________________
પ્રમાણમીમાંસા
૨૪૩
અભાવમાં બિલકુલ ન હોવું, આ નિયમને સર્વોપસંહારરૂપે ગ્રહણ કરવો એ જ તર્ક છે. સૌપ્રથમ વ્યક્તિ કાર્ય અને કારણનું પ્રત્યક્ષ કરે છે, અને અનેક વાર પ્રત્યક્ષ થતાં તે તેમના અન્વયસંબંધની ભૂમિકાની તરફ ઝૂકે છે. પછી સાધ્યના અભાવમાં સાધનનો અભાવ જોઈને વ્યતિરેકના નિશ્ચય દ્વારા પેલા અન્વયજ્ઞાનને તે નિશ્ચયાત્મક રૂપ આપે છે. ઉદાહરણાર્થ, કોઈ વ્યક્તિએ સૌપ્રથમ રસોડામાં અગ્નિ જોયો તથા અગ્નિથી ઉત્પન્ન થતો ધુમાડો પણ જોયો, પછી કોઈ તળાવમાં અગ્નિના અભાવમાં ધુમાડાનો અભાવ જોયો, ત્યાર બાદ રસોડામાંથી ધુમાડો નીકળતો જોઈને તે નિશ્ચય કરે છે કે અગ્નિ કારણ છે અને ધુમાડો કાર્ય છે. આ ઉપલભ્ભ-અનુપલમ્ભનિમિત્તક સર્વોપસંહાર કરનારો વિચાર તર્કની મર્યાદામાં છે. આમાં પ્રત્યક્ષ, સ્મરણ અને સાદશ્યપ્રત્યભિજ્ઞાન કારણો હોય છે. આ બધાની પૃષ્ઠભૂમિ ઉપર ‘જ્યાં જ્યાં જ્યારે જ્યારે ધુમાડો હોય છે ત્યાં ત્યાં ત્યારે ત્યારે અગ્નિ અવશ્ય હોય છે’ આ પ્રકારનો એક માનસિક વિકલ્પ ઉત્પન્ન થાય છે, જેને ઊહ યા તર્ક કહેવામાં આવે છે. આ તર્કનું ક્ષેત્ર કેવળ પ્રત્યક્ષના વિષયભૂત સાધ્ય અને સાધન જ નથી પરંતુ અનુમાન અને આગમના વિષયભૂત પ્રમેયોમાં પણ અન્વય અને વ્યતિરેક દ્વારા અવિનાભાવનો નિશ્ચય કરવો એ તર્કનું કાર્ય છે. તેથી ઉપલભ્ભ અને અનુપલમ્ભ શબ્દોથી સાધ્ય અને સાધનના સદ્ભાવનું પ્રત્યક્ષ અને તેમના અસદ્ભાવનું પ્રત્યક્ષ જ નથી સમજવાનું પરંતુ સાધ્ય અને સાધનના સદ્ભાવનો દૃઢતર નિશ્ચય અને તેમના અભાવનો પણ દઢતર નિશ્ચય સમજવાનો છે. તે નિશ્ચય પ્રત્યક્ષથી હોય કે પછી પ્રત્યક્ષેતર પ્રમાણોથી હોય.
અકલંકદેવે પ્રમાણસંગ્રહમાં પ્રત્યક્ષ અને અનુપલંભથી થનારા સંભાવનાપ્રત્યયને તર્ક કહ્યો છે.' પરંતુ પ્રત્યક્ષ અને અનુપલંભ શબ્દોથી તેમને ઉક્ત અભિપ્રાય જ ઇષ્ટ છે અને સૌપ્રથમ જૈન દાર્શનિક પરંપરામાં તર્કના સ્વરૂપ અને વિષયને સ્થિર કરવાનું શ્રેય પણ અકલંકદેવને જાય છે.
૩
મીમાંસકો તર્કને એક વિચારાત્મક જ્ઞાનવ્યાપાર માને છે અને તેના માટે જૈમિનિસૂત્ર અને શબ૨ભાષ્ય આદિમાં ‘ઊહ’ શબ્દનો પ્રયોગ કરે છે. પરંતુ તેને પરિગણિત પ્રમાણસખ્યામાં સામેલ કરતા ન હોવાથી એ સ્પષ્ટ છે કે તેમના મતે તર્ક (ઊહ) સ્વયં પ્રમાણ ન હોતાં કોઈ પ્રમાણનો કેવળ સહાયક હોઈ શકે છે.
૧. સંમવપ્રત્યયસ્ત પ્રત્યક્ષાનુપતમ્મતઃ । પ્રમાણસંગ્રહ, શ્લોક ૧૨.
૨. લવીયસ્રયવૃત્તિ, કારિકા ૧૦-૧૧.
૩. જુઓ શાબરભાષ્ય, ૯.૧.૧.