________________
૨૬૧
પ્રમાણમીમાંસા અનુમાનથી જે ઉત્તરરૂપનું અનુમાન કરવામાં આવે છે તે કારણ ઉપરથી કાર્યનું જ અનુમાન છે. તેનો અન્તર્ભાવ સ્વભાવહેતુમાં ન કરી શકાય. કારણથી કાર્યના અનુમાનમાં બે શરતો આવશ્યક છે - એક શરત એ કે તે કારણની શક્તિનો કોઈ પ્રતિબન્ધક દ્વારા પ્રતિરોધ ન થવો જોઈએ અને બીજી શરત એ કે કારણસામગ્રીની વિકલતા ન હોવી જોઈએ. આ બે વાતોનો નિશ્ચય હોતાં જ કારણ કાર્યનું અવ્યભિચારી અનુમાન કરાવી શકે છે. જ્યાં આ બે વાતોનો નિશ્ચય ન હોય ત્યાં ભલે કારણ કાર્યનું અવ્યભિચારી અનુમાન ન કરાવે પરંતુ જે કારણની બાબતમાં આ બે વાતોનો નિશ્ચય કરવો શક્ય છે તે કારણને હેતુ તરીકે સ્વીકારવામાં કોઈ આપત્તિ ન હોવી જોઈએ. પૂર્વચર, ઉત્તરચર, સહચર હેતુ
પૂર્વચરહેતુ અને ઉત્તરચરહેતુમાં ન તો તાદાભ્યસંબંધ છે કે ન તો તદુત્પત્તિસંબંધ, કેમ કે પૂર્વચરહેતુ અને ઉત્તરચરહેતુમાં કાલનું વ્યવધાન રહેતું હોવાથી આ બન્ને સંબંધોની સંભાવના નથી. તેથી તેમનો પણ પૃથક હેતુ તરીકે સ્વીકાર કરવો જોઈએ. આજ થયેલા અપશુકનને કાલાન્તરમાં થનાર મરણનું કાર્ય માનવું કે અતીત જાગૃત અવસ્થાના જ્ઞાનને પ્રબોધકાલીન જ્ઞાન પ્રતિ કારણ માનવું ઉચિત નથી કેમ કે કાર્યની ઉત્પત્તિ કારણના વ્યાપારને અધીન હોય છે. જે કારણો અતીત અને અનુત્પન્ન હોવાના કારણે સ્વયં અસત્ છે અને તેથી જ વ્યાપારશૂન્ય છે તેમના વડે કાર્યોત્પત્તિની સંભાવના કેવી રીતે કરી શકાય?
તેવી જ રીતે સહચારી પદાર્થો એક સાથે ઉત્પન્ન થાય છે. તેથી તેમને પરસ્પર કાર્યકારણભૂત કહી શકાય નહિ અને એક પોતાની સ્થિતિ માટે બીજાની અપેક્ષા રાખતો નથી એટલે તેમનામાં પરસ્પર તાદાભ્ય પણ માની શકાય નહિ. તેથી સહચરહેતુને પણ પૃથફ માનવો જ જોઈએ.’ હેતુના ભેદો
વિધિસાધક ઉપલબ્ધિને અવિરુદ્ધોપલબ્ધિ અને પ્રતિષેધસાધક ઉપલબ્ધિને વિરુદ્ધોપલબ્ધિ કહે છે. તેમનાં ઉદાહરણો આ પ્રમાણે છે
૧. જુઓ લીયસ, શ્લોક ૧૪ તથા પરીક્ષામુખ, ૩.૫૬-૫૮. ૨. પરીક્ષામુખ, ૩.૫૯. ૩. પરીક્ષામુખ, ૩.૬૦-૬૫.