________________
૨૧૯
પ્રમાણમીમાંસા બધાં શાનો સ્વવેદી છે
આ બધાં જ્ઞાનો સ્વસંવેદી હોય છે. તેઓ પોતાના સ્વરૂપનો બોધ સ્વયં કરે છે. તેથી સ્વસવેદનપ્રત્યક્ષને સ્વતંત્ર માનવાની આવશ્યકતા રહેતી નથી. જે જે જ્ઞાનનું સ્વસંવેદન હોય તે તે જ્ઞાનમાં જ અન્તભૂત થઈ જાય છે; ઇન્દ્રિયપ્રત્યક્ષનું સ્વસંવેદન ઈન્દ્રિયપ્રત્યક્ષમાં અને માનસપ્રત્યક્ષનું સ્વસવેદન માનસપ્રત્યક્ષમાં. પરંતુ સ્વસંવેદનની દષ્ટિએ અપ્રમાણવ્યવહાર યા પ્રમાણાભાસની કલ્પના કોઈ પણ રીતે થતી નથી. જ્ઞાન પ્રમાણ હોય કે અપ્રમાણ, તેનું સ્વસવેદન તો જ્ઞાનના રૂપમાં યથાર્થ જ હોય છે. “આ સ્થાણુ છે કે પુરુષ?' આ પ્રકારના સંશયજ્ઞાનનું સ્વસવેદન સ્વયં પોતામાં નિશ્ચયાત્મક જ હોય છે. ઉક્ત પ્રકારના જ્ઞાનના હોવામાં સંશય નથી, સંશય તો તેના વિષયભૂત પદાર્થમાં છે. તેવી જ રીતે વિપર્યય અને અનધ્યવસાય જ્ઞાનોનું સ્વરૂપસંવેદન સ્વયં પોતામાં નિશ્ચયાત્મક અને યથાર્થ જ હોય છે.
માનસ પ્રત્યક્ષમાં કેવળ મનથી સુખ આદિનું સંવેદન થાય છે. તેમાં ઇન્દ્રિયના વ્યાપારની આવશ્યકતા નથી હોતી. અવગ્રહાદિશાનો બહુ આદિ અર્થોનાં થાય છે
આ અવગ્રહાદિજ્ઞાનો એક, બહુ, એકવિધ, બહુવિધ, પ્રિ, અલિપ્ત, નિઃસૃત, અનિઃસૃત, ઉક્ત, અનુક્ત, ધ્રુવ અને અધ્રુવ આમ બાર પ્રકારના અર્થોનાં થાય છે. ચક્ષુ આદિ ઇન્દ્રિયો દ્વારા થતા અવગ્રહાદિજ્ઞાનો માત્ર રૂપાદિ ગુણોને જ નથી જાણતા પણ તે ગુણો દ્વારા દ્રવ્યને પણ ગ્રહણ કરે છે કેમ કે ગુણ અને ગુણીમાં કથંચિત્ અભેદ હોવાથી ગુણનું ગ્રહણ થતાં જ ગુણીનું પણ ગ્રહણ તે રૂપમાં થઈ જ જાય છે. કોઈ એવા ઇન્દ્રિયજ્ઞાનની કલ્પના કરી શકાતી નથી કે જે દ્રવ્યને છોડી માત્ર ગુણને, યા ગુણને છોડી માત્ર દ્રવ્યને ગ્રહણ કરતું હોય.
વિપર્યય આદિ મિથ્યાજ્ઞાન વિપર્યયશાનનું સ્વરૂપ
ઇન્દ્રિયદોષ અને સાદેશ્ય આદિના કારણે જે વિપર્યયજ્ઞાન થાય છે તે જૈનદર્શનમાં વિપરીતખ્યાતિના રૂપમાં સ્વીકારાયું છે. કોઈ પદાર્થમાં તેનાથી ૧. તત્ત્વાર્થસૂત્ર, ૧.૧૬. ૨. તત્ત્વાર્થસૂત્ર, ૧. ૧૭.