________________
૨૧૬
જૈનદર્શન છે. સ્પર્શનાદિ ઇન્દ્રિયો પદાર્થો સાથેના સંબંધકાળમાં તેમનાથી પૃષ્ટ પણ થાય છે અને બદ્ધ પણ. બદ્ધનો અર્થ છે ઇન્દ્રિયોમાં અલ્પકાલિક વિકારપરિણતિ, જેમ કે અત્યન્ત ઠંડા પાણીમાં હાથ બોળવાથી કેટલાક સમય સુધી હાથ એવો સૂંઠવાઈ જાય છે કે તેનાથી બીજો સ્પર્શ શીઘ ગૃહીત થતો નથી, વધુ પડતો ગરમ પદાર્થ ખવાઈ જતાં રસના પણ વિકૃત થતી જણાય છે. પરંતુ કાનથી કોઈ પણ પ્રકારનો શબ્દ સાંભળતાં આવો કોઈ વિકાર અનુભવાતો નથી. સમિકર્ષવિચાર
નિયાયિક આદિ ચક્ષુને પણ પદાર્થ સાથે સક્સિકર્ષ માને છે. તેમનું કહેવું છે કે ચલુ તૈજસ પદાર્થ છે. તેનાં કિરણો નીકળીને પદાર્થ સાથે સંબંધમાં આવે છે અને ત્યારે ચક્ષુ દ્વારા પદાર્થનું જ્ઞાન થાય છે. ચક્ષુ પદાર્થના રૂપ, રસ આદિ ગુણોમાંથી કેવળ રૂપને જ પ્રકાશિત કરે છે એ કારણે તે દીપકની જેમ તૈજસ છે. મન વ્યાપક આત્માથી સંયુક્ત થાય છે અને આત્મા જગતના સમસ્ત પદાર્થો સાથે સંયુક્ત છે, તેથી મન કોઈ પણ બાહ્ય પદાર્થને સંયુક્ત યોગ આદિ સંબંધોથી જાણે છે. મન પોતાના સુખનો સાક્ષાત્કાર સયુક્તસમવાયસંબંધથી કરે છે. મન આત્મા સાથે સંયુક્ત છે અને આત્મામાં સુખનો સમવાય છે. આમ ચક્ષુ અને મન બન્ને પ્રાપ્તકારી છે.
પરંતુ નીચે જણાવેલાં કારણોથી ચક્ષુનો પદાર્થ સાથે સકિર્ય સિદ્ધ થતો નથી – (૧) જો ચક્ષુ પ્રાપ્યકારી હોય તો તેની પોતાની અંદર લાગેલા અંજનને તેણે
ગ્રહણ કરવું જોઈએ.' (૨) જો ચક્ષુ પ્રાપ્તકારી હોય તો તે સ્પર્શન ઈન્દ્રિયની જેમ સમીપવર્તી વૃક્ષની શાખા
અને દૂરવર્તી ચન્દ્રમાને એક સાથે ગ્રહણ કરી શકે નહિ, જોઈ શકે નહિ. (૩) એ કંઈ આવશ્યક નથી કે જે કરણ હોય તે પદાર્થ સાથે સંયોગ પામીને જ
પોતાનું કામ કરે. ચુમ્બક દૂરથી લોહશલાકાને ખેંચી લે છે. (૪) ચક્ષુ અબરખ, કાચ અને સ્ફટિક આદિથી વ્યવહિત પદાર્થોના રૂપને પણ
જુએ છે, જ્યારે પ્રાપ્યકારી સ્પર્શનાદિ ઇન્દ્રિયો તેમના સ્પર્શ આદિ વિષયોને જાણી શકતી નથી. ચક્ષુને તેજોદ્રવ્ય કહેવી પણ પ્રતીતિવિરુદ્ધ છે, કેમ કે એક તો તેજોદ્રવ્ય
સ્વતન્ન દ્રવ્ય નથી, બીજું ઉષ્ણસ્પર્શ અને ભાસ્વરરૂપ તેમાં નથી. ૧. જુઓ તત્ત્વાર્થવાર્તિક, પૃ. ૬૮.