________________
પ્રમાણમીમાંસા
અનિર્વચનીયાર્થખ્યાતિ નથી
"
વિપર્યયજ્ઞાનને સત્, અસત્ આદિ રૂપે અનિર્વચનીય કહેવું પણ ઉચિત નથી કેમ કે તેનું વિપરીત રૂપમાં નિર્વચન કરી શકાય છે. આ રજત છે' આ શબ્દપ્રયોગ સ્વયં પોતાની નિર્વચનીયતા બતાવે છે. પહેલા જોયેલી રજત જ સાદશ્ય આદિના કારણે સામે રહેલી છીપમાં ઝળકે છે.
અખ્યાતિ નથી
ન
જો વિપર્યયજ્ઞાનમાં કંઈ પણ પ્રતિભાસિત ન થતું હોય, તે અખ્યાતિ અર્થાત્ નિર્વિષય હોય તો બ્રાન્તિ અને સુષુપ્તાવસ્થામાં કોઈ અન્તર જ ન રહે. સુષુપ્તાવસ્થાથી ભ્રાન્તિદશાના ભેદનું એક જ કારણ છે અને તે એ કે ભ્રાન્તિદશામાં કંઈક તો પ્રતિભાસિત થાય છે જ્યારે સુષુપ્તાવસ્થામાં કંઈ પણ પ્રતિભાસિત થતું નથી.
અસંખ્યાતિ નથી
જો વિપર્યયજ્ઞાનમાં અસત્ પદાર્થનો પ્રતિભાસ માનવામાં આવે તો વિચિત્ર પ્રકારની ભ્રાન્તિઓ ન થઈ શકે કેમ કે અસખ્યાતિવાદીના મતમાં વિચિત્રતાનું કારણ જ્ઞાનગત કે અર્થગત કંઈ જ નથી. સામે રહેલી વસ્તુભૂત છીપ જ વિપર્યયજ્ઞાનનું આલંબન છે, અન્યથા આંગળી દ્વારા તેનો નિર્દેશ ન કરી શકાય. જો કે ત્યાં રજત અવિદ્યમાન છે, તો પણ તેનેં અસખ્યાતિ ન કહેવાય કેમ કે તેમાં સર્દશ્ય કારણ છે જ્યારે અસખ્યાતિમાં સાદ્દેશ્ય કારણ હોતું નથી.
૨૨૧
વિપર્યયજ્ઞાન સ્મૃતિપ્રમોષરૂપ પણ નથી
વિપર્યયજ્ઞાનને સ્મૃતિપ્રમોષરૂપ કહેવું પણ યોગ્ય નથી. વિપર્યયજ્ઞાનને સ્મૃતિપ્રમોષરૂપ માનનારા કહે છે કે ‘આ રજત છે’ આ વિપર્યયજ્ઞાનમાં ‘આ’ શબ્દ સામે રહેલા પદાર્થનો નિર્દેશ કરે છે અને ‘રજત’ પૂર્વદષ્ટ રજતનું સ્મરણ છે. સાદૃશ્ય આદિ દોષોના કારણે તે સ્મરણ પોતાના ‘તત્(તે)’ આકારને છોડીને ઉત્પન્ન થાય છે. આ જ વિપર્યયજ્ઞાનની વિપર્યયરૂપતા છે. જો અહીં ‘તે (તત્) રજત' એવો પ્રતિભાસ થાત તો તે સમ્યજ્ઞાન જ હોત. તેથી ‘આ’ એ એક સ્વતન્ત્ર જ્ઞાન છે અને ‘રજત’ એ અધૂરું સ્મરણ છે. તે બે જ્ઞાનોનો ભેદ જણાતો ન હોવાનાકારણે ‘આ’ની સાથે ‘રજત’ મળી જવાથી ‘આ રજત છે' એવું એક જ્ઞાન જણાવા લાગે છે. પરંતુ તેમનું આ કથન ઉચિત નથી કેમ કે અહીં બે જ્ઞાનો પ્રતિભાસિત થતાં જ નથી, એક જ જ્ઞાન સામે રહેલા ચળકતા પદાર્થને વિષય કરે છે. ખાસ વાત તો એ