________________
૨૩૬
જૈનદર્શન વિના થઈ શકતું નથી કેમ કે બુદ્ધિનું ઇન્દ્રિયો દ્વારા પ્રત્યક્ષ અસંભવ છે. તે તો વ્યાપાર, વચનપ્રયોગ આદિ કાર્યોને જોઈને જ અનુમિત થાય છે. જે કાર્યકારણભાવો યા અવિનાભાવોનો આપણે નિર્ણય ન કરી શકીએ અથવા જેમનામાં વ્યભિચાર જોવામાં આવે તેમનાથી થતાં અનુમાનો ભલે ભ્રાન્ત હોય પરંતુ અવ્યભિચારી કાર્યકારણભાવ આદિના આધારે થતાં અનુમાનો પોતાની સીમામાં વિસંવાદી હોઈ શકતા નથી. પરલોક આદિના નિષેધ માટે પણ ચાવકે અનુમાનનું જ શરણ લેવું પડશે.' રાફડામાંથી નીકળતી બાષ્પ અને અગ્નિથી ઉત્પન્ન થતા ધુમાડામાં વિવેક ન કરી શકવો એ તો પ્રમાતાનો અપરાધ છે, અનુમાનનો નથી. જો સીમિત ક્ષેત્રમાં પદાર્થોના સુનિશ્ચિત કાર્યકારણભાવોને ન બેસાડી શકાતા હોય તો જગતનો સમસ્ત વ્યવહાર જ નષ્ટ થઈ જાય. એ સાચું કે જે અનુમાન આદિ વિસંવાદી નીકળે તેમને અનુમાનાભાસ કહી શકાય. પરંતુ તેથી નિર્દોષ અવિનાભાવને આધારે થતાં અનુમાનો ક્યારેય મિથ્યા હોઈ શકતાં નથી. એ તો પ્રમાતાની કુશલતા ઉપર નિર્ભર કરે છે કે તે પદાર્થોના કેટલા અને કેવા સૂક્ષ્મ યા સ્થૂળ કાર્યકારણભાવોને જાણે છે. આમના વાક્યની પ્રમાણતા આપણને વ્યવહાર માટે માનવી જ પડે છે, અન્યથા સમસ્ત સાંસારિક વ્યવહાર છિન્નવિચ્છિન્ન થઈ જશે. મનુષ્યના જ્ઞાનની કોઈ સીમા નથી. તેથી પોતાની મર્યાદામાં પરોક્ષજ્ઞાન પણ અવિસંવાદી હોવાથી પ્રમાણ જ છે. આ રસ્તો તો ખુલ્લો છે જ કે જે જ્ઞાનો જે અંશમાં વિસંવાદી હોય તે જ્ઞાનોને તે અંશમાં અપ્રમાણ માનવામાં આવે. (૧) સ્મરણ
સ્વરૂપ - સંસ્કારનો ઉદ્ધોધ થતાં સ્મરણ ઉત્પન્ન થાય છે. તે અતીતકાલીન પદાર્થને વિષય કરે છે અને તેમાં ‘તત’ શબ્દનો ઉલ્લેખ અવશ્ય હોય છે. જો કે સ્મરણનો વિષયભૂત પદાર્થ સામે નથી તેમ છતાં પણ આપણા પૂર્વાનુભવનો વિષય તો તે હતો જ, અને તે અનુભવના દેઢ સંસ્કાર સાદશ્ય આદિ અનેક નિમિત્તોથી તે પદાર્થને આપણા મનમાં ઝળકાવી દે છે. આ સ્મરણના લીધે જ જગતનો લેવડદેવડ આદિ સઘળો વ્યવહાર ચાલી રહ્યો છે. બાપ્તિસ્મરણ વિના અનુમાનનો અને સકેતસ્મરણ વિના કોઈ પણ પ્રકારના શબ્દનો પ્રયોગ જ થઈ શકતો નથી. ગુરુશિષ્ય આદિ સંબધ, પિતાપુત્રભાવ તથા અન્ય અનેક પ્રકારનો પ્રેમ, ધૃણા, કરુણા ૧. પ્રમાતિરસામાચિહેરો ઃ |
પ્રમાળાન્તરમવ: પ્રતિષેધાત્ર રત | ધર્મકીર્તિ પ્રમાણમીમાંસા, પૃ.૮) ૨. સંસ્કારો વિશ્વના વિત્યારે કૃતિઃ | પરીક્ષામુખ, ૩.૩.