________________
૨૪૦ -
જૈનદર્શન દેખે છે ત્યારે જ ગૃહીત કાર્યકારણભાવનું સ્મરણ થતાં અનુમાન કરી શકે છે. અહીં એકત્વ અને સાદેશ્ય બન્ને પ્રત્યભિજ્ઞાનોની આવશ્યકતા છે, કેમ કે ભિન્ન વ્યક્તિને વિલક્ષણ પદાર્થ દેખાતાં અનુમાન ન થઈ શકે.
બૌદ્ધ જે એત્વપ્રતીતિના નિરાકરણ માટે અનુમાન કરે છે અને જે એકાત્માની પ્રતીતિને દૂર કરવા માટે નૈરાભ્યભાવના ભાવે છે તે પ્રતીતિનું અસ્તિત્વ જ જો ન હોય તો ક્ષણિકત્વનું અનુમાન શા માટે કરવામાં આવે છે ? અને નિરામ્યભાવનાનો ઉપયોગ જ શું છે? “જે પદાર્થને જોયો છે તે જ પદાર્થને હું પ્રાપ્ત કરી રહ્યો છું આ પ્રકારના એકત્વરૂપ અવિસંવાદ વિના પ્રત્યક્ષમાં પ્રમાણતાનું સમર્થન કેવી રીતે કરી શકાય? જો આત્મકત્વની પ્રતીતિ થતી જ ન હોય તો તગ્નિમિત્તક રાગાદિરૂપ સંસાર ક્યાંથી ઉત્પન્ન થવાનો ? કાપ્યા પછી ફરી ઊગી નીકળતા નખ અને કેશમાં “આ તે જ નખ કેશ આદિ છે એ પ્રકારની એક–પ્રતીતિ સદશ્યમૂલક હોવાથી ભલે ભ્રાન્ત હોય, પરંતુ “આ તે જ ઘડો છે' ઇત્યાદિ દ્રવ્યમૂલક એકત્વપ્રતીતિને બ્રાન્ત ન કહી શકાય. પ્રત્યભિજ્ઞાનનો પ્રત્યક્ષમાં અન્તર્ભાવ નથી
મીમાંસક એકત્વપ્રતીતિનું અસ્તિત્વ સ્વીકારીને પણ તેને ઈન્દ્રિયો સાથે અન્વય-વ્યતિરેક ધરાવવાના કારણે પ્રત્યક્ષ પ્રમાણમાં જ અન્તભૂર્ત કરે છે. તેમનું કહેવું છે કે સ્મરણ પહેલાં કે સ્મરણ પછી જે પણ જ્ઞાન ઇન્દ્રિય અને પદાર્થના સંબંધથી ઉત્પન્ન થાય છે તે બધાં પ્રત્યક્ષ છે.' સ્મૃતિ અતીત અસ્તિત્વને જાણે છે, પ્રત્યક્ષ વર્તમાન અસ્તિત્વને જાણે છે અને સ્મૃતિસહકૃત પ્રત્યક્ષ બન્ને અવસ્થાઓમાં રહેતા એકત્વને જાણે છે. પરંતુ જ્યારે એ નિશ્ચિત છે કે ચક્ષુ વગેરે ઇન્દ્રિયો સમ્બદ્ધ અને વર્તમાન પદાર્થને જ વિષય કરે છે ત્યારે સ્મૃતિની સહાયતા લઈને પણ તે ઇન્દ્રિયો પોતાનો જે વિષય નથી તેમાં પ્રવૃત્તિ કેવી રીતે કરી શકે? પૂર્વ અને વર્તમાન દશોમાં રહેતું એકત્વ ઈન્દ્રિયોનો વિષય નથી, અન્યથા ગન્ધના સ્મરણની સહાયતાથી ચક્ષુએ ગન્ધને પણ સુંઘી લેવી જોઈએ. સેંકડો સહકારીઓની સહાયતા મળવા છતાં પણ અવિષયમાં પ્રવૃત્તિ થઈ શકે જ નહિ એ તો સર્વસમ્મત સિદ્ધાન્ત છે. જો ઇન્દ્રિયોથી જ પ્રત્યભિજ્ઞાન ઉત્પન્ન થતું હોય તો પ્રથમ પ્રત્યક્ષકાળે જ તેણે ઉત્પન્ન થઈ જવું જોઈએ, વળી ઇન્દ્રિયો પોતાના વ્યાપારમાં સ્મૃતિની અપેક્ષા પણ રાખતી નથી.
૧. નેન્દ્રિયાર્થ-જ્ઞાતિ પ્રમૂર્ધ્વ વા યકૃતેઃ |
વિજ્ઞાન નાયરે સર્વપ્રત્યક્ષમતિ | તામ્ મીમાંસાશ્લોવાર્તિક, સૂત્ર ૪, શ્લોક ૨૨૭.