________________
૨૨૮
જૈનદર્શન અનન્તયોને જાણવાની શક્તિવાળા પૂર્ણજ્ઞાનસ્વરૂપ આત્માને યથાવત્ વિશ્લેષણ કરીને જાણે છે તે પેલી શક્તિઓના ઉપયોગસ્થાનભૂત અનન્ત પદાર્થોને પણ જાણી જ લે છે કેમ કે અનન્ત શેય તો તે જ્ઞાનના વિશેષણ છે અને વિશેષ્યનું જ્ઞાન થતાં વિશેષણનું જ્ઞાન અવશ્ય થઈ જ જાય છે. ઉદાહરણાર્થ, જે વ્યક્તિ ઘટપ્રતિબિંબવાળા દર્પણને જાણે છે તે ઘટને પણ જાણે છે અને જે ઘટને જાણે છે તે જ દર્પણમાં પડેલા ઘટના પ્રતિબિંબનું વાસ્તવિક વિશ્લેષણપૂર્વક યથાવતુ પરિજ્ઞાન કરી શકે છે. જે એકને જાણે છે તે સર્વને જાણે છે એનું આ જ રહસ્ય છે.
સમન્તભદ્ર આદિ આચાર્યોએ સૂક્ષ્મ, અન્તરિત અને દૂરવર્તી પદાર્થોનું પ્રત્યક્ષત્વ અનુમેયત્વ હેતુ દ્વારા સિદ્ધ કર્યું છે. બૌદ્ધોની જેમ કોઈ પણ જૈન ગ્રન્થમાં ધર્મજ્ઞતા અને સર્વજ્ઞતાનું વિભાજન કરી તેમનામાં ગૌણ-મુખ્યભાવ દેખાડ્યો નથી. બધા જૈન તાર્કિકોએ એક અવાજે ત્રિકાલવર્તી અને ત્રિલોકવર્તી સમસ્ત પદાર્થોના પૂર્ણ પરિજ્ઞાનના અર્થમાં સર્વજ્ઞતાનું સમર્થન કર્યું છે. ધર્મજ્ઞતાને તો ઉક્ત પૂર્ણજ્ઞાનરૂપ સર્વજ્ઞતાના ગર્ભમાં જ નિહિત માની લેવામાં આવી છે. અકલંકદેવે સર્વજ્ઞતાનું સમર્થન કરતાં લખ્યું છે કે આત્મામાં સમસ્ત પદાર્થોને જાણવાની પૂર્ણ શક્તિ છે. સંસારી અવસ્થામાં તેનું જ્ઞાન જ્ઞાનાવરણથી આવૃત હોવાના કારણે તે પૂર્ણ પ્રકાશ પામી શકતું નથી, પરંતુ જ્યારે ચૈતન્યનાં પ્રતિબન્ધક કર્મોનો સંપૂર્ણ ક્ષય થઈ જાય છે ત્યારે તે અપ્રાપ્યકારી જ્ઞાનને સમસ્ત પદાર્થો જાણવામાં શું બાધા છે? જો અતીન્દ્રિય પદાર્થોનું જ્ઞાન ન થઈ શકતું હોય તો સૂર્ય, ચન્દ્ર આદિ જ્યોતિગ્રહોની ગ્રહણ આદિ ભવિષ્યત દશાઓનો ઉપદેશ કેવી રીતે થઈ શકે? જ્યોતિજ્ઞનોપદેશ અવિસંવાદી અને યથાર્થ જણાય છે. તેથી એ માનવું જ જોઈએ કે તેનો યથાર્થ ઉપદેશ અતીન્દ્રિયાર્થદર્શન વિના થઈ શકે નહિ. જેમ સત્યસ્વપ્નદર્શન ઇન્દ્રિય આદિની સહાયતા વિના જ ભાવી રાજ્યલાભ આદિનું યથાર્થ સ્પષ્ટ જ્ઞાન કરાવે છે તથા વિશદ છે તેમ સર્વજ્ઞનું જ્ઞાન પણ ભાવી પદાર્થોમાં સંવાદક અને વિશદ હોય છે. જેમ પ્રશ્રવિદ્યા યા ઈક્ષણિકાદિવિદ્યા ૧. સૂક્ષ્માન્તિરિતત્વાર્થ પ્રત્યક્ષા: વત્ યથT |
અનુચિતૂતોડાિિતિ સર્વજ્ઞાંસ્થિતિઃ | આતમીમાંસા, શ્લોક ૫. ૨. જુઓ ન્યાયવિનિશ્ચય, શ્લોક ૪૬૫. ૩. ઘરત્યન્તપરોક્ષેડર્થે વેત પુણા પુત: પુન: |
ચોતિર્તાનાવિસંવાલઃ કૃતાત્રેત સાધનાન્તરમ્ II સિદ્ધિવિનિશ્ચયટીકા, પૃ. ૪૧૩.
ન્યાયવિનિશ્ચય, શ્લોક. ૪૧૪. ૪. જુઓ ન્યાયવિનિશ્ચય, શ્લોક ૪૦૭.