________________
પ્રમાણમીમાંસા
૨૧૭ ચક્ષુને પ્રાપ્યકારી માનતાં પદાર્થમાં દૂર અને નજીક એવો વ્યવહાર થઈ શકે નહિ, તેવી જ રીતે સંશય અને વિપર્યય જ્ઞાન પણ થઈ શકશે નહિ.
આજનું વિજ્ઞાન માને છે કે આંખ એક પ્રકારનો કેમેરા છે. તેમાં પદાર્થોનાં કિરણો પ્રતિબિંબિત થાય છે. કિરણોનું પ્રતિબિંબ પડવાથી જ્ઞાનતખ્ત ઉલ્લુદ્ધ થાય છે અને પછી ચક્ષુ તે પદાર્થોને જુએ છે. ચક્ષુમાં પડેલા પ્રતિબિંબનું કામ કેવળ ચેતનાને ઉબુદ્ધ કરી દેવાનું છે, તે ખુદ દેખાતું નથી. આ પ્રણાલીમાં એ વાત સ્પષ્ટ છે કે ચક્ષુએ યોગ્ય દેશમાં સ્થિત પદાર્થને જ જાણ્યો છે, પોતામાં પડેલા પ્રતિબિંબને જાણ્યું નથી. પદાર્થોનું પ્રતિબિંબ પડવાની ક્રિયા તો કેવળ સ્વિચને દબાવવાની ક્રિયા સમાન છે જે વિદ્યશક્તિને પ્રવાહિત કરી દે છે. તેથી આ પ્રક્રિયાથી જૈનોના ચક્ષુને અપ્રાપ્યકારી માનવાના વિચારમાં કોઈ વિશેષ બાધા ઊભી થતી નથી. શ્રોત્ર અપ્રાપ્યકારી નથી
બૌદ્ધો તો શ્રોત્રને પણ અપ્રાપ્યકારી માને છે. તેઓ વિચારે છે કે શબ્દ પણ દૂરથી જ સાંભળી શકાય છે. તેઓ ચક્ષુ અને મનની સાથે શ્રોત્ર પણ અપ્રાપ્યકારી હોવાનો નિર્દેશ કરે છે. જો શ્રોત્ર પ્રાપ્યકારી હોત તો શબ્દમાં દૂર અને નિકટનો વ્યવહાર ન થાત. પરંતુ જ્યારે શ્રોત્ર કાનમાં ઘુસેલા મચ્છરના શબ્દને સાંભળી લે છે ત્યારે શ્રોત્રને અપ્રાપ્યકારી ન કહી શકાય. પ્રાપ્યકારી ધ્રાણ ઇન્દ્રિયની વિષયભૂત ગન્ધમાં પણ “કમલની ગન્ધ દૂર છે, માલતીની ગબ્ધ નજીક છે' એવો વ્યવહાર થતો દેખાય છે. જો ચક્ષુની જેમ શ્રોત્ર પણ અપ્રાપ્યકારી હોત તો જેમ રૂપમાં દિશા અને દેશનો સંશય થતો નથી તેમ શબ્દમાં પણ ન થાત, પરંતુ “આ શબ્દ કઈ દિશામાંથી આવે છે ?' એ પ્રકારનો સંશય થતો અનુભવાય છે. તેથી શ્રોત્રને પણ સ્પર્શન આદિ ઇન્દ્રિયોની જેમ પ્રાપ્યકારી જ માનવો જોઈએ. જ્યારે શબ્દ વાતાવરણમાં ઉત્પન્ન થતો થતો ક્રમશઃ કાનની અંદર પહોચે છે ત્યારે જ સંભળાય છે. શ્રોત્રનું શબ્દોત્પત્તિના સ્થાને પહોંચવું એ તો નિતાન્ત બાધિત છે.
જ્ઞાનનો ઉત્પત્તિક્રમ અને અવગ્રહાદિ ભેદ
સાવ્યવહારિક ઇન્દ્રિયપ્રત્યક્ષ ચાર ભાગમાં વિભાજિત છે - અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા. સૌપ્રથમ વિષય અને વિષયીનો સન્નિપાત (યોગ્ય દેશાવસ્થિતિ) થતાં જ દર્શન થાય છે. આ દર્શન સામાન્યસત્તાનું આલોચકમાત્ર છે. તેના આકારને ૧. અપ્રામાલિમનોત્રા | અભિધર્મકોશ, ૧.૪૩. તત્ત્વસંગ્રહપંજિકા, પૃ. ૬૦૩. ૨. જુઓ તત્ત્વાર્થવાર્તિક, પૃ. ૬૮-૬૯.