________________
૨૫૪
જૈનદર્શન વળી, દષ્ટાન્ત તો કોઈ ખાસ વ્યક્તિનું હોય છે જ્યારે વ્યાપ્તિ હોય છે સામાન્યરૂપ. તેથી જો તે દષ્ટાન્તમાં વિવાદ ઉત્પન્ન થઈ જાય તો અન્ય દષ્ટાન્ત આપવું પડે, અને આ રીતે અનવસ્થાદૂષણ આવે છે. જો કેવળ દૃષ્ટાન્તનું કથન કરી દેવામાં આવે તો સાધ્યધર્મીમાં સાધ્ય અને સાધન બન્નેના સદ્ભાવ અંગે શંકા ઉત્પન્ન થાય છે. અન્યથા ઉપનય અને નિગમનનો પ્રયોગ શા માટે કરવામાં આવે? બાપ્તિસ્મરણ માટે પણ ઉદાહરણની સાર્થકતા નથી કેમ કે અવિનાભાવી હેતુના પ્રયોગ માત્રથી જ વ્યાપ્તિનું સ્મરણ થઈ જાય છે. સૌથી ખાસ વાત તો એ છે કે વિભિન્ન મતવાદી તત્ત્વનું સ્વરૂપ વિભિન્ન રૂપે રવીકારે છે. બૌદ્ધ ઘડાને ક્ષણિક કહે છે, જૈન કથંચિત ક્ષણિક કહે છે અને નૈયાયિક અવયવીને અનિત્ય અને પરમાણુઓને નિત્ય કહે છે. આવી સ્થિતિમાં કોઈ સર્વસમ્મત દષ્ટાન્તનું મળવું કઠિન છે. તેથી જૈન તાર્કિકોએ તેના ઝઘડાને જ દૂર કરી દીધો છે. બીજી વાત એ કે દષ્ટાન્તમાં વ્યાપ્તિનું ગ્રહણ કરવું અનિવાર્ય પણ નથી કેમ કે જ્યારે બધી જ વસ્તુઓને પણ બનાવી લેવામાં આવે છે ત્યારે કોઈ પણ દષ્ટાન્તનું મળવું અસંભવ બની જાય છે. અન્ને પક્ષમાં જ સાધ્ય અને સાધનની વ્યાપ્તિ વિપક્ષમાં બાધક પ્રમાણને જોઈને સિદ્ધ કરી લેવામાં આવે છે. આ કારણે પણ દષ્ટાન્ત નિરર્થક બની જાય છે અને વાદકથામાં અવ્યવહાર્ય પણ.' હા, બાળકોની વ્યુત્પત્તિ માટે તેની ઉપયોગિતાનો કોઈ ઈનકાર કરી શકતું નથી.
ઉપનય અને નિગમન તો કેવળ ઉપસંહારવાક્યો છે, જેમની પોતાની કોઈ ઉપયોગિતા નથી. ધર્મીમાં હેતુ અને સાધ્યના કથનમાત્રથી જ તેમનું અસ્તિત્વ સિદ્ધ છે, તેમના વિશે કોઈ શંકા નથી રહેતી.
વાદિદેવસૂરિએ (સ્યાદ્વાદરત્નાકર પૃ. ૫૪૮) વિશિષ્ટ અધિકારી માટે બૌદ્ધોની જેમ કેવળ એક હેતુનો પ્રયોગ કરવાની પણ સમ્મતિ આપી છે. પરંતુ બૌદ્ધ તો ત્રિરૂપ હેતુના સમર્થનમાં પક્ષધર્મત્વના બહાને પ્રતિજ્ઞાના પ્રતિપાદ્ય અર્થને કહી જ દે છે પરંતુ જૈનો તો ઐરૂપ્ય માનતા નથી, તેઓ તો અવિનાભાવને જ હેતુનું સ્વરૂપ માને છે, તો પછી કેવળ હેતુનો પ્રયોગ કરીને કેવી રીતે પ્રતિજ્ઞાને ગમ્ય દર્શાવી શકશે? તેથી અનુમાન પ્રયોગની સમગ્રતા માટે અવિનાભાવી હેતુવાદી જૈનોએ પ્રતિજ્ઞા પોતાના શબ્દો દ્વારા કહેવી જ જોઈએ, અન્યથા સાધ્યધર્મના આધાર અંગેનો સંદેહ કેવી રીતે દૂર થશે? તેથી જૈનોના મતે સીધું અનુમાનવાક્ય આ પ્રકારનું બને છે – “પર્વત અગ્નિવાળો છે, ધૂમવાળો હોવાથી”, “સર્વ અનેકાન્તાત્મક છે કેમકે સત્ છે.' ૧. પરીક્ષામુખ, ૩.૩૩-૪૦.