________________
પ્રમાણમીમાંસા
૧૯૯ 'આગમિક ક્ષેત્રમાં જ્ઞાનને સમ્યફ અને મિથ્યા માનવાના આધારો જુદા છે. ત્યાં તો જે જ્ઞાન મિથ્યાદર્શનનું સહચારી છે તેને મિથ્યા કહેવામાં આવે છે અને જે જ્ઞાન સમ્યગ્દર્શનનું સહભાવી છે તે જ્ઞાનને સમ્યક કહેવાય છે. અર્થાત્ મિથ્યાદર્શનવાળાનું વ્યાવહારિક દૃષ્ટિએ જે જ્ઞાન સાચું, પ્રમાણ ગણાય છે તે પણ મિથ્યા છે અને સમ્યગ્દર્શનવાળાનું વ્યવહારમાં અસત્ય, અપ્રમાણ ગણાતું જ્ઞાન પણ સમ્યક છે. તાત્પર્ય એ કે સમ્યગ્દષ્ટિનું પ્રત્યેક જ્ઞાન મોક્ષમાર્ગોપયોગી હોવાના કારણે સમ્યક છે અને મિથ્યાદષ્ટિનું પ્રત્યેક જ્ઞાન સંસારમાં ભટકાવનાર હોવાથી મિથ્યા છે. પરંતુ દાર્શનિક ક્ષેત્રમાં જ્ઞાનની મોક્ષોપયોગી યા સંસારવર્ધક હોવાના આધારે પ્રમાણતા અને અપ્રમાણતાનો વિચાર પ્રસ્તુત નથી, ત્યાં તો પ્રતિભાસિત વિષયના અવ્યભિચારી હોવું એ જ પ્રમાણતાની કૂંચી છે. જે જ્ઞાનનો પ્રતિભાસિત પદાર્થ જેવો ને તેવો જ મળી જાય તો તે અવિસંવાદી જ્ઞાન સત્ય છે અને પ્રમાણ છે; બાકીનાં અપ્રમાણ છે, ભલે ને તેમનો ઉપયોગ સંસારમાં હોય કે મોક્ષમાં.
આગમોમાં જે પાંચ જ્ઞાનોનું વર્ણન આવે છે તે જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી યા ક્ષયથી પ્રકટ થતી જ્ઞાનની અવસ્થાઓનું નિરૂપણ છે. આત્માના જ્ઞાન ગુણને એક જ્ઞાનાવરણીય કર્મ રોકે છે અને તેના ક્ષયોપશમના તારતમ્યથી મતિ, શ્રુત, અવધિ અને મન:પર્યાય એ ચાર જ્ઞાન પ્રગટ થાય છે અને જ્ઞાનાવરણ કર્મનો સંપૂર્ણ ક્ષય થતાં નિરાવરણ કેવલજ્ઞાનનો આવિર્ભાવ થાય છે. આવી જ રીતે મતિજ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમથી થતી મતિ, સ્મૃતિ, સંજ્ઞા, ચિત્તા અને અભિનિબોધ આદિ મતિજ્ઞાનની અવસ્થાઓનું અનેક રૂપે વિવેચન મળે છે, જે મતિજ્ઞાનના વિવિધ આકારો અને પ્રકારનો નિર્દેશ માત્ર છે. તે નિર્દેશ પણ તત્ત્વાધિગમના ઉપાયોના રૂપમાં છે. જે તત્ત્વોને શ્રદ્ધાન અને જ્ઞાન કરીને મોક્ષમાર્ગમાં લાગી શકાય છે તે તત્ત્વોનો અધિગમ જ્ઞાનથી જ તો સંભવે છે. આ જ જ્ઞાન પ્રમાણ અને નયના રૂપે અધિગમના ઉપાયોને બે ભેદમાં વિભાજિત કરી દે છે. અર્થાત, તત્ત્વાધિગમના બે મૂલ ભેદ છે – પ્રમાણ અને નય. આ જ પાંચ જ્ઞાનોનું પ્રત્યક્ષ અને પરોક્ષ આ બે પ્રમાણોના રૂપમાં વિભાજન પણ આગમિક પરંપરામાં પહેલેથી જ રહ્યું છે, પરંતુ અહીં પ્રત્યક્ષતા અને પરોક્ષતાનો આધાર પણ તદ્દન જુદો છે. જે જ્ઞાન સ્વાવલંબી છે, અર્થાત્ જે જ્ઞાન ઇન્દ્રિય અને મનની
૧. મતિકૃતાવો વિપર્યયશ . તત્ત્વાર્થસૂત્ર. ૧.૩૧. ૨. યથા યત્રાવિસંવાદ્રિ તથા તત્ર પ્રમાણતા | સિદ્ધિવિનિશ્ચય, ૧.૨૦. ૩. તત્ત્વાર્થસૂત્ર, ૧.૧૩. નન્દી પ્ર.મતિ. ગાથા ૮૦.