________________
૧૮૮
જૈનદર્શન આવે છે. આ શ્લોકમાં પ્રતિપાદિત સંસાર અને મોક્ષનું સ્વરૂપ જ યુક્તિસિદ્ધ અને અનુભવગમ્ય છે. ચિત્તની રાગાદિ અવસ્થા સંસાર છે અને ચિત્તની રાગાદિરહિતતા જ મોક્ષ છે. તેથી સમસ્ત કર્મોના ક્ષયથી થતો સ્વરૂપલાભ જ મોક્ષ છે. આત્માના અભાવને યા ચૈતન્યના ઉચ્છેદને મોક્ષ ન કહી શકાય. રોગની નિવૃત્તિનું નામ આરોગ્ય છે, અને નહિ કે રોગીની નિવૃત્તિ યા સમાપ્તિનું. બીજા શબ્દોમાં સ્વાથ્યલાભને આરોગ્ય કહે છે અને નહિ કે રોગની સાથે સાથે રોગીના મરણ યા સમાપ્તિને. નિર્વાણમાં જ્ઞાન આદિ ગુણોનો સર્વથા ઉચ્છેદ નથી થતો
વૈશેષિકો બુદ્ધિ, સુખ, દુઃખ, ઇચ્છા, દ્વેષ, પ્રયત્ન, ધર્મ, અધર્મ અને સંસ્કાર આ નવ આત્માના વિશેષ ગુણોના ઉચ્છેદને મોક્ષ કહે છે. તેમનું માનવું છે કે આ વિશેષ ગુણોની ઉત્પત્તિ આત્મા અને મનના સંયોગથી થાય છે. મનનો સંયોગ દૂર થવાથી આ ગુણો મોક્ષાવસ્થામાં ઉત્પન્ન થતા નથી અને આત્મા તે દશામાં નિર્ગુણ બની રહે છે. જ્યાં સુધી ઇચ્છા, દ્વેષ, પ્રયત્ન, ધર્મ, અધર્મ, સંસ્કાર અને સાંસારિક સુખ-દુઃખનો પ્રશ્ન છે ત્યાં સુધી એ સાચું કે તે બધા ગુણો કર્મજન્ય અવસ્થાઓ છે એટલે મોક્ષમાં તેમનું અસ્તિત્વ હોતું નથી પરંતુ બુદ્ધિનો અર્થાત્ જ્ઞાનનો, જે ખરેખર આત્માનો નિજ ગુણ છે તેનો, ઉચ્છેદ સર્વથા ન માની શકાય. હા, સંસારાવસ્થામાં જે ખંડજ્ઞાન મન અને ઇન્દ્રિયના સંયોગથી ઉત્પન્ન થતું હતું તે અવશ્ય જ મોક્ષાવસ્થામાં રહેતું નથી પરંતુ આત્માનું જ સ્વરૂપભૂત ચૈતન્ય છે, જે ઇન્દ્રિય અને મનથી પર છે, તેનો ઉચ્છેદ કોઈ પણ રીતે ન થઈ શકે. છેવટે નિર્વાણાવસ્થામાં જ્યારે આત્માની સ્વરૂપસ્થિતિ વૈશેષિકોને સ્વીકૃત છે જ ત્યારે આ સ્વરૂપ જો કોઈ હોઈ શકતું હોય તો તે તેનું ઈન્દ્રિયાતીત ચૈતન્ય જ હોઈ શકે છે. સંસારાવસ્થામાં આ જ ચૈતન્ય ઇન્દ્રિય, મન અને પદાર્થ આદિના નિમિત્તથી નાનાવિધ વિષયાકાર બુદ્ધિઓના રૂપમાં પરિણતિ કરતું હતું. આ ઉપાધિઓ દૂર થતાં તેનું સ્વસ્વરૂપમગ્ન થઈ જવું સ્વાભાવિક છે. કર્મના લયોપશમથી થનારાં લાયોપથમિક જ્ઞાનો તથા કર્મજન્ય સુખ-દુઃખાદિનો વિનાશ તો જૈનો પણ મોક્ષાવસ્થામાં માને છે, પરંતુ આત્માના નિજ ચૈતન્યનો વિનાશ તો સ્વરૂપોચ્છેદક હોવાથી કોઈ પણ રીતે સ્વીકારી શકાતો નથી.
૧. મુક્ટિર્નિર્માતા ધિયઃ | તત્ત્વસંગ્રહ, પૃ. ૧૮૪. २. आत्मलाभं विदुर्मोक्षं जीवस्यान्तर्मलक्षयात् ।
નામાવો નાખ્યતન્ય ર વૈતન્યમનર્જવમ્ II સિદ્ધિવિનિશ્ચય, પૃ. ૩૮૪.