________________
પ્રમાણમીમાંસા
૨૩૫ પૂર્વાનુભવની, પ્રત્યભિજ્ઞાન પોતાની ઉત્પત્તિમાં સ્મરણ અને પ્રત્યક્ષની, તર્ક પોતાની ઉત્પત્તિમાં સ્મરણ, પ્રત્યક્ષ અને પ્રત્યભિજ્ઞાનની, અનુમાન પોતાની ઉત્પત્તિમાં લિંગદર્શન અને વ્યાપ્તિસ્મરણની, તથા શ્રુત પોતાની ઉત્પત્તિમાં શબ્દશ્રવણ (શ્રાવણપ્રત્યક્ષ) અને સંકેતસ્મરણની અપેક્ષા રાખે છે તેથી આ બધા જ્ઞાનો જ્ઞાનાન્તરસાપેક્ષ હોવાના કારણે અવિશદ છે અને એટલે પરોક્ષ છે.
જો કે ઈહા, અવાય અને ધારણા જ્ઞાનો પોતાની ઉત્પત્તિમાં પૂર્વ પૂર્વ જ્ઞાનની અપેક્ષા રાખે છે તેમ છતાં તે જ્ઞાનો નવીન નવીન ઇન્દ્રિયવ્યાપારથી ઉત્પન્ન થાય છે અને એક જ પદાર્થની વિશેષ અવસ્થાઓને વિષય કરે છે, તેથી કોઈ ભિન્નવિષયક જ્ઞાનથી વ્યવહિત ન હોવાના કારણે સાંવ્યવહારિક પ્રત્યક્ષ જ છે. એક જ જ્ઞાન અન્ય અન્ય ઇન્દ્રિયવ્યાપારોથી અવગ્રહ આદિ અતિશયોને પ્રાપ્ત કરતું અનુભવાય છે, તેથી જ્ઞાનાન્તરનું અવ્યવધાન અહીં સિદ્ધ થઈ જાય છે.
પરોક્ષ જ્ઞાનના પાંચ પ્રકારો છે – સ્મરણ, પ્રત્યભિજ્ઞાન, તર્ક, અનુમાન અને આગમ. પરોક્ષ પ્રમાણની આ રીતે સુનિશ્ચિત સીમા અકલંકદેવે સૌપ્રથમ બાંધી છે અને તેને ઉત્તરકાલીન બધા આચાર્યોએ સ્વીકારી છે. પરોક્ષ પ્રમાણ ન માનનાર ચાર્વાકની આલોચના
ચાર્વાક પ્રત્યક્ષ પ્રમાણથી અતિરિક્ત કોઈ અન્ય પરોક્ષ પ્રમાણનું અસ્તિત્વ માનતો નથી. પ્રમાણનું લક્ષણ અવિસંવાદ જણાવીને તેણે એ દર્શાવ્યું છે કે ઇન્દ્રિયપ્રત્યક્ષ સિવાયના અન્ય જ્ઞાનો સર્વથા અવિસવાદી નથી હોતા. અનુમાન આદિ પ્રમાણ ઘણુંખરું સંભાવના ઉપર ચાલે છે અને આમ કહેવાનું કારણ એ છે કે દેશ, કાલ અને આકારના ભેદે પ્રત્યેક પદાર્થની અનન્ત શક્તિઓ અને અભિવ્યક્તિઓ હોય છે. તેમનામાં અવ્યભિચારી અવિનાભાવ શોધી કાઢવો અત્યન્ત કઠિન છે. જે આમળાં અહીં તૂરા રસવાળાં જોવામાં આવે છે તે દેશાન્તરમાં અને કાલાન્તરમાં દ્રવ્યાન્તરનો સંબંધ થતાં ગળ્યા રસવાળાં પણ હોઈ શકે છે. ક્યાંક ક્યાંક રાફડામાંથી ધુમાડો નીકળતો જોવામાં આવે છે. તેથી અનુમાનનું નિશ્ચિતપણે સોએ સો ટકા અવિસંવાદી હોવું એ અસંભવ વાત છે. આ જ વાત સ્મરણ આદિ પ્રમાણોની બાબતમાં પણ છે. - આ ચાર્વાક મતનું ખંડન નીચે મુજબ છે. અનુમાન પ્રમાણને માન્યા વિના પ્રમાણ અને પ્રમાણાભાસનો વિવેક પણ નહિ થઈ શકે. અવિસંવાદના આધારે અમુક જ્ઞાનોમાં પ્રમાણતાની વ્યવસ્થા કરવી અને અમુક જ્ઞાનોને અવિસંવાદના અભાવમાં અપ્રમાણ કહેવાં એ અનુમાન જ તો છે. બીજાની બુદ્ધિનું જ્ઞાન અનુમાન