________________
૨૩૨
જૈનદર્શન ઉત્તર - જો આપણે પુરુષાતિશયને જાણી શકતા નથી તો તે ઉપરથી તેનો અભાવ છે એમ ન કહી શકાય. અન્યથા આજકાલ કોઈ વેદનો પૂર્ણ જાણકાર દેખાતો નથી એ ઉપરથી “અતીતકાળમાં જૈમિનિને પણ વેદજ્ઞાન હતું નહિ એમ
સ્વીકારવાની આપત્તિ આવે. આપણે તો એ વિચારવાનું છે કે આત્મામાં પૂર્ણજ્ઞાનનો વિકાસ થઈ શકે છે કે નહિ? અને જ્યારે આત્માનું સ્વરૂપ અનન્તજ્ઞાનમય છે ત્યારે તેના વિકાસમાં શું બાધા છે? જો આવરણની બાધા છે તો સાધના દ્વારા તે એવી રીતે દૂર થઈ શકે છે જેવી રીતે અગ્નિમાં તપાવવાથી સોનામાં રહેલો મેલ.
પ્રશ્ન - સર્વજ્ઞ જ્યારે રાગી આત્માના રાગ યા દુઃખનો સાક્ષાત્કાર કરે છે ત્યારે તે સ્વયં રાગી અને દુઃખી થઈ જશે, શું નહિ થાય ?
ઉત્તર - દુ:ખ યા રાગને જાણવા માત્રથી કોઈ દુઃખી કે રાગી બની જતું નથી. રાગ તો જ્યારે આત્મા ખુદ રાગરૂપે પરિણમન કરે ત્યારે થાય છે. શું કોઈ શ્રોત્રિય બ્રાહ્મણને મદિરાના રસનું જ્ઞાન ધરાવવા માત્રથી મદ્યપાથી કહી શકાય ? રાગનાં કારણો મોહનીય આદિ કર્મો સર્વજ્ઞ દ્વારા અત્યન્ત ઉચ્છિન્ન થઈ ગયાં છે, તે પૂર્ણ વીતરાગ છે, તેથી પરના રાગ યા દુઃખને જાણી લેવા માત્રથી તેનામાં રાગ યા દુઃખરૂપ પરિણતિ થઈ શકતી નથી.
પ્રશ્ન - સર્વજ્ઞ અશુચિ પદાર્થોને જાણે છે તો પછી તેને તેમના રસાસ્વાદનનો દોષ લાગવો જ જોઈએ, શું ન લાગવો જોઈએ?
ઉત્તર - જ્ઞાન બીજી વસ્તુ છે અને રસનું આસ્વાદન બીજી વસ્તુ છે. આસ્વાદન રસના ઇન્દ્રિય દ્વારા લેવાતો સ્વાદ છે જે ઇન્દ્રિયાતીત જ્ઞાનવાળા સર્વજ્ઞને હોતું જ નથી. સર્વજ્ઞનું જ્ઞાન તો અતીન્દ્રિય છે. વળી, જાણવા માત્રથી રસાસ્વાદનનો દોષ લાગી શકે નહિ કેમ કે દોષ તો ત્યારે લાગે છે જ્યારે વ્યક્તિ પોતે જ તેમાં લિપ્ત થઈ જાય અને તદ્રુપ તેની પરિણતિ થઈ જાય જે સર્વજ્ઞ વીતરાગીમાં હોતી નથી.
પ્રશ્ન - સર્વશને ધર્મી બનાવીને આપવામાં આવતો કોઈ પણ હેતુ જો ભાવધર્મ અર્થાત્ ભાવાત્મક સર્વજ્ઞનો ધર્મ છે તો તે હેતુ અસિદ્ધ બની જાય છે, શું અસિદ્ધ નથી બનતો? જો તે હેતુ અભાવાત્મક સર્વજ્ઞનો હેતુ છે તો તે વિદ્ધ બની જાય છે અને જો ઉભયાત્મક સર્વજ્ઞનો ધર્મ છે તો તે અર્નકાન્તિક બની જાય છે, શું નથી બનતો?
ઉત્તર - અમે સર્વજ્ઞને ધર્મી બનાવતા નથી, પરંતુ ધર્મી તો છે ‘શ્ચાત્મ’ અર્થાત “કોઈ આત્મા” જે પ્રસિદ્ધ છે. “કોઈ આત્મામાં સર્વજ્ઞતા હોવી જોઈએ કેમ કે પૂર્ણજ્ઞાન આત્માનો સ્વભાવ છે અને પ્રતિબન્ધક કારણો દૂર થઈ શકે છે' ઇત્યાદિ