________________
જૈનદર્શન
૨૨૨
છે કે વસ્તુદર્શન પછી તરત જ તદ્વાચક શબ્દની સ્મૃતિના સમયે વિપરીતવિશેષનું સ્મરણ થઈને તે જ વિપરીતવિશેષ પ્રતિભાસિત થવા લાગે છે. તે વખતે ચળકાટના કારણે છીપનો વિશેષ ધર્મ પ્રતિભાસિત થતો નથી પણ તેનું સ્થાન રજતનો ધર્મ લઈ લે છે. આમ વિપર્યયજ્ઞાનના થવામાં સામાન્યનો પ્રતિભાસ, વિશેષનો અપ્રતિભાસ અને વિપરીત વિશેષનું સ્મરણ એ કારણો ભલે રહ્યાં પરંતુ વિપર્યયકાળે તો ‘આ રજત છે' એવું એક જ જ્ઞાન હોય છે, અને તે વિપરીત આકારને વિષય કરવાના કારણે વિપરીતખ્યાતિરૂપ જ છે.
સંશયનું સ્વરૂપ
સંશયજ્ઞાનમાં જે બે કોટિઓ વચ્ચે જ્ઞાન ચલિત યા દોલયમાન રહે છે તે બન્ને કોટિઓ પણ બુદ્ધિનિષ્ઠ જ છે. ઉભયસાધારણ પદાર્થના દર્શનથી પરસ્પર વિરોધી બે વિશેષોનું સ્મરણ થઈ જવાના કારણે જ્ઞાન બન્ને કોટિઓ વચ્ચે ઝોલા ખાય છે. એ તો નિશ્ચિત છે કે સંશયજ્ઞાન અને વિપર્યજ્ઞાન પૂર્વાનુભૂત વિશેષોનું જ થાય છે, અનનુભૂત વિશેષોનું થતું નથી.
સંશયજ્ઞાનમાં સૌપ્રથમ સામે વિદ્યમાન સ્થાણુના ઉચ્ચત્વ આદિ સામાન્ય ધર્મો પ્રતિભાસિત થાય છે, પછી તેને પુરુષ અને સ્થાણુ આ બે વિશેષોનું યુગપત્ સ્મરણ થઈ જવાથી જ્ઞાન બન્ને કોટિઓ વચ્ચે ઝોલા ખાતું થઈ જાય છે.
(૨) પારમાર્થિક પ્રત્યક્ષ
પારમાર્થિક પ્રત્યક્ષ
પારમાર્થિક પ્રત્યક્ષ સંપૂર્ણપણે વિશદ હોય છે. તે કેવળ આત્માથી જ ઉત્પન્ન થાય છે. ઇન્દ્રિય અને મનના વ્યાપારની તેમાં આવશ્યકતા હોતી નથી. પારમાર્થિક પ્રત્યક્ષના બે પ્રકાર છે - એક સકલ પ્રત્યક્ષ અને બીજું વિકલ પ્રત્યક્ષ. કેવલજ્ઞાન સકલ પ્રત્યક્ષ છે અને અવધિજ્ઞાન તથા મન:પર્યયજ્ઞાન વિકલ પ્રત્યક્ષ છે.
અવધિજ્ઞાન
અવધિજ્ઞાનાવરણ અને વીર્યાન્તરાયના ક્ષયોપશમથી ઉત્પન્ન થતું જ્ઞાન અવધિજ્ઞાન છે.` તે રૂપી દ્રવ્યને જ વિષય કરે છે, આત્મા આદિ અરૂપી દ્રવ્યોને વિષય કરતું નથી. તેની પોતાની દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવની મર્યાદા નિશ્ચિત ૧. તત્ત્વાર્થવાર્તિક, ૧.૨૧-૨૨.