________________
૨૪૬
જૈનદર્શન યોગિપ્રત્યક્ષ દ્વારા વ્યાણિગ્રહણ કરવાની વાત તો એટલા માટે નિરર્થક છે કેમ કે જે યોગી છે તેને તો વ્યાપ્તિ ગ્રહણ કરવાનું કોઈ પ્રયોજન જ નથી. તે તો પ્રત્યક્ષથી જ સમસ્ત સાધ્ય-સાધન પદાર્થોને જાણી લે છે. વળી, યોગિપ્રત્યક્ષ પણ નિર્વિલ્પક હોવાથી અવિચારક છે. તેથી અલ્પજ્ઞાની એવા આપણા બધાને માટે તો અવિશદ પણ અવિસંવાદી, વ્યાતિજ્ઞાન કરાવનાર તર્ક પ્રમાણ જ છે.
સામાન્યલક્ષણા પ્રયાસત્તિથી અગ્નિત્વ દ્વારા સમસ્ત અગ્નિઓનું અને ધૂમત્વ દ્વારા સમસ્ત ધૂમનું જ્ઞાન તો થઈ શકે છે, પરંતુ તે જ્ઞાન સામે દેખાતા અગ્નિ અને ધૂમના જેવું સ્પષ્ટ અને પ્રત્યક્ષ નથી, અને કેવળ સમસ્ત અગ્નિઓ અને સમસ્ત ધૂમોનું જ્ઞાન કરી લેવું એ જ તો વ્યાતિજ્ઞાન નથી, પરંતુ વ્યાતિજ્ઞાનમાં તો ધુમાડો અગ્નિથી જ ઉત્પન્ન થાય છે, અગ્નિના અભાવમાં ક્યારેય ધુમાડો ઉત્પન્ન થતો નથી” આ જાતના અવિનાભાવી કાર્યકારણભાવનું ગ્રહણ કરવામાં આવે છે, જેનું ગ્રહણ પ્રત્યક્ષથી અસંભવ છે. તેથી સાધ્ય-સાધન વ્યક્તિઓનું પ્રત્યક્ષ દ્વારા કે કોઈ પણ પ્રમાણ દ્વારા જ્ઞાન, સ્મરણ, સાદક્ષપ્રત્યભિજ્ઞાન આદિ સામગ્રી બાદ જે સર્વોપસંહારી વ્યાતિજ્ઞાન થાય છે તે પોતાના વિષયમાં સંવાદી છે અને સંશય, વિપર્યય આદિ સમારોપોનું વ્યવચ્છેદક છે, તેથી તે પ્રમાણ છે. વ્યાપ્તિનું સ્વરૂપ
વ્યાપ્તિને અવિનાભાવ સંબંધ કહેવામાં આવે છે. જો કે સંબંધને દ્રયનિષ્ઠ કહેવામાં આવે છે, પરંતુ વસ્તુતઃ તે સંબંધીઓની વિશિષ્ટ અવસ્થા જ છે, સંબંધીઓને છોડીને સંબંધ કોઈ પૃથફ વસ્તુ નથી. તેનું વર્ણન યા વ્યવહાર અવશ્ય બેના વિના થઈ શકતો નથી, પરંતુ તેનું સ્વરૂપ પ્રત્યેક પદાર્થના પર્યાયથી ભિન્ન પ્રાપ્ત થતું નથી. તેવી જ રીતે અવિનાભાવ યા વ્યાપ્તિ તે તે પદાર્થોનું સ્વરૂપ જ છે જેમનામાં અવિનાભાવ યા વ્યાપ્તિ બતાવવામાં આવે છે. સાધ્ય અને સાધનભૂત પદાર્થોનો તે ધર્મ વ્યાપ્તિ કહેવાય છે જેના જ્ઞાન અને સ્મરણથી અનુમાનની ભૂમિકા તૈયાર થાય છે. “સાધ્ય વિના સાધનનું ન હોવું અને સાધ્ય હોય તો જ હોવું આ બન્ને ધર્મો એક રીતે તો સાધનનિષ્ઠ જ છે. તેવી જ રીતે “સાધનના હોતાં સાધ્યનું હોવું જ એ સાધ્યનો ધર્મ છે. સાધનના હોતાં સાધ્યનું હોવું જ એ અન્વય કહેવાય છે અને સાધ્યના અભાવમાં સાધનનું ન હોવું જ વ્યતિરેક કહેવાય છે. વ્યાપ્તિ યા અવિનાભાવ આ બન્ને રૂપે હોય છે. જો કે અવિનાભાવ (વિના અર્થાત્ સાધ્યના અભાવમાં, આ અર્થાત ન, ભાવ અર્થાત્ હોવું)નો શબ્દાર્થ વ્યતિરેક વ્યાપ્તિ સુધી જ