________________
ગા
૨૫૦
જૈનદર્શન અનુમાનનો આ સ્વાર્થ અને પરાર્થ વિભાગ વૈદિક, જૈન અને બૌદ્ધ બધી પરંપરાઓમાં મળે છે. પરંતુ પ્રત્યક્ષનું પણ સ્વાર્થ અને પરાર્થરૂપે વિભાજન કેવળ આચાર્ય સિદ્ધસેનના ન્યાયાવતારમાં જ (શ્લોક ૧૧-૧૨) જોવા મળે છે. સ્વાર્થનુમાનનાં અંગો
સ્વાર્થનુમાનનાં ત્રણ અંગ છે - ધર્મી, સાધ્ય અને સાધન. સાધન ગમક હોવાથી, સાધ્ય ગમ્ય હોવાથી અને ધર્મી સાધ્યભૂત અને સાધનભૂત ધર્મોનો આધાર હોવાથી અંગો છે. વિશેષ આધારમાં સાધ્યની સિદ્ધિ કરવી એ અનુમાનનું પ્રયોજન છે. કેવળ સાધ્ય ધર્મનો નિશ્ચય તો વ્યાતિગ્રહણકાળે જ થઈ જાય છે. સ્વાર્થનુમાનનાં પક્ષ અને હેત એ બે અંગો પણ માનવામાં આવે છે. અહીં પક્ષ' શબ્દથી સાધ્ય ધર્મ અને ધર્મીનો સમુદાય વિવક્ષિત છે કેમ કે સાધ્યધર્મવિશિષ્ટ ધર્મીને જ પક્ષ કહે છે. જો કે સ્વાર્થનુમાન જ્ઞાનરૂપ છે અને જ્ઞાનમાં આ બધા વિભાગો કરી શકાતા નથી તેમ છતાં પણ તે જ્ઞાનનો શબ્દથી ઉલ્લેખ તો કરવો પડે છે જ. જેવી રીતે ઘટપ્રત્યક્ષનો આ ઘડો છે' આ શબ્દ દ્વારા ઉલ્લેખ થાય છે તેવી જ રીતે “આ પર્વત અગ્નિવાળો છે, ધૂમવાળો હોવાથી” આ શબ્દો દ્વારા સ્વાર્થાનુમાનનું પ્રતિપાદન થાય છે. ધર્મીનું સ્વરૂપ
ધર્મી પ્રસિદ્ધ હોય છે. તેની પ્રસિદ્ધિ ક્યાંક પ્રમાણથી હોય છે, ક્યાંક વિકલ્પથી હોય છે અને ક્યાંક પ્રમાણ તથા વિકલ્પ ઉભયથી હોય છે. પ્રત્યક્ષ આદિ કોઈ પણ પ્રમાણથી જે ધર્મી સિદ્ધ હોય છે તે પ્રમાણસિદ્ધ ધર્મી છે, જેમ કે પર્વત આદિ. જેની પ્રમાણતા યા અપ્રમાણતા નિશ્ચિત ન હોય એવી પ્રતીતિમાત્રથી જે ધર્મી સિદ્ધ હોય તેને વિકલ્પસિદ્ધ ધર્મી કહે છે, જેમ કે “સર્વજ્ઞ છે યા “ખરવિષાણ નથી”. અહીં અસ્તિત્વ અને નાસ્તિત્વની સિદ્ધિના પહેલાં સર્વજ્ઞ અને ખરવિષાણને પ્રમાણસિદ્ધ ન કહી શકાય. તેઓ તો કેવળ પ્રતીતિ યા વિકલ્પથી જ સિદ્ધ બનીને ધર્મી બન્યા છે. આ વિકલ્પસિદ્ધ ધર્મીમાં કેવળ નાસ્તિત્વ યા નાસ્તિત્વ જ સાધ્ય બની શકે છે, કેમ કે જેમનાં અસ્તિત્વ અને નાસ્તિત્વમાં વિવાદ છે અર્થાત્ અત્યાર સુધી જેમનું અસ્તિત્વ યા નાસ્તિત્વ પ્રમાણસિદ્ધ થઈ શક્યું નથી તે જ ધર્મીઓ વિક્મસિદ્ધ હોય છે. પ્રમાણ અને વિકલ્પ ઉભયથી પ્રસિદ્ધ ધર્મી ઉભયસિદ્ધ ધર્મી કહેવાય છે, જેમ કે શબ્દ અનિત્ય છે. અહીં વર્તમાન શબ્દ તો પ્રત્યક્ષગમ્ય હોવાથી પ્રમાણસિદ્ધ છે. ૧. પ્રસિદ્ધ ઇ . પરીક્ષામુખ, ૩.૨૨. ૨. જુઓ પરીક્ષામુખ, ૩.૨૩.