________________
જૈનદર્શન
૨૩૦
પ્રશ્ન - વક્તૃત્વનો સંબંધ વિવક્ષા સાથે છે. તેથી ઇચ્છારહિત નિર્મોહી સર્વજ્ઞમાં વચનોની સંભાવના હોય જ ક્યાંથી ?
ન
ઉત્તર - વિવક્ષાનો વક્તૃત્વ સાથે કોઈ અવિનાભાવસંબંધ નથી. મન્દબુદ્ધિ શાસ્ત્રની વિવક્ષા હોવા છતાં પણ શાસ્ત્રનું વ્યાખ્યાન કરી શકતો નથી. સુષુપ્ત અને મૂર્છિત આદિ અવસ્થાઓમાં વિવક્ષા ન હોવા છતાં પણ વચનોની પ્રવૃત્તિ દેખાય છે. તેથી વિવક્ષા અને વચનો વચ્ચે કોઈ અવિનાભાવસબંધ બેસાડી શકાતો નથી. ચૈતન્ય અને ઇન્દ્રિયોની પટુતા જ વચનપ્રવૃત્તિમાં કારણ છે અને તેમનો સર્વજ્ઞત્વ સાથે કોઈ વિરોધ નથી. અથવા, વચનોમાં વિવક્ષાને કારણ માની પણ લઈએ, તો પણ સત્ય અને હિતકારક વચનોને ઉત્પન્ન કરનારી વિવક્ષા સદોષ કેવી રીતે હોઈ શકે ? વળી, તીર્થંકરની વચનોની પ્રવૃત્તિ તો પૂર્વ પુણ્યાનુભાવથી બંધાયેલી તીર્થંકરપ્રકૃતિના ઉદયથી થાય છે. જગતના કલ્યાણ માટે તીર્થંકરોની પુણ્યદેશના થાય છે.
આ રીતે નિર્દોષ વીતરાગી પુરુષત્વનો સર્વજ્ઞતા સાથે કોઈ વિરોધ નથી. પુરુષ પણ હોઈ શકે અને સાથે સાથે સર્વજ્ઞ પણ. જો આ પ્રમાણે વ્યભિચારી અર્થાત્ અવિનાભાવશૂન્ય હેતુઓથી સાધ્યની સિદ્ધિ કરવામાં આવે તો આ જ હેતુઓથી જૈમિનિમાં વેદજ્ઞતાનો પણ અભાવ સિદ્ધ કરી શકાય.
પ્રશ્ન અમને કોઈ પણ પ્રમાણથી સર્વજ્ઞ ઉપલબ્ધ થતા નથી, તેથી અનુપલંભના કારણે સર્વજ્ઞનો અભાવ જ માનવો જોઈએ.
ઉત્તર - પૂર્વોક્ત અનુમાનોથી જ્યારે સર્વજ્ઞ સિદ્ધ થઈ જાય છે ત્યારે તેનો અનુપલભ છે એમ કેવી રીતે કહી શકાય ? આ અનુપલંભ આપને જ છે કે બધાંને ? અમારા ચિત્તમાં જે વિચાર છે તેમનો અનુપલંભ આપને છે, પરંતુ તેથી અમારા ચિત્તમાં વિચારોનો અભાવ તો નથી થવાનો. તેથી સ્વાનુપલભ હેતુ અનૈકાન્તિક છે. જગતમાં આપણા પોતાના દ્વારા અનુપલબ્ધ અસંખ્ય પદાર્થોનું અસ્તિત્વ છે જ. ‘બધાને સર્વજ્ઞનો અનુપલભ છે’ એ વાત તો બધાના જ્ઞાનોને જાણનાર સર્વજ્ઞ જ કહી શકે, અસર્વજ્ઞ ન કહી શકે. તેથી સર્વાનુપલંભ હેતુ અસિદ્ધ જ છે.
પ્રશ્ન - જ્ઞાનમાં તારતમ્ય જોઈને ક્યાંક તેના અત્યન્ત પ્રકર્ષની સંભાવના કરીને જે સર્વજ્ઞ સિદ્ધ કરવામાં આવે છે તેમાં પ્રકર્ષતાની એક સીમા હોય છે. કોઈ ઊંચું કૂદનારી વ્યક્તિ અભ્યાસથી તો દસ હાથ જ ઊંચુ કૂદી શકે છે, પરંતુ તે ચિર અભ્યાસ પછી પણ એક માઈલ ઊંચું તો કૂદી શકતી નથી.
ઉત્તર – કૂદવાનો સંબંધ શરીરની શક્તિ સાથે છે, તેથી તેનો જેટલો પ્રકર્ષ
-
સંભવે છે, તેટલો જ થશે. પરંતુ જ્ઞાનની શક્તિ તો અનન્ત છે. તે જ્ઞાનાવરણથી