________________
૨૩૪
જૈનદર્શન જ્ઞાનસ્વભાવ માન્યા પછી નિરાવરણ દશામાં અનન્તજ્ઞાન યા સર્વશતા પ્રકટ થવી સ્વાભાવિક જ છે. સર્વજ્ઞતાનું વ્યાવહારિક રૂપ ગમે તે હો, પરંતુ જ્ઞાનની શુદ્ધતા અને પરિપૂર્ણતા અસંભવ નથી.
પરોક્ષ પ્રમાણ
આગમોમાં મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનને પરોક્ષ તેમજ સ્મૃતિ, સંજ્ઞા, ચિન્તા અને અભિનિબોધને મતિજ્ઞાનના પર્યાય કહ્યા જ હતા. તેથી આગમમાં સામાન્યપણે સ્મૃતિ, સંજ્ઞા (પ્રત્યભિજ્ઞાન), ચિન્તા (તર્ક), અભિનિબોધ (અનુમાન) અને શ્રુત (આગમ) આ જ્ઞાનોને પરોક્ષ માનવાનો સ્પષ્ટ માર્ગ નિર્દિષ્ટ હતો જ, કેવળ મતિને (ઈન્દ્રિય અને મનથી ઉત્પન્ન થતા પ્રત્યક્ષને) પરોક્ષ માનતા લોકવિરોધની આપત્તિ આવતી હતી, જેને સાવ્યવહારિક પ્રત્યક્ષ માનીને ટાળવામાં આવી. આ અંગે અકલંકદેવના બે મત મળે છે. તે પોતાના રાજવાર્તિકમાં અનુમાન આદિ જ્ઞાનોને સ્વપ્રતિપત્તિના સમયે અનક્ષરશ્રુત અને પરપ્રતિપત્તિકાળમાં અક્ષરગ્રુત કહે છે. તેમણે લઘીયલ્સયમાં (કારિકા ૬૭) સ્મૃતિ, પ્રત્યભિજ્ઞાન, ચિન્તા અને અભિનિબોધને મનોમતિ કહેલ છે અને કારિકા ૧૦માં મતિ, સ્મૃતિ આદિ જ્ઞાનોને શબ્દયોજનાની પહેલાં સાંવ્યવહારિક પ્રત્યક્ષ અને શબ્દયોજના થતાં તે જ જ્ઞાનોને શ્રુત કહેલ છે. આવી રીતે સામાન્યપણે મતિજ્ઞાનને પરોક્ષની સીમામાં રાખવા છતાં પણ તેના એક અંશ મતિને સાંવ્યવહારિક પ્રત્યક્ષ કહેવા માટેની અને શેષ સ્મૃતિ આદિ જ્ઞાનોને પરોક્ષ કહેવા માટેની ભેદક રેખા શી હોઈ શકે છે? આ એક વિચારણીય પ્રશ્ન છે. આનું સામાધાન પરોક્ષના લક્ષણથી જ થઈ જાય છે. અવિશદ અર્થાત અસ્પષ્ટ જ્ઞાનને પરોક્ષ કહે છે. વિશદતાનો અર્થ છે જ્ઞાનાન્તરનિરપેક્ષતા. જે જ્ઞાન પોતાની ઉત્પત્તિમાં કોઈ બીજા જ્ઞાનની અપેક્ષા રાખતું હોય અર્થાત્ જેમાં જ્ઞાનાન્તરનું વ્યવધાન હોય તે જ્ઞાન અવિશદ છે. પાંચ ઇન્દ્રિયો અને મનના વ્યાપારથી ઉત્પન્ન થનાર ઇન્દ્રિયપ્રત્યક્ષ અને અનિદ્રિયપ્રત્યક્ષ કેવળ ઈન્દ્રિયવ્યાપારથી ઉત્પન્ન થાય છે, અન્ય કોઈ જ્ઞાનાન્તરની અપેક્ષા રાખતાં નથી એ કારણે અંશતઃ વિશદ હોવાથી પ્રત્યક્ષ છે, જ્યારે સ્મરણ પોતાની ઉત્પત્તિમાં
૧. માદ પોલમ્ તત્ત્વાર્થસૂત્ર, ૧.૧૦. ૨. તત્ત્વાર્થસૂત્ર, ૧.૧૩. 3. ज्ञानमाद्यं मति: संज्ञा चिन्ता चाभिनिबोधिकम् ।
प्राङ्नामयोजनाच्छेषं श्रुतं शब्दानुयोजनात् ॥१०॥