________________
૨૨૪
જૈનદર્શન આ જ્ઞાન ઉત્પન્ન થતાં જ બધાં જ ક્ષાયોપશુમિક જ્ઞાનો વિલીન થઈ જાય છે. આ કેવલજ્ઞાન બધાં જ દ્રવ્યોના ત્રિકાલવર્તી સમસ્ત પર્યાયોને જાણે છે. કેવલજ્ઞાન અતીન્દ્રિય જ્ઞાન છે. તે સંપૂર્ણપણે નિર્મળ હોય છે. તેને સિદ્ધ કરવાની મૂળ યુક્તિ આ છે - આત્મા જ્યારે જ્ઞાનસ્વભાવ છે અને આવરણના કારણે જ તેનો આ જ્ઞાનસ્વભાવ ખંડ ખંડ પ્રકટ થાય છે ત્યારે સંપૂર્ણપણે આવરણ દૂર થઈ જતાં જ્ઞાને પોતાના પૂર્ણ રૂપમાં પ્રકાશવું જ જોઈએ. જેવી રીતે અગ્નિનો સ્વભાવ બાળવાનો છે અને જો કોઈ પ્રતિબન્ધક ન હોય તો અગ્નિ ઈધણને બાળી નાખશે જ તેવી જ રીતે જ્ઞાનસ્વભાવ આત્મા પ્રતિબંધકો દૂર થઈ જતાં જગતના સર્વ પદાર્થોને જાણશે જ. જે પદાર્થો કોઈ જ્ઞાનના જોયો છે તેઓ કોઈ ને કોઈને પ્રત્યક્ષ અવશ્ય હોય છે જ, જેમ કે પર્વતીય અગ્નિ' ઇત્યાદિ અનેક અનુમાનો આ નિરાવરણ જ્ઞાનની સિદ્ધ માટે આપવામાં આવે છે.
સર્વજ્ઞતાનો ઈતિહાસ
પ્રાચીન કાળમાં ભારતવર્ષની પરંપરા અનુસાર સર્વજ્ઞતાનો સંબંધ પણ મોક્ષની સાથે હતો. મુમુક્ષુઓમાં વિચારણીય વિષય તો એ હતો કે મોક્ષના માર્ગનો કોણે સાક્ષાત્કાર કર્યો? આ જ મોક્ષમાર્ગ ધર્મ શબ્દથી નિર્દિષ્ટ થાય છે. તેથી વિવાદનો વિષય એ રહ્યો કે ધર્મનો સાક્ષાત્કાર થઈ શકે છે કે નહિ? જે પક્ષના અનુગામી શબર, કુમારિક આદિ મીમાંસક છે તે પક્ષનું કહેવું હતું કે ધર્મ જેવી અતીન્દ્રિય વસ્તુઓને આપણે પ્રત્યક્ષથી જાણી શકીએ નહિ. ધર્મની બાબતમાં વેદનો જ અન્તિમ અને નિબંધ અધિકાર છે. ધર્મની પરિભાષા ‘વોલનાતક્ષોર્થ. ધ.' કરીને ધર્મમાં વેદને જ પ્રમાણે કહેલ છે. આ ધર્મજ્ઞાનમાં વેદને જ અન્તિમ પ્રમાણ માનવાને કારણે મીમાંસકોને પુરુષમાં અતીન્દ્રિયાર્થવિષયક જ્ઞાનનો અભાવ માનવો પડ્યો. તેમણે પુરુષમાં રાગ, દ્વેષ અને અજ્ઞાન આદિ દોષોની શંકા રહેતી હોવાના કારણે અતીન્દ્રિય ધર્મપ્રતિપાદક વેદને પુરુષકૃત ન માનતા અપૌરુષેય માન્યો. આ અપૌરુષેયત્વની માન્યતાથી જ પુરુષમાં સર્વજ્ઞતાનો અર્થાત પ્રત્યક્ષથી થતી ધર્મજ્ઞતાનો નિષેધ થયો. આચાર્ય કુમારિ સ્પષ્ટ લખે છે કે સર્વજ્ઞતાના નિષેધથી અમારું તાત્પર્ય કેવળ ધર્મજ્ઞતાનો નિષેધ કરવાનું છે. જો કોઈ પુરુષ ધર્મ સિવાય જગતના અન્ય સમસ્ત અર્થોને જાણવા ઇચ્છતો હોય તો ભલે જાણે, એમાં અમને ૧. રૂચીવવિજેત્રે મિશિગતે? ન્યાયવિનિશ્ચય, શ્લોક ૪૬૫.
ज्ञो ज्ञेये कथमज्ञः स्यादसति प्रतिबन्धके । દોડશિર્વાદો ન ચાતિ પ્રતિવધ | અષ્ટસહસ્ત્રીમાં (પૃ.૫૦) ઉદ્દધૃત.