________________
૨૪૪
જૈનદર્શન જૈન પરંપરામાં અવગ્રહ પછી થનારા સંશયનું નિરાકરણ કરીને તે સંશયના એક પક્ષની (કોટિની) પ્રબળ સંભાવના કરાવનારા જ્ઞાનવ્યાપારને “ઈહા' કહેવામાં આવેલ છે. આ ઈહામાં અવાય જેવો પૂર્ણ નિશ્ચય તો નથી હોતો પરંતુ નિશ્ચયોન્મુખતા તો અવશ્ય છે જ. આ ઈહાના પર્યાયરૂપે ઊહ અને તર્ક બન્ને શબ્દોનો પ્રયોગ તત્ત્વાર્થભાષ્યમાં જોવામાં આવે છે, જે લગભગ તૈયાયિકોની પરંપરાની સમીપ છે.
ન્યાયદર્શનમાં તર્કને સોળ પદાર્થોમાં ગણાવવા છતાં પણ તેને પ્રમાણ ગણ્યો નથી. તે તત્ત્વજ્ઞાન માટે ઉપયોગી છે અને પ્રમાણોનો અનુગ્રાહક છે. ન્યાયભાષ્યમાં સ્પષ્ટ લખ્યું છે કે તર્ક ન તો પ્રમાણોમાં સંગૃહીત છે, ન તો પ્રમાણાન્તર છે, પરંતુ પ્રમાણોનો અનુગ્રાહક છે અને તત્ત્વજ્ઞાન માટે તેનો ઉપયોગ છે. તે પ્રમાણના વિષયનું વિવેચન કરે છે અને તત્ત્વજ્ઞાનની ભૂમિકા તૈયાર કરી દે છે. જયન્ત ભટ્ટ તો વધુ સ્પષ્ટપણે તર્ક અંગે લખે છે. તે લખે છે કે સામાન્યરૂપે જાણેલા પદાર્થમાં ઉત્પન્ન પરસ્પર વિરોધી બે પક્ષોમાંથી એક પક્ષને શિથિલ બનાવી બીજા પક્ષની અનુકૂળ કારણોના બળ ઉપર દઢ સંભાવના કરવી તે તર્કનું કામ છે. તે એક પક્ષની ભવિતવ્યતાને સકારણ દર્શાવીને તે પક્ષનો નિશ્ચય કરનાર પ્રમાણનો અનુગ્રાહક બને છે. તાત્પર્ય એ કે ન્યાયપરંપરામાં તર્ક પ્રમાણમાં સંગૃહીત ન હોવા છતાં પણ અપ્રમાણ નથી. તેનો ઉપયોગ વ્યાણિનિર્ણયમાં થનારી વ્યભિચારશંકાઓને દૂર કરી વ્યાપ્તિનિર્ણયના માર્ગને નિષ્કટક કરી દેવો એ છે. તે વ્યાતિજ્ઞાનમાં બાધક અને પ્રયોજકત્વશંકાને પણ દૂર કરે છે. આ રીતે તર્કના ઉપયોગ અને કાર્યક્ષેત્ર બાબત પ્રાયઃ કોઈને વિવાદ નથી, પરંતુ તેને પ્રમાણનું પદ આપવામાં ન્યાયપરપરાને સંકોચ છે.
બૌદ્ધ તર્કરૂપ વિકલ્પજ્ઞાનને વ્યાપ્તિનું ગ્રાહક માને છે, પરંતુ તે પ્રત્યક્ષપૃષ્ઠભાવી
૧. ઝહી ત: પરીક્ષા વિવાર નિશાન ત્યર્થાતરમ્ તત્ત્વાર્થાધિગમભાષ્ય,
૧.૧૫. . २. तर्को न प्रमाणसंगृहीतो न प्रमाणान्तरं प्रमाणानामनुग्राहक: तत्त्वज्ञानाय कल्पते ।
ન્યાયભાષ્ય, ૧.૧.૧. एकपक्षानुकूलकारणदर्शनात् तस्मिन् संभावनाप्रत्ययो भवितव्यतावभासः तदितरपक्षशैथिल्यापादने तद्ग्राहकप्रमाणमनुगृह्य तान् सुखं प्रवर्तयन् तत्त्वज्ञानार्थमूहस्तर्कः । ન્યાયમંજરી, પૃ. ૫૮૬.