________________
૨૨૦
જૈનદર્શન વિપરીત પદાર્થનો પ્રતિભાસ થવો વિપરીતખ્યાતિ કહેવાય છે. આ પદાર્થ વિપરીત છે' એ પ્રકારનો પ્રતિભાસ વિપર્યયકાળમાં થતો નથી. જો પ્રમાતા એ જાણી જાય કે “આ પદાર્થ વિપરીત છે તો તે જ્ઞાન યથાર્થ જ બની જાય. તેથી પુરુષથી વિપરીત સ્થાણુમાં “પુરુષ' એ જાતની ખ્યાતિ અર્થાત્ પ્રતિભાસ વિપરીતખ્યાતિ કહેવાય છે. જો કે વિપર્યયકાળમાં પુરુષ ત્યાં નથી પરંતુ સાદશ્ય આદિના કારણે પૂર્વદષ્ટ પુરુષનું સ્મરણ થાય છે અને તેમાં (સ્થાણુમાં) પુરુષનું ભાન થાય છે. અને આ બધું થાય છે ઇન્દ્રિયદોષ આદિના કારણે. તેમાં અલૌકિક, અનિર્વચનીય, અસત, સત્ યા આત્માનો પ્રતિભાસ માનવો યા આ જ્ઞાનને નિરાલંબન જ માનવું પ્રતીતિની વિરુદ્ધ છે.
વિપર્યયજ્ઞાનનું આલંબન તો તે પદાર્થ છે જ જેમાં સાદશ્ય આદિના કારણે વિપરીત ભાન થાય છે અને જે વિપરીત પદાર્થ તેમાં પ્રતિભાસિત થાય છે તે જો કે ત્યાં વિદ્યમાન નથી પરંતુ સાદેશ્ય આદિના કારણે સ્મૃતિનો વિષય બની ઝળકી તો જાય જ છે. છેવટે વિપર્યયજ્ઞાનનો વિષયભૂત પદાર્થ વિપર્યયકાળમાં આલંબનભૂત પદાર્થ ઉપર આરોપિત કરવામાં આવે છે અને એટલા માટે તે વિપર્યય છે.
સખ્યાતિ અને આત્મખ્યાતિ નથી
વિપર્યયકાળે છીપમાં રજત આવી જાય છે એમ માનવું એ તો નરી કલ્પના છે કેમ કે જો તે કાળે છીપમાં રજત આવી જતી હોય તો ત્યાં બેઠેલા પુરુષોને તે દેખાવી જોઈએ. રેતમાં જલજ્ઞાનના સમયે જો જલ ત્યાં આવી જતું હોય તો પછી જમીન તો ભીની મળવી જ જોઈએ. માનસ ભ્રાન્તિ પોતાના મિથ્યા સંસ્કાર અને વિચારો અનુસાર અનેક પ્રકારની થયા કરે છે. આત્માની જેમ બાહ્ય પદાર્થનું અસ્તિત્વ પણ સ્વત સિદ્ધ અને પરમાર્થસત જ છે. તેથી બાહ્યર્થનો નિષેધ કરીને નિત્ય બ્રહ્મ યા ક્ષણિક જ્ઞાનનો પ્રતિભાસ કહેવો એ પણ સયુક્તિક નથી. વિપર્યયજ્ઞાનનાં કારણ
વિપર્યયજ્ઞાનના અનેક કારણો હોય છે. વાત-પિત્તાદિનો ક્ષોભ, વિષયની ચંચળતા, કોઈ ક્રિયાનું અતિશીધ્ર હોવું, સાદેશ્ય અને ઇન્દ્રિયવિકાર આદિ અનેક કારણો વિપર્યયજ્ઞાનનાં છે. આ બધા દોષોના કારણે મન અને ઇન્દ્રિયોમાં વિકાર ઉત્પન્ન થાય છે અને ઇન્દ્રયમાં વિકાર થવાથી વિપર્યયાદિ જ્ઞાનો થાય છે. છેવટે ઇન્દ્રિયવિકાર જ વિપર્યયનો મુખ્ય હેતુ સિદ્ધ થાય છે.