધક પ્રમાણ મળી જવાથી વ્યાપ્તિનો નિશ્ચય પણ થઈ જાય છે, તેથી વ્યાતિનિશ્ચય માટે તેની ઉપયોગિતા નથી.
૧. વિનુષાં વાચો તુવ દિવેd: I પ્રમાણવાર્તિક, ૩.૨૬. ૨. વાતવ્યુત્પર્ય તંત્રયોગ શાસ્ત્ર પવાસ ન વાડનુપયોતુ . પરીક્ષામુખ, ૩.૪૧. ૩. પરીક્ષામુખ, ૩.૩૨.