________________
પ્રમાણમીમાંસા
૨૫૫ પક્ષમાં હેતુનો ઉપસંહાર ઉપનય છે અને હેતુપૂર્વક પક્ષનું વચન નિગમન છે. આ બન્ને અવયવો સ્વતંત્રપણે કશાની સિદ્ધિ કરતા નથી. તેથી લાઘવ, આવશ્યકતા અને ઉપયોગિતાની દૃષ્ટિએ બધી રીતે પ્રતિજ્ઞા અને હેતુ આ બે અવયવોની જ પરાર્થાનુમાનમાં સાર્થકતા છે. વાદાધિકારી વિદ્વાન એ બેના જ પ્રયોગથી ઉદાહરણ આદિથી સમજાવાતા અર્થને આપોઆપ જ સમજી શકે છે, અર્થાત્ તેમને આ બેથી અતિરિક્ત ઉદાહરણ આદિની આવશ્યક્તા નથી. હેતુના સ્વરૂપની મીમાંસા
હેતુનું સ્વરૂપ પણ વિભિન્ન વાદીઓએ અનેક પ્રકારે માન્યું છે. નૈયાયિક પક્ષધર્મત્વ, સપક્ષસત્ત્વ, વિપક્ષવ્યાવૃત્તિ, અબાધિતવિષયત્વ અને અસત્પતિપક્ષત્વ આ રીતે પચરૂપવાળો હેતુ માને છે.' હેતુનું પક્ષમાં રહેવું, બધા સપક્ષોમાં કે કોઈ એક સપક્ષમાં રહેવું, કોઈ પણ વિપક્ષમાં ન રહેવું, પ્રત્યક્ષ આદિથી સાધ્યનું બાધિત ન હોવું અને તુલ્યબલવાળા કોઈ પ્રતિપક્ષી હેતુનું ન હોવું આ પાંચ વાતો પ્રત્યેક સદ્ધતુ માટે નિતાત્ત આવશ્યક છે. આનું સમર્થન ઉદ્યોતકરના ન્યાયવાર્તિકમાં (૧.૧.૫) દેખાય છે. પ્રશસ્તપાદભાષ્યમાં હેતુના નૈરૂખનો જ નિર્દેશ છે.
ત્રરૂપ્યવાદી બૌદ્ધ ત્રિરૂપ્યનો સ્વીકાર કરીને અબાધિતવિષયત્વને પક્ષના લક્ષણ દ્વારા જ સ્વીકારી લે છે કેમ કે પક્ષના લક્ષણમાં તેઓ પ્રત્યક્ષાઘનિરાકૃત' પદ મૂકે છે. પોતાના સાધ્યની સાથે નિશ્ચિત ઐરૂપ્યવાળા હેતુમાં સમબલવાળા કોઈ પ્રતિપક્ષી હેતુની સંભાવના જ કરી શકાતી નથી, તેથી અસપ્રતિપક્ષત્વ અનાવશ્યક બની જાય છે. આ રીતે તેઓ ત્રણ રૂપોને હેતુનું અત્યન્ત આવશ્યક સ્વરૂપ માને છે અને આ ત્રિરૂપ હેતુને સાધનાંગ કહે છે અને તેમની ન્યૂનતાને અસાધનાંગ વચન કહીને નિગ્રહસ્થાનમાં સામેલ કરે છે. પક્ષધર્મત્વ અસિદ્ધત્વદોષનો પરિહાર કરવા માટે છે, સપક્ષસત્ત્વ વિરુદ્ધત્વદોષનું નિરાકરણ કરવા માટે છે તથા વિપક્ષવ્યાવૃત્તિ અનૈકાન્તિકદોષની વ્યાવૃત્તિ કરવા માટે છે.'
જૈન દાર્શનિકોએ પહેલેથી જ અન્યથાનુપપત્તિ યા અવિનાભાવને જ હેતુના પ્રાણ તરીકે ગ્રહણ કરેલ છે. સપક્ષસત્ત્વ એટલા માટે આવશ્યક નથી કેમ કે એક તો
૧. જુઓ ન્યાયવાર્તિકતાત્પર્યટીકા, ૧.૧.૫. ૨. પ્રશસ્તપાદકન્દલી, પૃ.૨૦૦. 3. हेतोत्रिष्वपि रूपेषु निर्णयस्तेन वर्णितः ।
સિદ્ધવિપરીતાર્થવ્યમવિિવપક્ષત: | પ્રમાણવાર્તિક, ૩.૧૪. "