________________
પ્રમાણમીમાંસા
૨૪૭ સીમિત જણાય છે પરંતુ સાધ્યના વિના ન હોવાનો અર્થ છે સાધ્ય હોય તો જ હોવું. આ અવિનાભાવ રૂપ આદિ ગુણોની જેમ ઈન્દ્રિયગ્રાહ્ય નથી, પરંતુ સાધ્યભૂત અને સાધનભૂત પદાર્થોનું જ્ઞાન કર્યા પછી સ્મરણ, સાદગ્ધપ્રત્યભિજ્ઞાન આદિની સહાયતાથી જે એક માનસ વિકલ્પ થાય છે તે જ આ અવિનાભાવને ગ્રહણ કરે છે. તેનું જ નામ તર્ક છે. (૪) અનુમાન
સ્વરૂપ - સાધન દ્વારા સાધ્યના જ્ઞાનને અનુમાન કહે છે. લિંગગ્રહણ અને વ્યાપ્તિસ્મરણ પછી થનારું (અનુ) માન અર્થાત્ જ્ઞાન અનુમાન કહેવાય છે. આ જ્ઞાન અવિશદ હોવાથી પરોક્ષ છે, પરંતુ પોતાના વિષયમાં અવિસંવાદી હોવાથી અને સંશય, વિપર્યય, અનધ્યવસાય આદિ સમારોપોનું નિરાકરણ કરતું હોવાથી પ્રમાણ છે. સાધન દ્વારા સાધ્યનું નિયત જ્ઞાન અવિનાભાવના બળ ઉપર જ થાય છે. સૌપ્રથમ સાધનને જોઈને પૂર્વગૃહીત અવિનાભાવનું સ્મરણ થાય છે, પછી જે સાધન સાથે સાધ્યની વ્યાપ્તિ ગ્રહણ કરી છે તે સાધનની સાથે વર્તમાન સાધનનું સાદેશ્યપ્રત્યભિજ્ઞાન થાય છે, ત્યારે સાધ્યનું અનુમાન થાય છે. આ માનસ જ્ઞાન છે. લિંગપરામર્શ અનુમિતિનું કરણ નથી
સાધ્યનું જ્ઞાન જ સાધ્યસબંધી અજ્ઞાનની નિવૃત્તિ કરતું હોવાના કારણે અનુમિતિનું કારણ બની શકે છે અને તેને જ અનુમાન કહી શકાય, નૈયાયિક આદિ દ્વારા માનવામાં આવેલા લિંગપરામર્શને ન કહી શકાય કેમ કે લિંગપરામર્શમાં તો વ્યાતિનું સ્મરણ અને પક્ષધર્મતાનું જ્ઞાન થાય છે અર્થાત્ “ધૂમ સાધન અગ્નિ સાધ્યથી વ્યાપ્ત છે અને તે પર્વતમાં છે' આટલું જ્ઞાન થાય છે. આ જ્ઞાન કેવળ સાધનસંબધી અજ્ઞાનને દૂર કરે છે, સાધ્યના અજ્ઞાનને દૂર કરતું નથી. તેથી તે અનુમાનની સામગ્રી તો બની શકે છે, સ્વયં અનુમાન બની શકતું નથી. અનુમિતિનો અર્થ છે અનુમેયસંબંધી અજ્ઞાનને દૂર કરી થતું અનુમેય અર્થનું જ્ઞાન. આમાં સાધકતમ કરણ તો સાક્ષાત્ સાધ્યજ્ઞાન જ બની શકે છે.
જેવી રીતે અજ્ઞાત ચક્ષુ પોતાની યોગ્યતાથી રૂપજ્ઞાન ઉત્પન્ન કરી દે છે તેવી રીતે સાધન અજ્ઞાત રહીને સાધ્યજ્ઞાન કરાવી શકતું નથી, તેનું તો સાધનરૂપે જ્ઞાન હોવું આવશ્યક છે. સાધનરૂપે જ્ઞાન હોવાનો અર્થ છે સાધ્ય સાથે તેના અવિનાભાવનો
૧. સાધનાત્ સાધ્યવિજ્ઞાનનુમાન[... ન્યાયવિનિશ્ચય, શ્લોક. ૧૬૭.