________________
પ્રમાણમીમાંસા
૨૨૯ અતીન્દ્રિય પદાર્થોનું સ્પષ્ટ ભાન કરાવી દે છે તેમ અતીન્દ્રિયજ્ઞાન પણ સ્પષ્ટ પ્રતિભાસક હોય છે.
આચાર્ય વીરસેનસ્વામીએ જયધવલાટીકામાં કેવલજ્ઞાનની સિદ્ધિ માટે એક નવીન જ યુક્તિ આપી છે. તે લખે છે કે કેવલજ્ઞાન જ આત્માનો સ્વભાવ છે. આ જ કેવલજ્ઞાન જ્ઞાનાવરણ કર્મથી આવૃત થાય છે અને આવરણના ક્ષયોપશમ અનુસાર મતિજ્ઞાન આદિ રૂપે પ્રકટ થાય છે. તેથી જ્યારે આપણે મતિજ્ઞાન આદિનું સ્વસંવેદન કરીએ છીએ ત્યારે તે રૂપે અંશી કેવલજ્ઞાનનું પણ અંશતઃ વસંવેદન થાય છે. જેમ પર્વતના એક અંશને જોવા છતાં પણ પૂર્ણ પર્વતનું વ્યવહારતઃ પ્રત્યક્ષ થયાનું મનાય છે તેમ મતિજ્ઞાન આદિ અવયવોને જોઈને અવયવીરૂપ કેવલજ્ઞાનનું અર્થાત્ જ્ઞાનસામાન્યનું પ્રત્યક્ષ પણ વસંવેદનથી થઈ જાય છે. અહીં આચાર્યે કેવલજ્ઞાનને જ્ઞાન સામાન્ય રૂ૫ માન્યું છે અને તેની સિદ્ધિ સ્વસવેદનપ્રત્યક્ષથી કરી છે.
અકલંકદેવે અનેક સાધક પ્રમાણોને બતાવીને જે એક મહત્ત્વપૂર્ણ હેતુનો પ્રયોગ કર્યો છે તે હેતુ છે – “સુનિશ્ચિતાસંભવદ્ગાધકપ્રમાણત્વ' અર્થાત બાધક પ્રમાણોની અસંભવતાનો પૂર્ણ નિશ્ચય હોવો. કોઈપણ વસ્તુનું અસ્તિત્વ સિદ્ધ કરવા માટે “બાધકાભાવ' ખુદ એક બળવાન સાધક પ્રમાણ બની શકે છે, જેમ કે “હું સુખી છું અહીં સુખનું સાધક પ્રમાણ આ જ બની શકે છે કે મારા સુખી હોવામાં કોઈ બાધક પ્રમાણ નથી. કેમકે સર્વજ્ઞના અસ્તિત્વમાં પણ કોઈ બાધક પ્રમાણ નથી એટલે તેનું નિબંધ અસ્તિત્વ હોવું જોઈએ.
આ હેતુના સમર્થનમાં તેમણે પ્રતિવાદીઓ દ્વારા કલ્પિત બાધકોનું નિરાકરણ આ રીતે કર્યું છે –
પ્રશ્ન - અન્ત સર્વજ્ઞ નથી, કેમ કે તે વક્તા છે અને પુરુષ છે, જેમ કે શેરીમાં રખડતો કોઈ પુરુષ.
ઉત્તર - વસ્તૃત્વ અને સર્વજ્ઞત્વનો કોઈ વિરોધ નથી. એક જ વ્યક્તિ વક્તા પણ હોઈ શકે છે અને સાથે જ સર્વજ્ઞ પણ હોઈ શકે છે. જો જ્ઞાનના વિકાસમાં વચનોનો હ્રાસ થતો દેખાતો હોત તો જ્ઞાનના અત્યન્ત વિકાસમાં વચનોનો અત્યન્ત હ્રાસ થાત, પરંતુ દેખાય તો તેથી ઊલટું જ છે. જેમ જેમ જ્ઞાનની વૃદ્ધિ થાય છે તેમ તેમ વચનોમાં પ્રકર્ષતા જ આવે છે. ૧. અતિ સર્વશઃ સુનિશ્ચિતામવવાધવપ્રમાળવા સુવાડિવત્ ! સિદ્ધિવિનિશ્ચયટીકા,
પૃ. ૪૨ ૧.